You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચિરનિદ્રામાં પોઢી ગયેલાં શ્રીદેવીની અલવિદા
શ્રીદેવી અનંતની સફરે નીકળી ગયાં છે.
શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપીને અને છેલ્લી વખત અલવિદા કહેવા માટે બોલીવુડના અનેક કલાકારો અને તેમના ચાહકો સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબમાં એકઠાં થયાં.
હવે શ્રીદેવીનો નશ્વર દેહ વિલે પાર્લે સ્મશાનમાં પંચમહાભૂતમાં મળી ગયો છે.
માર્ગો પર શ્રીદેવીના ચાહકોની ભીડ છે.
શનિવારે દુબઈમાં તેમનું નિધન થયું હતું અને તેમનો મૃતદેહ મુંબઈ લાવવામાં આવ્યો હતો.
54 વર્ષીય શ્રીદેવીનો મૃતદેહ દુબઈની એક હોટલના રૂમના બાથટબમાં મળ્યો હતો.
દુબઈ પોલીસના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે શ્રીદેવીનું મૃત્યુ બેહોશ થયા બાદ અકસ્માતે ડૂબી જવાથી થયું હતું.
શ્રીદેવીનું નામ બોલીવુડની એ જૂજ અભિનેત્રીઓમાં લેવાય છે, જેમને બોક્સ ઓફિસ પર સફળતાની ગેરેન્ટી તરીકે જોવાતી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યોગાનુયોગ કહો કે વિડંબના, આજથી બરાબર 21 વર્ષ પહેલાં 28 ફેબ્રુઆરીના જ દિવસે શ્રીદેવીની ફિલ્મ ‘જુદાઈ’ રિલીઝ થઈ હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો