શું છે સંઘનું 'મિશન 2025?' અને મોદીથી એ પૂરું થશે?

ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN/AFP/GETTY IMAGES
- લેેખક, પ્રદીપ સિંહ
- પદ, વરિષ્ઠ પત્રકાર
'કહેવાય છેકે યુદ્ધ અને રાજકારણમાં ક્યારેય પોતાના હરીફને ઓછા ન આંકવા જોઇએ,' પરંતુ એવું થતું નથી.
લોકો વારંવાર એ ભૂલ કરી બેસતા હોય છે. જનસંઘ (ભાજપનો જૂનો અવતાર) ના સમયમાં કોંગ્રેસીઓનો નારો હતો, 'આ દીવામાં તેલ નથી, સરકાર ચલાવવી ખેલ નથી.'
એ સમયે દેશભરમાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું. દિલ્હીથી દક્ષિણ, ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ એમ ચારેય બાજુ કોંગ્રેસનું શાસન હતું. આજે સમય બદલાયો છે.
જે પાર્ટીને ટોણા મારવામાં આવતા હતા, તે પાર્ટી દેશના વીસ રાજ્યો અને કેન્દ્રમાં એકલા હાથે કે સાથી પક્ષો સાથે સત્તામાં છે.
તમને આ પણ વાંચવું ગમશે
જ્યારે ટોણો મારનારી પાર્ટી આજે માત્ર પાંચ રાજ્યો પૂરતી રહી ગઈ છે અને આગામી દિવસોમાં હજુ સંખ્યા ઘટી શકે છે.

ભાજપે આફતને અવસરમાં બદલી

આ પરિવર્તન પાછળ અનેક કારણો જવાબદાર છે. વિગત દાયકાઓમાં કોંગ્રેસે અનેક તકો ગુમાવી છે અને ભાજપે પડકારને અવસરમાં પરિવર્તિત કર્યાં છે.
શનિવારે ત્રણ પૂર્વોત્તર રાજ્યોના પરિણામ આવ્યા, જેના આધારે પણ આ વાતને સમજી શકાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
ત્રિપુરામાં માણિક સરકાર લોકપ્રિય હતા. તેમની છાપ ઇમાનદાર મુખ્યપ્રધાનની હતી, પરંતુ તેમની સરકારથી લોકો ત્રાસી ગયા હતા.
ભાજપ કરતાં વધુ કોંગ્રેસ અને તૃણમુલ કોંગ્રેસ પાસે સત્તા વિરોધી લહેરને અંકે કરવાની તક હતી.
કોંગ્રેસના ધારાસભ્યોને અંદાજ આવી ગયો હતો કે ત્રિપુરાના લોકોમાં માર્ક્સવાદી સરકાર વિરોધી વલણ છે.

ચાર વર્ષથી ભાજપની તૈયારી

ઇમેજ સ્રોત, EPA
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ ભવ્ય વિજય મેળવ્યો હતો.
એટલે આ ધારાસભ્યોને લાગ્યું કે મમતા બેનર્જી વધુ એક રાજ્યમાં સત્તા સ્થાપિત કરવા માગશે. આ ઇરાદે તેઓ તૃણમુલ કોંગ્રેસમાં જોડાયા.
પરંતુ એક સમયે રાષ્ટ્રીય પક્ષ (કોંગ્રેસ)માંથી અલગ થયેલા મમતા બેનર્જીની વિચારસણી પ્રાદેશિક દળો જેવી રહી.
તેઓ પોતાનાં કિલ્લા (પશ્ચિમ બંગાળ)માંથી બહાર જ ન નીકળ્યાં.
રાજ્યમાં સરકાર વિરોધીઓ પાસે માત્ર એક જ વિકલ્પ ભાજપ રહ્યો હતો. ભાજપ છેલ્લા ચાર વર્ષથી આ માટે તૈયારી કરી રહ્યો હતો.
પરિણામ સ્વરૂપે, માત્ર દોઢ ટકા મત મેળવનારી પાર્ટી માત્ર પાંચ વર્ષમાં 42 ટકા પર પહોંચી ગઈ.
ત્રિપુરા અને નાગાલૅન્ડ (જુનિયર પાર્ટનર તરીકે) વિજય બાદ ભાજપે પૂર્વોત્તર રાજ્યોમાં મજબૂત સ્થિતિ હાંસલ કરી લીધી છે.
લગભગ ચાર દાયકા અગાઉ કોંગ્રેસ પાર્ટીની આ વિસ્તારમાં આવી જ સ્થિતિમાં હતી.

