નેતન્યાહૂ-મોદીએ 'icreate'નું કર્યું ઉદ્ઘાટન નેતન્યાહૂએ કહ્યું જય હિંદ - જય ભારત

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ તેમની ભારત મુલાકાત દરમિયાન ગુજરાતની મુલાકાતે છે. તેમની સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ છે.
અમદાવાદમાં છેલ્લાં બે વર્ષમાં ચીનના રાષ્ટ્રપતિ અને જાપાનના વડાપ્રધાન આવી ચૂક્યા છે. હવે ઇઝરાયલના વડાપ્રધાનની આ મુલાકાત છે.
3:00 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ iCREATEની શરૂઆત માટે પ્રો. એન વી વસાણીને યાદ કર્યા
દેવ ધોલેરા ખાતે iCREATE (આઈક્રિએટ)ના લોકાર્પણ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંસ્થાની શરૂઆતમાં પાયારૂપ કામ કરનારા પ્રો. એન વી વસાણીને પણ યાદ કર્યા હતા. પ્રો. વસાણી ગુજરાત યુનવર્સિટીના વાઇસ ચાન્સેલર અને ગુજરાત સરકારના વૈજ્ઞાનિક સલાહકાર પણ હતા.
તેમણે કહ્યું, “હું નેતાન્યાહૂનો આભારી છું કે તે અહીં ગુજરાત આવ્યા. એમની હાજરીમાં આઈ ક્રિએટના કેમ્પસના લોકાર્પણમાં એક ખેડૂતને બીજ વાવ્યા બાદ તેનું વટવૃક્ષમાં રૂપાંતર થાય ત્યારે જે લાગણી થાય તેવી લાગણી થઈ રહી છે.”
“કોઈ પણ સંસ્થાનું મહત્ત્વ એના જન્મના સમયે ન આંકી શકાય. આજે ગુજરાત ફાર્માસ્યુટિકલ્સમાં દુનિયામાં અગ્રેસર છે તેની પાછળ આજથી 60 વર્ષ પહેલાં અમદાવાદના કેટલાંક વિઝનરી ઉદ્યોગપતિઓએ સ્થાપેલી દેશની પહેલી ફાર્મસી કોલેજનો ફાળો અવગણી શકાય તેવો નથી.”
“અમે એવી જ અપેક્ષા iCREATEમાંથી તૈયાર થઈને નીકળનારા યુવા ઉદ્યોગસાહસિકો પાસે રાખી રહ્યા છીએ કે તેઓ ઇનોવેશનના ક્ષેત્રમાં ભારતનું નામ પૂરા વિશ્વમાં રોશન કરે.”

2:15 નેતન્યાહૂનું જય હિંદ- જય ભારત
સાબરમતી આશ્રમ બાદ બન્ને દેશોના વડાપ્રધાન દેવ ધોલેરા પહોંચ્યા હતા. અહીં આઈક્રિએટ સંસ્થાનું લોકાર્પણ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહીં નેતન્યાહૂએ તેમના ભાષણમાં કહ્યું કે તે અને મોદી વિચારોથી યુવાન છે. તેમણે કહ્યું કે, “મોદી મારા મિત્ર છે અને તે માને છે કે ટેક્નોલૉજીની મદદથી સુંદર ભવિષ્યનું નિર્માણ થઈ શકશે. હું પણ એ ચોક્કસપણે માનું છું કે મોદીની ઇન્ક્લુસિવ ટેક્નોલૉજીના વિચારથી બધાનો વિકાસ થઈ શકશે.”
નેતન્યાહૂએ જય હિંદ - જય ભારત કહીને તેમનું ભાષણ પૂરું કર્યું હતું.

13:50 અમદાવાદના યહૂદીઓ
ગુજરાતના લોકોમાં ઇઝરાયલના પીએમ નેતન્યાહૂની મુલાકાતને લઈને ઉત્સાહ છે પરંતુ ગુજરાતમાં વસતા યહૂદીઓ શું કહે છે?

13:30 'icreate' સંસ્થાનનું લોકાર્પણ
પીએમ મોદી અને પીએમ નેતન્યાહૂએ ધોલેરામાં 'icreate' સંસ્થાનનું લોકાર્પણ કર્યું. 'icreate' સંસ્થાન ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન માટે તૈયાર કરવામાં આવ્યું છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1

13:00 નેતન્યાહૂ વિશે 15 જાણવા જેવી વાતો
ઇઝરાયલમાં સત્તાની ટોચે પહોંચેલા નેતન્યાહૂને એક મજબૂત નેતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે જાણો તેમના વિશે પંદર રસપ્રદ વાતો.

12:42 ધોલેરા જવા નીકળ્યો કાફલો
અમદાવાદથી બન્ને વડાપ્રધાન વાયુસેનાના હેલિકૉપ્ટરમાં ધોલેરા જવા રવાના થયા. ધોલેરામાં વડાપ્રધાન મોદી અને ઇઝરાયલના પીએમ નેતન્યાહૂ 'icreate' સંસ્થાનનું લોકાર્પણ કરવામાં આવશે. અહીંથી જ ઇઝરાયલના પીએમ ભારતને ખારા પાણીને મીઠું કરનારી જીપ વીડિયો કોન્ફરન્સથી ભેટ કરશે.

12.32 પીએમ મોદીનું ટ્વીટ
ભારતના વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને ઇઝરાયલના પીએમ અને તેમના પત્નીને ગુજરાત વતી આવકાર્યા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2

12:15 વિઝિટર બુકમાં ઇઝરાયલી પીએમના હસ્તાક્ષર
સાબરમતી આશ્રમની વિઝિટર બુકમાં ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ સંદેશો લખ્યો હતો. તેમણે માનવતાના સપૂતના આશ્રમમાં તેમની મુલાકાતને પ્રેરણાદાયી ગણાવી હતી. તેમના પત્ની સારા નેતન્યાહૂએ પણ સંદેશો લખ્યો હતો. જે બાદ સાબરમતી આશ્રમથી આ કાફલો રવાના થયો હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3

12:10 અમદાવાદના આકાશમાં બન્ને પીએમનો પતંગ
ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ સાબરમતી આશ્રમમાં પતંગ ચગાવી રહ્યા છે. મોદીએ નેતન્યાહૂને પતંગ અને ફીરકી વિશે જણાવ્યું હતું. કઈ રીતે આ પતંગ ચગાવાય તે પણ સમજાવ્યું. આ પહેલાં તેઓએ, તેમના પત્નીએ અને વડાપ્રધાન મોદીએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પહેલાં હૃદયકુંજની બહાર ત્રણેય મહાનુભવો બેઠા હતા. એ સમયે વડાપ્રધાન મોદીએ બન્ને મહેમાનોને સાબરમતી આશ્રમ વિશે માહિતી આપી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4

12:00 સાબરમતી આશ્રમમાં કાંત્યુ રૂ
સાબરમતી આશ્રમ પહોંચેલા બેન્જામિન નેતન્યાહૂ, તેમના પત્ની અને વડાપ્રધાન મોદીને સૂતરની આંટીથી આવકારવામાં આવ્યા. ત્યારબાદ તેમણે હૃદયકુંજની મુલાકાત લીધી. જ્યાં નેતન્યાહૂ દંપતીએ રૂ કાંત્યુ હતું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5

11:56 ગાંધીઆશ્રમ પહોંચ્યો રોડ શો
ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચનાર બેન્જામિન નેતન્યાહૂ અને તેમના પત્નીને વડાપ્રધાન મોદી મહાત્મા ગાંધી વિશે માહિતી આપશે. જુઓ બીબીસી ગુજરાતીની ખાસ રજૂઆત - સાબરમતી આશ્રમમાં પ્રતિબિંબિત થતાં પાંચ ગાંધી મૂલ્યો.
11:47 કાફલો રિવરફ્રન્ટ પર
લગભગ 9 કિલોમીટર લાંબા રોડ શોમાં બન્ને વડાપ્રધાન સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા છે. હજુ સુધી લોકોને બન્ને વડાપ્રધાનની ઝલક જોવા મળી નથી. અત્યાર સુધી પીએમ મોદી સાથે જે પણ વૈશ્વિક નેતા અમદાવાદ આવ્યા છે ત્યારે તેમણે રિવરફ્રન્ટની મુલાકાત લીધી જ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 6

11:45 'સુપરપાવર' ઇઝરાયલ
ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ ભારતની મુલાકાતે છે ત્યારે એ જાણવું ઘણું રસપ્રદ છે કે કચ્છ કરતાં અડધું ઇઝરાયલ કેવી રીતે બન્યું 'સુપરપાવર'?

11:40 ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
બે દેશોના વડાપ્રધાન અમદાવાદના રસ્તા પર નીકળ્યા છે ત્યારે સુરક્ષાની વ્યવસ્થા કડક રાખવામાં આવી છે. ખુલ્લી જીપમાં નહીં પણ બંધ કારમાં રોડ શો કરવામાં આવી રહ્યો છે.

11:33 લોકોમાં ઉત્સાહ
રોડ શોને લઈ કલાકારોમાં અને લોકોમાં ખાસ્સો ઉમળકો જોવા મળ્યો હતો. આ રોડ શો પહેલાં બીબીસી સંવાદદાતા સાગર પટેલે લોકો સાથે વાત કરી હતી.
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ

11:28 મોદી-નેતન્યાહૂનો રોડ શો શરૂ
ભારતના વડાપ્રધાન અને ઇઝરાયલના વડાપ્રધાન મોદીનો રોડ શો અમદાવાદના એરપોર્ટથી શરૂ થયો છે. ખુલ્લી જીપમાં નરેન્દ્ર મોદી, બેન્જામિન નેતન્યાહૂ અને તેમના પત્ની સારા લોકોનું અભિવાદન ઝીલશે. આ રોડ શો ગાંધી આશ્રમ સુધીનો છે. આ રોડ શોમાં ભારતીય સંસ્કૃતિની ઝલક પીએમ નેતન્યાહૂને દર્શાવાશે.

11:22 નેતન્યાહૂનું સ્વાગત
ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂનું અને તેમના પત્નીનું ભારતના વડાપ્રધાન મોદીએ સ્વાગત કર્યું.

ઇમેજ સ્રોત, TWITTER

11:20 રોડ શો માટે પૂરી તૈયારી
કલાકારો સ્ટેજ પર તૈયારી સાથે બન્ને વડાપ્રધાનની રાહ જોઈ રહ્યા છે.

આ રોડ શો માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે.

11:10 થોડી વારમાં મોદી અને નેતન્યાહૂનો રોડ શો
પીએમ મોદી અને પીએમ નેતન્યાહૂ રોડ શો કરશે. આ રોડ શો માટે એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી 50 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે. જેમાં વિવિધ કલાકારો પરંપરાગત નૃત્યો કરશે. આ રોડ શો માટે અમદાવાદમાં લોકો ભારત અને ઇઝરાયલના ધ્વજ સાથે પહોંચ્યા હતા.
આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
Instagram કન્ટેન્ટ પૂર્ણ
11:00 નેતન્યાહૂ અમદાવાદ પહોંચ્યા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદમાં આગમન બાદ હવે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પણ અમદાવાદ આવી પહોંચ્યા છે.

10:30 મોદીનું અમદાવાદમાં આગમન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ ખાતે આવી ચૂક્યા છે. મોદીને આવકાર માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી એરપોર્ટ ખાતે હાજર હતા. થોડીવારમાં ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ પણ અમદાવાદ ખાતે આવી પહોંચશે.

10:00 વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને મુલાકાતના કાર્યક્રમની માહિતી આપી હતી. તેમણે લખ્યું હતું 'પીએમ નેતન્યાહૂ તેમની મુલાકાત બાદ ગુજરાતના આતિથ્યપણાનો અનુભવ કરશે. અમે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપીશું.'
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 7
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો