You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોશિયલ: પૂર્વોત્તરમાં ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત
ચૂંટણી પંચે ઉત્તરપૂર્વના ત્રણ રાજ્યો મેઘાલય, ત્રિપુરા અને નાગાલેન્ડમાં ચૂંટણીની તારીખો જાહેર કરી છે.
આ ત્રણેય રાજ્યોમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે એવું મુખ્ય ચૂંટણી અધિકારી એ.કે. જોતીએ જણાવ્યું છે.
પ્રથમ તબક્કામાં ચૂંટણી ત્રિપુરામાં થશે. અહીં 18 ફેબ્રુઆરી 2018ના રોજ રવિવારના દિવસે મતદાનની પ્રક્રિયા યોજાશે.
જ્યારે મેઘાલય અને નાગાલૅન્ડમાં બીજા તબક્કામાં ચૂંટણી યોજવામાં આવશે.
આ બન્ને રાજ્યોમાં મતદાન 27 ફેબ્રુઆરી 2018ના રોજ મંગળવારના દિવસે યોજાશે.
તમને આ પણ વાંચવું ગમશે
આ ત્રણેય રાજ્યોમાં થયેલા મતદાનની ગણતરી 3 માર્ચ 2018ના રોજ શનિવારના દિવસે કરવામાં આવશે અને એ જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે.
ઉપરોક્ત ત્રણે રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીઓમાં ઇવીએમ સાથે વીવીપીએટીનો ઉપયોગ કરવામાં આવશે.
ત્રણ રાજ્યોમાં 60 પૉલિંગ સ્ટેશન્સ એવા હશે જે ઈવીએમના પરિણામની ગણતરી વીવીપીએટી મશીનોના આંકડા સાથે સરખાવવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉપરોક્ત ત્રણે રાજ્યોમાં આચારસંહિતા તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવી છે.
તો અનિચ્છનીય ઘટના બનતી અટકાવવા સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી (કલોઝડ સરકીટ ટેલિવિઝન) કેમેરા લગાવવામાં આવશે.
સાથેસાથે એવા મતદાન મથકો અને ગણતરી કેન્દ્રો પણ બનાવવામાં આવશે, જેનું સંચાલન સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા કરવામાં આવે.
દરેક રાજ્યમાં ઓછામાં ઓછું આવું એક કેન્દ્ર ઉભું કરવામાં આવશે.
સોશિયલ પર પ્રતિક્રિયા
ચૂંટણીની જાહેરાત થતાં જ સોશિયલ મીડિયા પર પણ લોકોએ મોટા પ્રમાણમાં પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.
ટ્વિટર પર #assemblyelections2018 ટ્રેન્ડ થવા લાગ્યો હતો.
@barbieafsana નામની ટ્વિટર યુઝરે લખ્યું કે ચૂંટણીની જાહેરાત થઈ છે. તેથી ફરીથી હવે મંદિર-મસ્જિદ, બાબર-ઓરંગઝેબ, તાજમહેલ-તેજોમહાલય, ચીન-પાકિસ્તાન, રોહિંગ્યા મુસલમાન-હિંદું જેવા નામો સંભળાવા લાગશે.
યુઝરના મતે 'આઈટી સેલના લોકોને પણ હવે ફરીથી ઑવર ટાઇમ કરવું પડશે.'
દિપ્તી શેઠ નામની યુઝરે લખ્યું, 'રાહુલ ગાંધીના વધુ એક નૈતિક વિજય માટે ભારત તૈયાર કરી લો.'
@sachinitp નામના યુઝરે લખ્યું,
@sbansalsidharth નામના યુઝરે લખ્યું, 'એક વર્ષ પહેલા ઉત્તરપ્રદેશમાં 'કેસરીયા હોલી' રમી હતી. આ વખતે પૂર્વોત્તરમાં રમીશું.'
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો