સુનિલ દેવધરે ત્રિપુરામાં નાખ્યો ભાજપના વિજયનો પાયો

ઇમેજ સ્રોત, SUNIL DEODHAR/TWITTER
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા
સામાન્ય રીતે ચૂંટણીમાં સફળતાનો શ્રેય કોઈ એક વ્યક્તિને ન આપી શકાય. કેમકે સફળતા પાછળ રાજકીય પક્ષની સંગઠન શક્તિ, ચૂંટણી પ્રચાર, કાર્યકર્તાઓની તાકત અને પ્રતિબદ્ધતા હોય છે.
તેમ છતાં કેટલાક ચહેરા એવા હોય છે, જેમની ભૂમિકા વિજયમાં મહત્વની હોય છે.
પાંચ વર્ષ પહેલાં પૂર્વોત્તરના જે રાજ્યમાં ભાજપ ખાતું પણ નહોતો ખોલાવી શક્યો, ત્યાં તેણે ખૂબ જ સારું પરફોર્મન્સ કર્યું છે.
ભાજપના પરફોર્મન્સે રાજકીય વિશ્લેષકોને પણ આશ્રર્યચકિત કરી દીધા છે.
મૂળ મરાઠી સુનિલ દેવધર પૂર્વોત્તર ભારતમાં ભારતીય જનતા પાર્ટીનો એવો ચહેરો છે, જેમણે અહીં ક્યારેય ચૂંટણી જ નથી લડી. તેમણે પોતાને સમાચારોમાં પણ નથી ચમકવા દીધા.
તમને આ પણ વાંચવું ગમશે

ઇમેજ સ્રોત, EPA
પણ ત્રિપુરામાં 25 વર્ષોની ડાબેરી સરકારને ટક્કર આપવાનો અને તેમની પાસેથી સત્તા છીનવી લેવાનો શ્રેય ભાજપ સુનિલ દેવધરને જ આપે છે.
વર્ષ 2013માં વિધાનસભા ચૂંટણીમાં માર્ક્સવાદી કમ્યૂનિસ્ટ પાર્ટીને 48 બેઠકો મળી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે ભારતની કમ્યૂનિસ્ટ પાર્ટી એટલે કે સીપીઆઈને એક અને દસ બેઠકો સાથે ત્રિપુરામાં કૉંગ્રેસ વિપક્ષ હતો.
જોકે, આ વખતે ભાજપે ડાબેરીઓને ટક્કર આપી છે તેમાં સુનિલ દેવધરની ભૂમિકા મહત્વની છે. તેમણે દરેક બૂથ સ્તરે જઈ સંગઠન રચીને કાર્ય કર્યું હતું.
તેમણે માત્ર મેઘાલય અને ત્રિપુરા જ નહીં પણ પૂર્વોત્તર ભારતનાં અન્ય રાજ્યોમાં પણ કાર્ય કર્યું.
તે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ(આરએસએસ)ના પ્રચારક તરીકે સક્રિય રહ્યા.
અમિત શાહે જ્યારે ભાજપની કમાન સંભાળી હતી, ત્યારે સુનિલ દેવધરને મહારાષ્ટ્રથી વારાણસી મોકલવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંથી લોકસભા ચૂંટણી લડી રહ્યા હતા.

દેવધરે પૂર્વોત્તરમાં કામ કરતાં કરતાં ત્યાંની સ્થાનિક ભાષાઓ પણ શીખી લીધી.
જ્યારે તેઓ મેઘાલયના ખાસી અને ગારો જનજાતિના લોકો સાથે તેમની જ ભાષામાં વાત કરવા લાગ્યા ત્યારે આ લોકો આશ્રર્યચકિત થઈ ગયા હતા. દેવધર આ જ રીતે કડકડાટ બંગાળી પણ બોલે છે.
કહેવાય છે કે ત્રિપુરામાં ડાબેરી દળો, કોંગ્રેસ અને તૃણમુલ કોંગ્રેસને ટક્કર આપવાનું કામ પણ તેમણે જ કર્યું છે.
વિધાનસભા ચૂંટણી પહેલાં આ પક્ષોના કેટલાક નેતા અને ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ ગયા હતા.
દેવધરે જમીની સ્તર પર કાર્યકર્તાઓને શોધ્યા અને તેમને પાર્ટીમાં મહત્વ આપ્યું.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે સૌપ્રથમ બૂથ લેવલે કાર્યકર્તાઓના સંગઠનને મજબૂત કરવામાં આવ્યું.
ત્રિપુરામાં ડાબેરીઓની કેડર બનાવવાની કાર્યશૈલીને તેમણે નિશાન બનાવી. આમ ત્રિપુરામાં આ બાબત ભાજપની સફળતા માટે મહત્ત્વપૂર્ણ પુરવાર થઈ.

ઇમેજ સ્રોત, BJP-TWITTER
બીબીસી સાથે વાતચીતમાં સુનિલ દેવધરે કહ્યું, "અહીં કોંગ્રેસની છબી અન્ય રાજ્યો કરતાં અલગ છે. કોંગ્રેસ કેટલાક વર્ષોથી ડાબેરીઓને ટક્કર આપતી હતી. અહીં તેમનું નેતૃત્વ સારું છે."
તેમણે વધુમાં કહ્યું કે જ્યારે તેઓ પૂર્વોત્તર ભારતનો પ્રવાસ કરતા હતા ત્યારે કોંગ્રેસના કેટલાક નેતાઓ સાથે તેમની મુલાકાત થતી હતી.
મુલાકાતો બાદ તેમણે આ નેતાઓને ભાજપમાં સામેલ કરવાનું શરૂ કર્યું. ત્યાર બાદ નારાજ માર્ક્સવાદી નેતાઓને સામેલ કર્યા.
આમ કરતા કરતા તેમનું સંગઠન વિસ્તરણ પામતું ગયું અને મજબૂત પણ થતું ગયું.
જોકે, આથી સ્થાનિક કાર્યકરો તેમનાથી નારાજ થયા હતા.
પૂર્વોત્તરમાં રાજકીય બાબતોના નિરીક્ષક અને વરિષ્ઠ પત્રકાર સંદીપ ફુકને પણ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે સુનિલ દેવધરે છેલ્લા પાંચ વર્ષોમાં ત્રિપુરામાં પાર્ટીના કેડરને બનાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે.

21 વર્ષથી પૂર્વોત્તરમાં નિવાસ

ઇમેજ સ્રોત, DEBALIN ROY-BBC
સુનિલ દેવધર 52 વર્ષના છે અને તેઓ અપરિણીત છે. સુનિલ મૂળતઃ મહારાષ્ટ્રના કોંકણ પ્રાંતના ગુહાઘરના છે.
તેઓ મુંબઈના અંધેરી વિસ્તારમાં તેમનું ઘર છે, પરંતુ તેઓ પૂર્વોત્તર રાજ્યમાં રહે છે.
લાંબા સમયથી દેવધરના સાથી દિનેશ કાનજીના કહેવા પ્રમાણે, "રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તત્કાલીન સરસંઘ સંચાલક બાલાસાહેબ દેવરસે આહ્વાન કર્યું હતું કે સ્વયંસેવકો એક વર્ષ દેશને આપે.
"ત્યારે સુનિલ દેવધરે પૂર્વોત્તર રાજ્યોમાં જવાનું પસંદ કર્યું હતું."
સુનિલ દેવધર સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ કરે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