સૌથી વધુ નુકસાન કોંગ્રેસને

ઇમેજ સ્રોત, EPA
ગત ચાર વર્ષમાં ભાજપે આ મજબૂતી હાંસલ કરી છે.
લોકસભાની ચૂંટણીની દ્રષ્ટીએ જોવામાં આવે તો દેશના આ ભૂભાગમાં 25 બેઠકો છે.
આથી, આ વિજય મોટાપાયે લોકસભાનાં અંકગણિતમાં ફેરફાર કરી નાખશે, એવું નથી જણાતું.
પરંતુ ભાજપના સંગઠન તથા કેન્દ્ર સરકાર માટે આ વિજય અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
પૂર્વોત્તરમાં આટલી ઊંડી પેઠ બાદ ભાજપ હવે માત્ર 'હિંદી બેલ્ટની પાર્ટી' નથી રહી.
બીજી બાજુ, ત્રિપુરામાં વિજયથી પશ્ચિમ બંગાળ તથા કેરળ ભાજપના કાર્યકરોનું મનોબળ વધશે.
ત્રિપુરામાં માર્ક્સવાદી કમ્યૂનિસ્ટ પાર્ટીનો પરાજય થયો છે, પરંતુ સૌથી વધુ નુકસાન કોંગ્રેસ પાર્ટીને રાષ્ટ્રીય સ્તરે થયું છે.
આ નુકસાન વોટની દ્રષ્ટીએ નહીં, પરંતુ બૌદ્ધિક મૂડી (ઇન્ટલેકચ્યુઅલ કેપિટલ)નું થયું છે. વૈચારિક અને બૌદ્ધિક સ્તરે સંઘર્ષ વકરશે.

રાજસ્થાન અને મધ્યપ્રદેશ માટે વ્યૂહરચના

ઇમેજ સ્રોત, AFP
ડાબેરી વિચારસરણી ધરાવતા બૌદ્ધિકો તરફથી કોંગ્રેસને મદદ મળતી હતી. ડાબેરી પક્ષો નબળા પડ્યા છે એટલે કોંગ્રેસ પાર્ટીને નુકસાન થશે.
આજે નબળી સ્થિતિમાં હોવા છતાંય ભાજપને પડકાર આપી શકે તેવી એકમાત્ર રાજકીય પાર્ટી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી તથા રાજસ્થાનમાં ત્રણ પેટા ચૂંટણી (લોકસભાની બે તથા વિધાનસભાની એક બેઠક) પર પરાજય બાદ રાજકીય વિશ્લેષકો એવું માની રહ્યા હતા કે ભાજપ દ્વારા શાસિત ત્રણ રાજ્યો (રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા છત્તીસગઢ)માં સત્તાવિરોધી વલણને ખાળવા માટે તેઓ સમય કરતા પહેલા લોકસભાની ચૂંટણીઓ કરાવી દેશે.
એવી પણ અટકળો હતી કે વર્ષાંત સુધીમાં લોકસભા ચૂંટણી યોજાશે.

મતદાતાઓમાં વિશ્વાસ

ઇમેજ સ્રોત, Getty Images
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર એવું કહેતા રહ્યાં છે કે, લોકસભા તથા વિધાનસભા ચૂંટણીઓ એકસાથે યોજાવી જોઈએ, એટલે જ ઉપરોક્ત અટકળોને પણ વેગ મળ્યો.
હવે ફરી એકવખત એવી ચર્ચા શરૂ થવાની શક્યતા છે કે, પૂર્વોત્તરમાં વિજયની સ્થિતિનો લાભ લેવા માટે ભાજપ વહેલાસર લોકસભાની ચૂંટણીઓ યોજાવવા માંગશે.
જોકે, પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ સ્પષ્ટપણે માને છે કે સમયથી પહેલા લોકસભા ચૂંટણીઓ નહીં યોજાય. તેઓ સમયથી પહેલા સત્તા છોડવા નથી માગતા.
ગત ચાર વર્ષમાં ભાજપને જેટલા વિજય મળ્યા છે, તેની પાછળ પાર્ટીની સંગઠન શક્તિ અને મતદાતાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે આસ્થા સૌથી મોટા કારણ છે.
અટલ બિહારી વાજપેયી તથા નરેન્દ્ર મોદી સરકારમાં એક પાયાનો ફેર એ છે કે આજના સમયમાં સરકાર અને સંગઠન વચ્ચે અભૂતપૂર્વ તાલમેલ છે.
સંગઠન અને સરકારને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનું સમર્થન હાંસલ છે. વાજપેયી સરકારના કાર્યકાળ દરમિયાન આવું ન હતું. આ તાલમેલનું એક મુખ્ય કારણ સંઘનું લક્ષ્ય પણ છે.

ઇમેજ સ્રોત, Twitter @BJP4India
અટલ બિહારી વાજપેયી તથા નરેન્દ્ર મોદી સરકારમાં એક પાયાનો ફેર એ છે કે આજના સમયમાં સરકાર અને સંગઠન વચ્ચે અભૂતપૂર્વ તાલમેલ છે.
સંગઠન અને સરકારને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનું સમર્થન હાંસલ છે.
વાજપેયી સરકારના કાર્યકાળ દરમિયાન આવું ન હતું. આ તાલમેલનું એક મુખ્ય કારણ સંઘનું લક્ષ્ય પણ છે.
વર્ષ 2025માં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થશે.
સંઘની ઇચ્છા છે અને પ્રયાસરત છે કે શતાબ્દી સમારંભ સમયે દેશના મોટાભાગના રાજ્યો તથા કેન્દ્રમાં ભાજપની સરકારો હોય.
અમિત શાહ ભાજપના જે 'સુવર્ણયુગ'ની વાત કરે છે, તે કદાચ એજ હશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













