બજેટમાં કોણ જીત્યું કોણ હાર્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય અર્થતંત્ર સામે બેકારી અને કૃષિક્ષેત્રે સંકટ સહિતના અનેક પડકારો છે. આથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બજેટ પર બધાય મીટ માંડીને બેઠા હતા.
જોકે, મોદી સરકાર અને ભાજપ માટે આવતાં વર્ષની સામાન્ય ચૂંટણીઓ મહત્ત્વપૂર્ણ છે.
આ સંજોગોમાં નાણાંપ્રધાન અરુણ જેટલીનું આ બજેટ કેવું રહ્યું?
આ બજેટ કયા સેક્ટર માટે સારું રહ્યું અને કયા સેક્ટર માટે નરસું?
બજેટ બાદ નીચેના સેક્ટર્સ પર સકારાત્મક કે નકારાત્મક અસર જોવા મળશે.

સકારાત્મક અસર - ખેડૂતો

ઇમેજ સ્રોત, LOK SABHA TV
દેશભરમાં ખેડૂતો રાહત માટે દેખાવો કરી રહ્યા હતા. વર્તમાન બજેટમાં ખેડૂતોના પાક માટે ટેકાના ભાવોમાં વધારો કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
સાથે જ દેશભરમાં કૃષિ બજારોમાં ભારે રોકાણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગ્રામીણ ક્ષેત્રે સિંચાઈ અને એક્વાકલ્ચર વધુ નાણા મળે તેવી જોગવાઈ કરવામાં આવી છે.
સૌર-પમ્પોનો ઉપયોગ કરતાં ખેડૂતો દ્વારા જે વધારાની સૌર ઊર્જા ઉત્પાદિત કરવામાં આવે તેને ખરીદવા માટે રાજ્ય સરકારોને નિર્દેશ આપવામાં આવ્યા છે.

આરોગ્ય સેવા પ્રદાતા

સરકારે રાષ્ટ્રવ્યાપી 'નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ' રજૂ કરવામાં આવી છે, જેમાં 50 કરોડ લોકોને વાર્ષિક રૂ. પાંચ લાખ સુધીનું આરોગ્ય કવચ મળશે.
જેના કારણે આરોગ્ય સેવા પ્રદાતા કંપનીઓને લાભ થાય તેવી શક્યતા છે.

ટ્રાન્સપોર્ટ કંપનીઓ
જેટલીએ માળખાકીય સુવિધાઓ ક્ષેત્રે જંગી ખર્ચ કરવાનું એલાન કર્યું છે.
જેના પગલે રોડ, રેલવે, નિર્માણ અને એન્જિનિયરિંગ ક્ષેત્રની કંપનીઓ તથા ટ્રેનના વેગન બનાવતી કંપનીઓને લાભ થાય તેવી શક્યતા છે.
માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરતી કંપનીઓ માટે પણ આ બજેટ સારું રહ્યું છે.
એરપોર્ટ્સ
સરકારે પ્રાદેશિક સ્તર પર એરપોર્ટ નિર્માણ કરવાની જાહેરાત કરી છે.
જેનાં કારણે એરપોર્ટની માળખાકીય સુવિધાઓ વધારવાનું કામ કરતી કંપનીઓને લાભ થાય તેવી શક્યતા છે.

જ્વેલરી
દેશની કુલ સોનાની માગમાંથી 60 ટકા માગ ગ્રામીણ વિસ્તારોમાં ઉદ્દભવે છે.
આ બજેટમાં ગ્રામીણ વિસ્તારો તથા કૃષિ આવક પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. એટલે આ કંપનીઓને લાભ થાય તેવી શક્યતા છે.
કન્ઝ્યુમર કંપનીઓ
ભારતના ગ્રામીણ વિસ્તારોમાં જંગી ખર્ચ કરવામાં આવનાર છે, એટલે રોજિંદી વપરાશની ચીજ વસ્તુઓ બનાવતી કંપનીઓને લાભ થાય તેવી શક્યતા છે.
કારણ કે, રોજમદાર મજૂરોને રોજગાર મળશે અને તેમની આવક વધશે. જે કંપનીઓને ગ્રામીણ વિસ્તારમાં કાર્યરત કંપનીઓને પણ લાભ થાય તેવી શક્યતા છે.

નકારાત્મક અસર - બૉન્ડ ઇન્વેસ્ટર્સ

ઇમેજ સ્રોત, AFP
બજેટમાં બૉન્ડ ઇન્વેસ્ટર્સને આંશિક રાહત મળી છે કારણ કે, સરકારની અપેક્ષિત ઉધારી ઓછી રહે તેવી વકી છે. જોકે, આ રાહત ક્ષણજીવી નીવડી હતી.
સરકાર 3.2 ટકાનું નાણાખાધનું લક્ષ્યાંક ચૂકી ગઈ છે. વર્ષ 2019 માટે 3.5 ટકાનું નાણાખાધનું લક્ષ્યાંક મૂકવામાં આવ્યું છે.
બૉન્ડના મોટા રોકાણકારો, જેમ કે, જાહેર સાહસની બેન્કોની આવકને અસર પડે તેવી શક્યતા છે.
આ ક્ષેત્રમાં ગત છ મહિના દરમિયાન એશિયામાં સૌથી વધુ 96 બેઝિસ પોઇન્ટનો ઉછાળો આ ક્ષેત્રે જોવા મળ્યો હતો.
આ બજેટને કારણે ખાનગી બેન્કોના નફાને પણ અસર પડે તેવી શક્યતા છે.
નાણાં ક્ષેત્ર
સરકારે ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટમાંથી થતા લાભ પર લૉંગ-ટર્મ ઇન્વેસ્ટમેન્ટ લાદવાનો નિર્ણય કર્યો છે.
જેનાં કારણે નાણા સેવા આપતી કંપનીઓમાં રોકાણકારો આ ક્ષેત્રમાં રોકાણ કરવામાંથી ખસી જાય તેવી શક્યતા છે.
વિશેષ કરીને લાઇફ ઇન્સ્યોરન્સ તથા મ્યૂચ્યૂઅલ ફંડની સેવા આપતી કંપનીઓ પર માઠી અસર થશે.

સંરક્ષણ ક્ષેત્ર
જેટલીએ સંરક્ષણ ક્ષેત્ર માટે જરૂરી સાધનો અને હથિયારોના ઉત્પાદન માટે ઇન્ડસ્ટ્રી-ફ્રેન્ડલી પોલિસી ઘડવાની વાત કહી છે.
પરંતુ સંરક્ષણ ક્ષેત્રે જંગી ખર્ચ કરવામાં આવશે, તેવા કોઈ અણસાર સરકારે નથી આપ્યા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












