ચિરનિદ્રામાં પોઢી ગયેલાં શ્રીદેવીની અલવિદા

ઇમેજ સ્રોત, EXPANDBLES
શ્રીદેવી અનંતની સફરે નીકળી ગયાં છે.

ઇમેજ સ્રોત, EXPNADBLES
શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપીને અને છેલ્લી વખત અલવિદા કહેવા માટે બોલીવુડના અનેક કલાકારો અને તેમના ચાહકો સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબમાં એકઠાં થયાં.

ઇમેજ સ્રોત, Expandable
હવે શ્રીદેવીનો નશ્વર દેહ વિલે પાર્લે સ્મશાનમાં પંચમહાભૂતમાં મળી ગયો છે.

ઇમેજ સ્રોત, EXPANDBLE
માર્ગો પર શ્રીદેવીના ચાહકોની ભીડ છે.

ઇમેજ સ્રોત, DIVYAKANT SOLANKI/EPA
શનિવારે દુબઈમાં તેમનું નિધન થયું હતું અને તેમનો મૃતદેહ મુંબઈ લાવવામાં આવ્યો હતો.

ઇમેજ સ્રોત, DIVYAKANT SOLANKI/EPA
54 વર્ષીય શ્રીદેવીનો મૃતદેહ દુબઈની એક હોટલના રૂમના બાથટબમાં મળ્યો હતો.

દુબઈ પોલીસના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે શ્રીદેવીનું મૃત્યુ બેહોશ થયા બાદ અકસ્માતે ડૂબી જવાથી થયું હતું.

ઇમેજ સ્રોત, EXPANDABLE/PR
શ્રીદેવીનું નામ બોલીવુડની એ જૂજ અભિનેત્રીઓમાં લેવાય છે, જેમને બોક્સ ઓફિસ પર સફળતાની ગેરેન્ટી તરીકે જોવાતી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, EXPANDABLE/PR
યોગાનુયોગ કહો કે વિડંબના, આજથી બરાબર 21 વર્ષ પહેલાં 28 ફેબ્રુઆરીના જ દિવસે શ્રીદેવીની ફિલ્મ ‘જુદાઈ’ રિલીઝ થઈ હતી.

ઇમેજ સ્રોત, EXPANDABLE/PR
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














