શિક્ષણ : IIMsમાં અનામતની નીતિનો અમલ કેમ નથી થતો?

    • લેેખક, ઈમરાન કુરેશી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ભારતમાં તાજેતરમાં જ પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ. પરંતુ તેમ છતાં કેટલીક સંસ્થાઓમાં હજી પણ બંધારણના મૂળભૂત સિદ્ધાંતો અમલમાં મૂકવા બાબતે અવગણના કરવામાં આવી રહી છે.

જેમાં ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રમાં જરૂરિયાતમંદ લોકો માટે અનામતનો મુદ્દો મોખરે છે.

આ અંગેનું ઉદાહરણ પ્રકાશમાં આવ્યું છે. વળી તે દેશની સૌથી ઉચ્ચ કક્ષાની શૈક્ષણિક સંસ્થાઓમાં જોવા મળ્યું છે.

ઉચ્ચ શિક્ષણ આપતી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIMs)માં આ બાબત સપાટી પર આવી છે.

સમગ્ર બાબતને કારણે સર્જાયેલા માહોલને કારણે સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા હાઈકોર્ટના હસ્તક્ષેપથી આ અંગે કાનૂની સુધારની માંગણી કરવામાં આવી છે.

વર્ણભેદનું પરિબળ

IIM-બેંગલુરુના સેન્ટર ફોર પબ્લીક પોલીસીના દીપક મલ્ઘાને બીબીસીને જણાવ્યું, "તમામ IIMમાં ફેકલ્ટીના સામાજિક રચનામાં લોકતાંત્રિક માળખું નથી જણાતું."

"ખરેખર તે એક વર્ણભેદના શાસનનું ચિત્ર છે."

દેશની તમામ IIMsમાં મોટા ભાગે આરટીઆઈ દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ પરથી દીપક મલ્ઘાન અને તેમના સહકર્મી સિધ્ધાર્થ એક તારણ રજૂ કર્યું.

આ તારણમાં મળેલા આંકડાથી તમામ પૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષણ ક્ષેત્રમાં રહેલા અન્યોને ઘણું આશ્ચર્ય થયું.

તમને આ પણ વાંચવું ગમશે

દીપક મલ્ઘાને ઉમેર્યું, "97 ટકા કાયમી ફેકલ્ટી સમાજના એવા વર્ગમાંથી આવે છે, જેમનું ભારતીય સમાજમાં પાંચ કે છ ટકાથી પણ ઓછું પ્રતિનિધિત્વ છે."

"આપણે ગેરવાજબી બાબતનો બચાવ કરવા માટે સ્વેચ્છાએ સંસ્થાની સ્વાયત્તતાનો વિચાર વાપરીને બંધારણના ઉદ્દેશ્યનું ઉલ્લંઘન કર્યું છે."

ફેકલ્ટીમાં અનુસૂચિત જાતિનું ઓછું પ્રમાણ

તેમના અભ્યાસ મુજબ દેશની તમામ 13 આઈઆઈએમમાં કુલ 642 ફેકલ્ટીમાં માત્ર ચાર જ સભ્ય અનુસૂચિત જાતિના છે.

તેમાં અનુસૂચિત જાતિમાંથી એક જ સભ્ય છે, જ્યારે 17 ઓબીસી સભ્ય છે.

હાઈકોર્ટમાં IIM-અમદાવાદમાં ચાલતા ડૉક્ટરેટ પ્રોગ્રામ્સમાં આરક્ષણ નહીં હોવાની બાબત સામે સવાલ કરતી પિટિશનના અરજીકર્તા અનિલ વાગડેએ કહ્યું, "જાતિ અને વર્ગની દૃષ્ટિએ IIM માત્ર ધનવાન લોકોનું ક્લબ બની ગઈ છે."

અનિલ વાગડે અલમ્ની (ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું જૂથ) એસોસિયેશનના સભ્ય પણ છે.

આરક્ષણ નહીં

IIM-અમદાવાદે આરક્ષણની નીતિની સૂચના પ્રકાશિત કર્યા વગર જ ડૉક્ટરેટ પ્રોગ્રામ માટે અરજીઓ મંગાવી હતી.

જેને લીધે સમગ્ર મામલે હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. આ કાર્યક્રમ હેઠળ મેનેજમેન્ટમાં ફેલોશીપ ઓફર કરવામાં આવે છે.

તેમાં આરક્ષણની નીતિનું પાલન નહોતું કરવામાં આવ્યું. ફેકલ્ટી તરીકે જોડાવા માટે ડૉક્ટરેટ જરૂરી માપદંડ છે.

પણ IIM મેનેજમેન્ટના અભ્યાસક્રમ માટે અનામતની નીતિનું પાલન કરે છે.

જો કે આ અભ્યાસક્રોમાં પણ અનામત બાબતે ફરિયાદો ઊઠી છે.

તેમાં પણ ભેદભાવની ફરિયાદ જોવા મળી છે.

ઉપરોક્ત વાત ઓળખ નહીં જણાવવાની શરતે વિદ્યાર્થીઓ દ્વારા કહેવામાં આવી છે.

જોકે મુદ્દો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણમાં સહાય કરવા માટે મદદ પૂરી પાડવાથી કંઈક વધુ ગંભીર છે.

વ્યાપક નુકશાન

દીપક મલ્ઘાને કહ્યું, "તમને મેરીટવાળી બેઠક છીનવી લેનાર તરીકે જોવામાં આવે છે."

"આથી બે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એક ફેલોશીપ માટે સંઘર્ષ અને એમબીએમાં તમારે આ સંઘર્ષ નથી કરવો પડતો પણ તમારો સમાવેશ એક સમસ્યા હોય છે."

આમ સામાજિક વિવિધતામાં વિક્ષેપ દેશના અર્થતંત્રને વ્યાપકપણે કેવી રીતે અસર કરી શકે?

આ અંગે તેમણે કહ્યું, "મૂળભૂત રીતે આ પરિબળ દરેકને આર્થિક રીતે નિર્બળ બનાવે છે."

"તેનાથી માત્ર ગરીબ વર્ગના લોકોને જ અસર નથી થતી."

"આનાથી વેપાર, સરકાર અને સમાજ સાથેના સંવાદને સમજવામાં પણ અસર થાય છે."

"કેમકે આ બિઝનેસ સ્કોલરશીપનો મુખ્ય ભાગ છે."

"આપણી સંયુક્ત સમજ જ નબળી થઈ જાય છે. કોઈ પણ વિશ્વવિદ્યાલયનું લક્ષ્ય એક નવી દિશા પર પ્રકાશ પાડવા સક્ષમ હોય છે."

"આમ ઉપરોક્ત બાબત આપણી વૈશ્વિક સમજ પણ નબળી બનાવે છે."

2018-19થી અનામત નીતિ

હાલ માત્ર IIM બેંગલોર અને IIM ઇન્દોર ફેલોશીપ પ્રોગ્રામમાં વર્ષ 2018-19થી આરક્ષણ નીતિ આપનાવવા તૈયાર થયું છે.

ત્રિચી પણ અમલ કરે એવું લાગી રહ્યું છે, એવું તેમનું કહેવું છે.

ફેલોશીપ પ્રોગ્રામમાં IIMમાં આ નીતિ કેમ લાગુ નહીં કરવામાં આવી તે મામલે IIM-બેંગલોરના ડાયરેક્ટર પ્રો. જી. રઘુરામે ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો.

તેમણે કહ્યું, "હું અનામતની નીતિ કેમ લાગુ કરવામાં નહીં આવી તેના વિશે ન કહીં શકું. પણ અમને સમાવિષ્ટ માળખું અને નીતિ અપનાવાની જરૂર હોવાનું અનુભવાયું છે."

"કેંદ્રિય માનવ સંસાધન મંત્રાલયે પણ કેટલાક સમય પહેલાં આવું જ કહ્યું હતું."

"આથી વાજબી નીતિ માટે અમે IITમાં કઈ રીતે નીતિ લાગુ કરવામાં આવી છે તેનો અભ્યાસ કર્યો છે."

"આથી અમે તેને આગામી શૈક્ષણિક વર્ષથી અમલમાં લાવી રહ્યા છીએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો