ઉઝબેકિસ્તાનની રસપ્રદ 'બુઝકશી' રમત

ઘોડાની પીઠ પર બેસીને રમવામાં આવતી આ રમતને 'બુઝકશી' રમત કહેવામાં આવે છે. ઉઝબેકિસ્તાનમાં એને 'કુપકરી' પણ કહેવામાં આવે છે.

તુર્કી ભાષામાં 'કુપ'નો મતલબ 'ઘણા બધા' થતો હોય છે અને ફારસીમાં 'કરી'નો મતલબ 'કામ' થતો હોય છે. એટલે 'કુપકરી'નો મતલબ ઘણાબધા લોકોનું કામ થાય છે.

ઉઝબેકિસ્તાનમાં કુપકરી સ્પર્ધાને 'ઉલાક' પણ કહેવામાં આવે છે.

ઉઝબેકિસ્તાનની ફોટોગ્રાફર અને ડૉક્યુમેન્ટરીમેકર યૂમીદા અખમેદોવાએ હાલમાં જ મધ્ય એશિયાના આ ખૂબ જ લોકપ્રિય ખેલની કેટલીક દિલચસ્પ ફોટો કૅમરામાં કેદ કરી છે.

પોલોની જેમ બુઝકશીની રમતમાં પણ ખેલાડીઓ ઘોડા પર સવાર થાય છે. પરંતુ આમાં બૉલની જગ્યાએ બકરી અથવા ઘેંટાનાં શબનો ઉપયોગ થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો