BUDGET 2018: જેટલીના બજેટમાં તમારા માટે શું છે?

નાણાં પ્રધાન અરુણ જેટલીએ લોકસભામાં એનડીએ સરકારનું સતત ચોથું બજેટ રજૂ કર્યું. જોકે, તેમાં આવકવેરામાં કોઈ છૂટ આપવામાં આવી નહીં. તો ખેતી અને ગરીબો માટે અનેક જાહેરાતો કરવામાં આવી.

17:00 મેડિકલ હેલ્થ કેર મોટો જુમલો
ભૂતપૂર્વ નાણાં પ્રધાન અને કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરે કહ્યું કે કૃષિ ક્ષેત્રેમાં જે સ્થિતિ છે તે યથાવત રહેશે. મેડિકલ હેલ્થ કેર એ એક મોટો જુમલો છે. ખાનગી રોકાણોને ઉત્તેજન આપે એવું બજેટમાં કંઈ નથી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1

16:50 બિટકૉઇન ખરીદનારાઓનું શું થશે?
મોદી સરકારના નાણાં પ્રધાન અરુણ જેટલીએ સંસદમાં બજેટ રજૂ કરતી વેળા બિટકૉઇન સત્તાવાર કરન્સી નહીં હોવાની જાહેરાત કરી છે.
ભારતમાં બિટકૉઇનમાં રોકાણ કરનારાઓ માટે અરુણ જેટલીની આ જાહેરાત મહત્ત્વપૂર્ણ છે.
કેમ કે, ભારતમાં બિટકૉઇનના મોટાપાયે ટ્રાન્ઝેક્શન થતા હોવાના અહેવાલ છે.
અરુણ જેટલીએ તેમના બજેટ ભાષણમાં કહ્યું, "સરકાર ક્રિપ્ટોકરન્સીને કાનૂની ચલણી નાણાં તરીકે માન્ય નથી ગણતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં વપરાતી આ પ્રકારની ક્રિપ્ટોકરન્સીના વપરાશને રોકવા માટે સરકાર તમામ પ્રકારના પગલા લેશે.
"અથવા ચૂકવણીની સિસ્ટમમાં પણ જો ક્રિપ્ટોકરન્સી વપરાય છે, તેનો વપરાશ અટકાવવામાં આવશે."
લાંબા સમયથી ભારતમાં ક્રિપ્ટોકરન્સીના ભાવિ અંગે અટકળો ચાલી રહી હતી.
અત્રે નોધવું રહ્યું કે, સરકારી તંત્રએ હવે બિટકૉઇનના ટ્રેડરો પર પણ કાર્યવાહી આરંભી છે.
જોકે, ડિજિટલ કરન્સી બિટકૉઇનનું ચલણ વિશ્વમાં વધી રહ્યું છે.
આ માટે કોઈ ચોક્કસ કાનૂની માળખું નહીં હોવાથી બિટકૉઇનના 'ઓનલાઇન ટ્રેડિંગ પ્લેટફૉર્મ્સ' નિરંકુશપણે કાર્યરત છે.

16:40 ખેડૂતોને છેતરનારું બજેટ-આરજેડી
આરજેડીના સુપ્રિમો લાલુ પ્રસાદ યાદવ હાલ જેલમાં છે પરંતુ તેમના ટ્વિટર હૅન્ડલ પરથી બજેટની ટીકા કરતાં ટ્વીટ કરવામાં આવ્યાં હતાં.
એક ટ્વીટમાં લખવામાં આવ્યું કે ખેડૂતોને છેતરવામાં આવી રહ્યા છે. બજેટ સામે પ્રશ્નો ઉઠાવતા તેમાં લખ્યું કે ખેડૂતોનાં દેવાં કેમ માફ કરવામાં ના આવ્યાં? 2022 સુધીમાં ખેડૂતોની આવક કઈ રીતે બે ગણી કરવામાં આવશે? તેનો કોઈ રેડ મેપ છે? સવાલ ઉછાવતાં લખવામાં આવ્યું કે ખેડૂતોની આત્મહત્યા ક્યારે રોકાશે?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2

16:30 'વિનાશકારી બજેટ'
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે બજેટને વિનાશકારી ગણાવ્યું હતું. તેમણે લખ્યું કે છેલ્લાં બજેટમાં ભાજપની સરકારે બતાવી દીધું કે તે અમીરોની સરકાર છે. હવે જનતા જવાબ આપશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3

16:00 બજેટ સુપર ફ્લોપ - તૃણમૂલ કોંગ્રેસ
તૃણમૂલ કોંગ્રેસના નેતા ડેરેક ઓબ્રેઇને કહ્યું છે કે આ બજેટ 'સુપર ફ્લૉપ' છે. સરકાર માટે તે 'ડાઇંગ ડિક્લેરેશન' સાબિત થશે. સરકારનો સમય પૂર્ણ થઈ ગયો છે.

15:30 બજેટ પર કેન્દ્ર સરકારના મંત્રીઓએ શું કહ્યું?

15:00 કોને લાભ કોને નુકસાન?
બજેટમાં 70 લાખ નવી નોકરીઓ ઉત્પન્ન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
આઠ કરોડ ગરીબ પરિવારોને મફતમાં ગેસ કનેક્શન આપવાની જાહેરાત કરવામાં આવી છે.
બીજી તરફ મોબાઇલ, ટીવી ઉપકરણો પર કસ્ટમ ડ્યૂટી નાખવામાં આવી છે જેથી તે મોંઘા થશે.
શિક્ષણ અને સ્વાસ્થ્ય સેસ લગાવવાથી સામાન્ય લોકો પર વધારાનો બોજો આવશે.
આવકવેરામાં પણ કોઈ ખાસ રાહત આપી ન હોવાથી નોકરી કરનાર વર્ગની આશા પર પાણી ફરી વળ્યું છે.

14:30ખેડૂતો અને કૃષિ ક્ષેત્રને શું મળ્યું?
2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય.
ઓછી પડતર કિંમતે વધુ પાક મેળવવા પર ભાર. ઉપરાંત ખેડૂતોને તેમની ઉપજની વળતર અપાવવા પર ભાર.
પાકની પડતર કિંમત પર દોઢ ગણી રકમ વધુ મળે તેની ઉપર ભાર મૂકાશે.
રૂ. 2000 કરોડના ખર્ચે કૃષિ બજાર ઊભું કરાશે.
એગ્રિકલ્ચર પ્રોસેસિંગ સેક્ટર માટે રૂ. 1400 કરોડની જોગવાઈ.
રૂ. 500 કરોડના ખર્ચે 'ઓપરેશન ગ્રીન' હાથ ધરાશે.

14:15 ભૂતપૂર્વ વડાપ્રધાને બજેટ વિશે શું કહ્યું?
ભૂતપૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવગૌડાએ કહ્યું કે નાણામંત્રીએ બજેટમાં ખેડૂતોના ઉત્થાન માટેના પ્રયત્નો કર્યાં છે. જોકે, ગામડાંના લોકો અને ખેડૂતોની એટલી બધી સમસ્યાઓ છે કે બજેટમાં લેવાયેલાં પગલાં પૂરતાં નથી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4

14:00 બજેટ પર નીતિન ગડકરી શું બોલ્યા?
કેબિનેટ પ્રધાન નીતિન ગડકરીએ બજેટ મામલે બોલતાં કહ્યું કે 10 કરોડ પરિવારો માટે 5 લાખનો મેડિકલ વીમો એ મોટી શરૂઆત છે. આ એક ઐતિહાસિક બજેટ છે.

13:42 ખેડૂતલક્ષી બજેટ-મોદી
સામાન્ય લોકો અને ખેડૂતોની આવક વધારનારું બજેટ.
પ્રધાનમંત્રી ગ્રામિણ સડક યોજના અંતર્ગત ગામની અંદર પણ રસ્તા બનાવવામાં આવશે. હોસ્પિટલ્સ, પંચાયત જેવા મહત્ત્વનાં સ્થળો સુધી રસ્તાઓ લઈ જવાશે.
આયુષ્માન ભારત યોજના સમાજના દરેક વર્ગને બીમારીની આફતની ચિંતાથી મુક્તિ અપાનારી સાબિત થશે. 10 કરોડ પરિવારોને આ યોજનાનો લાભ મળશે.
ગ્રામિણક્ષેત્રમાં નવી રોજગારીનું નવું સર્જન થશે.

13:30 વડાપ્રધાન મોદીએ બજેટ પર શું કહ્યું?
બજેટ દેશના વિકાસને સમર્પિત છે. બજેટમાં ગરીબ અને મધ્યમવર્ગની ચિંતા દૂર કરનારી આરોગ્યની યોજનાઓ છે.
ફૂડ પ્રોસેસિંગથી લઈને ફાયબર ઓપ્ટિક્સ સુધી, યુવાનોથી લઈને સિનિયર સિટીઝન સુધી, ડિજિટલ ઇન્ડિયા થી લઈ સ્ટાર્ટઅપ ઇન્ડિયા સુધી આ બજેટ દેશના સવાસો કરોડની આશા અપેક્ષા પૂર્ણ કરનારું બજેટ છે.
શાકભાજી અને ફળ પેદા કરનારા ખેડૂતો માટે ઓપરેશન ગ્રીન્સ મહત્ત્વનું સાબિત થશે.
ખેડૂતોને તેના ખર્ચનું દોઢ ગણું મૂલ્ય આપવાની યોજના અંગે હું નાણાંમંત્રીને શુભેચ્છા પાઠવું છે.
ગોબરધન યોજના ગામને સ્વચ્છ રાખવાની સાથે ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવામાં મદદ કરશે.

13:13 બજેટની 6 મહત્ત્વની વાતો
આર્થિક નિષ્ણાંત ડી.કે. મિશ્રાની દૃષ્ટિએ 6 મહત્ત્વની બાબતો.
1) ખેડૂત અને ગરીબ વર્ગને મોટી રાહતો.
2) માળખાકીય અને સંરક્ષણ ક્ષેત્રે સૌથી વધુ નાણાંકીય જોગવાઈઓ.
3) પગારદાર અને મધ્યમ વર્ગ માટે બહુ નિરાશાજનક બજેટ, "ખોદ્યો પહાડ અને નીકળ્યો ઉંદરય."
4) લૉન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ પર ટેક્સ લાદવાથી મૂડીબજારલક્ષી (શેરમાર્કેટ) રોકાણો પર અસર દેખાશે.
5) શિક્ષણ/સ્વાસ્થ્ય સેસ લાગુ કરવાથી કરદાતાઓ પર વધુ ભારણ.
6) સિનિયર સિટીઝન્સને સ્વાસ્થ્યલક્ષી થોડા ફાયદાને બાદ કરતા પ્રત્યેક્ષ કરદાતાઓ માટે કોઈ મોટી જાહેરાતો નહીં.

12:54 મધ્યમવર્ગ માટે બજેટ નિરાશાજનક
'વડાપ્રધાને નોટબંધી અને જીએસટી પછી ખૂબ મોટા વાયદાઓ કર્યા હતા પરંતુ બજેટમાં આવકવેરામાં માત્ર 40 હજારની જ છૂટ આપવામાં આવી છે. જે કર્મચારીઓ અને મધ્યમવર્ગના લોકો માટે નિરાશાજનક છે.' - આર્થિક નિષ્ણાંત ડી. કે. મિશ્રા

12:46 શું કહે છે નિષ્ણાંતો
ટેક્ષસૂત્ર.કોમના એડિટર અરુણ આનંદાગીરી લખે છે કે બજેટ ભાષણની અસર 2019ની ચૂંટણીઓમાં નહીં દેખાય, હવે બહુ મોડું થઈ ગયું છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5

12:33 આવકવેરામાં કોઈ ફેરફાર નહીં
આવકવેરાની છૂટની મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
જે જૂની જોગવાઈઓ હતી તે જ ચાલુ રહેશે.
1.89 કરોડ કર્મચારીઓએ 1.44 કરોડ રૂપિયાનો આવકવેરો
2018-19માં નાણાકીય ખાધ જીડીપીના 3.3 ટકા રાખવાનું લક્ષ્ય
ચાલુ વર્ષે નાણાકીય ખાધ 3.5 રહેવાની શક્યતા
85 લાખ 51 હજાર નવા કરદાતા જોડાયા
250 કરોડ રૂપિયાના ટર્નઓવર ધરાવતી કંપનીઓ પર 25 ટકા ટેક્સની દરખાસ્ત

12:30 આવકવેરો ભરનારાની સંખ્યા વધી
ડાયરેક્ટ ટેક્સનું કલેક્શન 12.6% સુધી પહોંચ્યું.
આવકવેરો આપનારાઓની સંખ્યા વધી.

12:10 રાષ્ટ્રપતિનો પગાર
રાષ્ટ્રપતિનો પગાર પણ 5 લાખ કરવાનો પ્રસ્તાવ.
ઉપરાષ્ટ્રપતિનો પગાર 4 લાખ કરવાની દરખાસ્ત.
રાજ્યપાલનો પગાર 3.5 લાખ કરવાની દરખાસ્ત.
સાંસદોનો પગારો દર પાંચ વર્ષે વધશે.

12:10 નિષ્ણાંતો શું કહે છે?
એમ.કે. વેણુ કહે છે કે સરકાર પાછી ખેડૂતોને તેમની ખેતપેદાશોની પડતર કિંમત પર 50% વધારો આપવાની વાત કરે છે, જે મે-2019 પહેલાં શક્ય નથી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 6

12:10 ગામડાંમાં વાઇફાઇ
1 લાખ ગ્રામ પંચાયતોને મજબૂત કરાશે.
2.5 લાખ ગામડાંમાં બ્રૉડબેન્ડ સેવા.
વાઇફાઇ હોટસ્પૉટ શરૂ કરવામાં આવશે.
બિટકૉઇન દેશમાં ચાલશે નહીં.
સરકાર ક્રિપ્ટો કરન્સીને દેશમાં ચલાવશે નહીં.

12:06 એરપોર્ટ વિશેની જાહેરાત
દેશમાં 16 એરપોર્ટ ઇન્ટરનેશનલ લેવલનાં બનશે.
હવાઈયાત્રા હવે સસ્તી થશે.
નવા એરપોર્ટ્સ 100 કરોડ પ્રવાસીઓને સંભાળી શકે છે.

12:04 રેલવે માટે જાહેરાત
રેલવેમાં વીજળીકરણ ઝડપથી થઈ રહ્યું છે.
રેલવે પર 1 લાખ 48 કરોડનો ખર્ચ કરવાનું લક્ષ્ય.
બધી રેલવે લાઇન બ્રોડગેજમાં બદલાશે.
રેલવે સ્ટેશન પર વાઇફાઇ અને સીસીટીવીની સુવિધા.
600 રેલવે સ્ટેશનને રિડેવલોપ કરાશે.
4000થી વધારે માનવરહિત ક્રોસિંગ બંધ થશે.

11:55યુવાનો માટે જાહેરાત
2020 સુધીમાં 50 લાખ યુવાનોને સ્કૉલરશિપ.
દેશના દરેક જિલ્લામાં સ્કિલ સેન્ટર ખોલાશે.
નોકરીઓ માટે સરકાર 12% EPF આપશે.

11:43 લોકોને મફતમાં દવા આપવાની સરકારની યોજના
સ્વાસ્થ્ય વીમા યોજનાથી 50 કરોડ લોકોને ફાયદો થશે.

11:38 વડોદરામાં રેલવે યુનિવર્સિટી બનાવવાની દરખાસ્ત
આરોગ્ય સેવા માટે 1200 કરોડ રૂપિયાની યોજના

11:35 શિક્ષણ પર ધ્યાન
ગરીબોનાં શિક્ષણ માટે વધારે ધ્યાન અપાશે.
સ્વાસ્થ્ય, શિક્ષણ પર સરકાર વધારે ધ્યાન આપશે.
ડિજીટલ ઇન્ટેન્સિટી શિક્ષણનાં ક્ષેત્રમાં વધારવામાં આવશે.
આદિવાસી બાળકો માટે એકલવ્ય સ્કૂલ ખોલાશે.

11:30 બે કરોડ શૌચાલય
આગળનાં વર્ષોમાં 2 કરોડ શૌચાલય બનાવવાની યોજના.
2022 સુધી દેશના દરેક ગરીબોને ઘર આપવાનું લક્ષ્ય.
2600 કરોડ રૂપિયા સિંચાઈ માટે આપવામાં આવશે.

11:28 આઠકરોડ મહિલાને ગેસ કનેક્શન
8 કરોડ મહિલાઓને મફતમાં ગેસ કનેક્શન આપવામાં આવશે.
ઉજ્જવલા યોજના હેઠળ અપાશે ગેસ કનેક્શન.

11:25 ખેડૂતો માટે ક્લસ્ટર બનશે
22 હજારથી વધારે હાટને કૃષિ બજારમાં બદલવામાં આવશે.
નેશનલ લાઇવલીહૂડ કાર્યક્રમ અંતર્ગત સરકાર ઑર્ગેનીક ફાર્મિંગ ક્લસ્ટરનો વિકાસ કરવા અને પ્રોત્સાહિત કરવા માંગે છે

11:20 સરકાર ખેડૂતોના વિકાસ માટે કાર્ય કરશે
અમારી સરકાર ખેડૂતોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. ખેડૂતોને વધારે ઉત્પાદન કરવા માટે અમે મદદ કરવા માગીએ છીએ.
કૃષિ ઉત્પાદન રેકૉર્ડ સ્તર પર છે.
ખેડૂતો પાસેથી ખેતપેદાશો ખરીદવાના ટેકાના ભાવ (મિનિમમ સપોર્ટ પ્રાઈઝ) અમારી સરકારે વધાર્યા છે.
ખેડૂતો પાસેથી ખરીફ ખેતપેદાશો ખરીદવાના ટેકાના ભાવ (મિનિમમ સપોર્ટ પ્રાઈઝ) અમારી સરકારે 1.5 ગણા કર્યા છે.
ભારતના 85% ખેડૂતો નાના ખેડૂતો છે.
આગામી દિવસોમાં 100% ખેડૂત ઉત્પાદન બજાર સમિતિઓ અને ખેડૂતોને સાથે જોડવાનો પ્રકલ્પ સરકારે હાથ ધર્યો છે.

11:08 અરુણ જેટલીએ કહ્યું,
અપ્રત્યક્ષ કરોમાં વધારો થયો, અર્થતંત્રમાં સુધારો આવ્યો. રોકાણોમાં પણ વૃદ્ધિ થઈ.

11:03 સંસદની કાર્યવાહી શરૂ થઈ. અરૂણ જેટલીએ બજેટ સ્પીચ શરૂ કરી.

10:58 વડાપ્રધાન અને નાણાંપ્રધાન સંસદભવન પહોંચ્યા છે. થોડીવારમાં બજેટ શરૂ થશે.

10:45 વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદભવન પહોંચ્યા. તેમની સાથે રામવિલાસ પાસવાન અને સુષમા સ્વરાજ પણ સંસદભવન પહોંચ્યા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 7

10:35 બજેટ શબ્દ ક્યાંથી આવ્યો?
ફ્રેન્ચ શબ્દ bougette(બોજેટ)માંથી બજેટ શબ્દ ઊતરી આવ્યો છે એ આપણા પૈકીના ઘણા જાણતા હશે.
અલબત, ઘણા એ નહીં જાણતા હોય કે બોજેટ શબ્દનો અર્થ થાય છે નાનકડી બેગ.
સરકારની મહેસુલી આવક અને ખર્ચના હિસાબ-કિતાબ રાખવા એક સમયે નાનકડી બેગ પૂરતી ગણાતી હતી.

10:25 બજેટ-2018ની નકલો સંસદભવનમાં પહોંચી
બજેટ-2018ની નકલો સંસદભવનમાં પહોંચી છે. આ નકલોનું સિક્યુરિટી ચેકિંગ કરવામાં આવ્યું હતું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 8

10:15 શેરબજારમાં ઉછાળો
બજેટ રજૂ થાય તે પહેલાં બૉમ્બે સ્ટૉક એકચેન્જનો સેન્સેક્સ આગલા દિવસના બંધ કરતા 150 પોઇન્ટ અપ ખૂલ્યો હતો.

10:05 નાણાંપ્રધાન અરુણ જેટલી હાલ સંસદ ભવન પહોંચ્યા છે. સંસદમાં તેઓ 11 વાગ્યે બજેટ રજૂ કરશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 9

10:00 રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા જેટલી
નાણાંપ્રધાન અરુણ જેટલી સંસદમાં બજેટ રજૂ કરતાં પહેલાં રાષ્ટ્રપતિભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 10

9:45 મોદી સરકાર સામે આ બજેટમાં ત્રણ મોટા પડકારો હશે.
1. ખેતી
નોટબંધી બાદ કૃષિક્ષેત્રે પરિસ્થિતિ ખરાબ છે. અર્થશાસ્ત્રી અરુણ કુમારના કહેવા પ્રમાણે 'સરકારની સામે જે મોટા પડકારો છે તેમાં એક છે ખેતી. કૃષિક્ષેત્રને ફરીથી ઊભું કરવું જરૂરી છે.'
2. બેરોજગારી
ભારતમાં બેરોજગારી સતત વધી રહી છે. અરુણ કુમારના કહેવા પ્રમાણે અસંગઠિત ક્ષેત્રમાં બેરોજગારીને દૂર કરવી સરકાર માટે મોટો પડકાર હશે.
3. સ્ટૉક માર્કેટમાં ઉછાળો
અરુણ કુમાર કહે છે કે આપણું સ્ટૉક માર્કેટ વધારે ઉછળી રહ્યું છે. તેનું કારણ એ છે કે એક પોર્ટફોલિયો રિએડજસ્ટમેન્ટ થયો છે. અન્ય સેક્ટર જેવાં કે રિયલ એસ્ટેટમાં તેજી ન હોવાથી લોકો શેરબજારમાં રૂપિયા રોકી રહ્યા છે. તેમનું અનુમાન છે કે એવું પણ થઈ શકે છે કે સ્ટૉક માર્કેટ અચાનક ધરાશાયી થાય અને વેપારીઓને નુકસાન સહન કરવાનો વારો આવી શકે.

9:30 નાણાકીય વર્ષનો અર્થ શું થાય?
ભારતમાં નાણાકીય વર્ષની શરૂઆત પહેલી એપ્રિલથી થાય છે અને 31 માર્ચે તે પુરું થાય છે.
આ વર્ષનું બજેટ 2019નાં નાણાકીય વર્ષનું હશે, જે પહેલી એપ્રિલ, 2018થી 31 માર્ચ, 2019ના સમયગાળાને દર્શાવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતની સરકાર કેલેન્ડર યર (જાન્યુઆરીથી ડિસેમ્બર) નાણાકીય વર્ષને બનાવવા ઈચ્છે છે. એ પરિવર્તન થાય છે કે નહીં તે જોવાનું રહેશે.

9:15 નાણાંપ્રધાન પોતાના નિવાસસ્થાનેથી નીકળી નાણાંવિભાગમાં પહોંચ્યા. અહીંથી તેઓ સંસદમાં બજેટ રજૂ કરવા માટે જશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 11

9:10 નાણાંપ્રધાન અરુણ જેટલી આજે લોકસભામાં વર્તમાન સરકારનું ચોથું બજેટ રજૂ કરશે.

9:00 બજેટ એટલા માટે વધારે મહત્ત્વનું બની રહેશે કારણ કે ગૂડ્ઝ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) લાગુ કરાયા બાદનું આ પહેલું બજેટ છે.
બજેટમાં આગામી નાણાકીય વર્ષ માટેની સરકારની આવક અને ખર્ચની માહિતી આપવામાં આવે છે એ જાણીતી વાત છે પણ બજેટમાં વારંવાર સાંભળવા મળતા કેટલાક શબ્દોનો અર્થ બધા જાણતા નથી.
બજેટની રજૂઆત વખતે જે અનેક વખત સાંભળવા મળશે એ નાણાકીય પરિભાષાના પાંચ શબ્દોનો અર્થ જાણી લો.

ઇમેજ સ્રોત, Getty Images
1. નાણાકીય વર્ષ
આ વર્ષનું બજેટ 2019ના નાણાકીય વર્ષનું હશે, જે પહેલી એપ્રિલ, 2018થી 31 માર્ચ, 2019ના સમયગાળાને દર્શાવે છે.
ભારતમાં નાણાકીય વર્ષની શરૂઆત પહેલી એપ્રિલથી થાય છે અને 31 માર્ચે તે પુરું થાય છે.
2. રાજકોષીય ખાધ
સરકારની કુલ મહેસુલી આવક કરતાં કુલ ખર્ચ વધી જાય ત્યારે રાજકોષીય ખાધ સર્જાતી હોય છે. તેમાં બોરોઇઁગ્ઝ એટલે કે સરકારે લીધેલી લોનનો સમાવેશ થતો નથી.
2017માં બજેટ રજૂ કરતી વખતે અરુણ જેટલીએ એવી જાહેરાત કરી હતી કે 2017-18ના નાણાકીય વર્ષ માટે કુલ ઘરેલુ ઉત્પાદન(જીડીપી)ના 3.2 ટકા રાજકોષીય ખાધનું લક્ષ્યાંક હાંસલ કરવાની સરકારને આશા છે.
3. વ્યક્તિગત આવકવેરાની મુક્તિમર્યાદા
વાર્ષિક અઢી લાખથી ઓછી આવક ધરાવતા નાગરિકોને હાલ આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવી છે.
જોકે, વ્યક્તિગત આવકવેરાની મુક્તિમર્યાદામાં વધારો કરવા સરકાર વિચારતી હોવાનું અનુમાન છે.
4. પ્રત્યક્ષ અને પરોક્ષ કર
પ્રત્યક્ષ કર એટલે નાગરિકો દ્વારા સરકારને સીધો ચૂકવવામાં આવતો વેરો. એ વેરો વ્યક્તિએ તેમની વ્યક્તિગત આવક સંબંધે ચૂકવવાનો હોય છે. તેને અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરી શકાતો નથી.
પ્રત્યક્ષ કરમાં ઇન્કમ ટેક્સ, વેલ્થ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સનો સમાવેશ થાય છે.
પરોક્ષ કરમાં ચૂકવણીનો બોજ અન્ય વ્યક્તિ પર ટ્રાન્સફર કરી શકાય છે.
5. લૉન્ગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ
કોઈ રોકાણકારને તેણે જે શેર ખરીદ્યા હોય તેની ખરીદીની તારીખના એક વર્ષથી ઓછા સમયમાં જે લાભ થાય તેના પર વસૂલવામાં આવતા કરને શોર્ટ ટર્મ કેપિટલ ગૅઈન કહેવામાં આવે છે.
વર્તમાન વ્યવસ્થા અનુસાર, શૉર્ટ ટર્મ કેપિટલ ગૅઈન્સ ટેક્સનો દર 15 ટકા છે.
એક વર્ષથી વધુ સમય સુધી જાળવી રાખેલા શેર પર થતા કેપિટલ ગૅઈનને લૉન્ગ ટર્મ કેપિટલ ગેઈન તરીકે ઓળખવામાં આવે છે. એ કેપિટલ ગૅઈન કરમુક્ત છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો