ભારત સરકારે બંધ કરી હજ સબસિડી હવે શું?

હજ યાત્રીઓની પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

કેંદ્ર સરકારે હજયાત્રા પર આપવામાં આવતી સબસિડી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ વર્ષે ભારતથી 1.75 લાખ મુસલમાન યાત્રાળુઓ હજ માટે જશે.

કેંદ્રીય લઘુમતી મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીએ જાહેરાત કરી છે કે, કેંદ્ર સરકારે આ વર્ષથી ભારતથી હજ યાત્રાએ જનારા યાત્રાળુઓને આપવામાં આવતી સબસિડી બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

તેમણે એક નિવેદનમાં જણાવ્યું, “આઝાદી પછી સૌથી મોટી સંખ્યામાં 1.75 લાખ હજયાત્રીઓ આ વર્ષે ભારતથી હજ માટે જશે.

તમને આ વાંચવું પણ ગમશે:

હજ સબસિડીને બંધ કર્યા બાદ બચનારી રકમનો સમાજના શૈક્ષણિક સશક્તિકરણ માટે ઉપયોગ થશે.

ખાસ કરીને છોકરીઓ, નાના બાળકો અને મહિલાઓના શૈક્ષણિક સશક્તિકરણ માટે એ નાણાંનો ઉપયોગ કરવામાં આવશે. જેથી જે સમાજ શૈક્ષણિક ક્ષેત્રમાં પછાત છે, તેને શિક્ષાના માધ્યમથી સમાનતાનો અનુભવ કરાવી શકાય. તેનું સશક્તિકરણ કરાવી શકાય. એટલા માટે જ હજ સબસિડી બંધ કરી દેવામાં આવી છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

સબસિડી બંદ કરીને સરકાર ખોટું કરી છે, તેવો સંદેશો નહીં જાય? આ પ્રશ્નના જવાબમાં કેંદ્રીય મંત્રીએ કહ્યું, “જ્યારે આપણે ‘ડેવલપમેન્ટ વિથ ડિગ્નિટિ’ કહેતા હોઈએ ત્યારે ‘હજ વિથ ડિગ્નિટિ’ પણ હોવી જોઇએ. એટલે હજ સબસિડીથી મુસલમાનનો કોઈ ફાયદો નહોતો થતો, માત્ર કેટલીક એજન્સીઓનો જ ફાયદો થતો હતો.

તો મુસલમાનો હજયાત્રાએ કેવી રીતે જશે આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, “અમે તેના માટે ખૂબ સાર્થક વ્યવસ્થા કરી છે. અમે એમ્બાર્ગેશન પોઇન્ટ્સ પર પણ ખૂબ વિકલ્પો આપેલાં છે, જ્યાંથી સસ્તા દરે પણ લોકો હજ યાત્રા કરી શકે.

આવનારા દિવસોમાં લોકો જળમાર્ગે પણ હજયાત્રાએ જઈ શકે તેના માટેની વ્યવસ્થા શરૂ કરીશું.”

line

જળમાર્ગે હજયાત્રાએ જવાનો વિકલ્પ

હજ યાત્રીઓની પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 2012માં જ સુપ્રીમ કોર્ટે કેંદ્ર સરકારને વર્ષ 2022 સુધીમાં તબક્કાવાર હજ સબસિડી બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

સરકારે કહ્યું કે હજ યાત્રાનો ખર્ચ વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને મુસલમાનો જળ માર્ગે જહાજ મારફતે મક્કા જવાનો વિકલ્પ આપવામાં આવશે.

ઘણા મુસ્લિમોનું માનવું છે કે, હજ સબસિડીના નામે ખરેખર તો મુસલમાનોને મૂર્ખ બનાવવામાં આવે છે.

તેમનું કહેવું છે કે, હજ એક લાંબી પ્રક્રિયા છે અને સબસિડી તો માત્ર હવાઈ યાત્રાના ભાડામાં જ મળે છે.

તેમના જણાવ્યા અનુસાર સબસિડીના નામે ખરેખર તો ભારતની રાષ્ટ્રીય એરલાઇન્સ એર ઇન્ડિયાને કારોબાર આપવામાં આવે છે.

line

હજ સબસિડી શું છે?

હજ યાત્રીઓની પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

દર વર્ષે ભારતથી હજારો મુસ્લિમો સાઉદી અરેબિયા હજ માટે જાય છે. હાજીઓની યાત્રાના ખર્ચનો કેટલોક ભાગ સરકાર સબસિડી સ્વરૂપે આપે છે.

સરકાર તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર હાલમાં પ્રત્યેક હાજીને પોતાની યાત્રા માટે એક નિર્ધારિત રકમ આપવી પડે છે અને હવાઈ યાત્રાનો બાકીનો ખર્ચ સરકાર ઉઠાવે છે.

હાજીઓને લઈ જવાનો કાર્યભાર ભારતનું વિદેશ મંત્રાલય સંભાળે છે.

રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે બનાવવામાં આવેલી હજ કમિટીઓ હાજીઓની અરજીઓથી લઈ યાત્રા સંબંધિત માહિતી આપવાનું કામ કરે છે.

સુપ્રીમ કોર્ટે સરકાર દ્વારા હજ યાત્રા માટે આપવામાં આવતી સબસિડીની ટીકા કરી હતી અને તેને બંધ કરી દેવાનું જણાવ્યું હતું.

કોર્ટે તેને 10 વર્ષની સમય મર્યાદામાં ધીમે-ધીમે બંધ કરવાનો આદેશ આપ્યો હતો.

વર્ષ 2006થી જ વિદેશ મંત્રાલય, પરિવહન અને પ્રવાસન માટે બનેલી એક સંસદીય સમિતિએ હજ સબસિડીને એક સમય સીમાની અંદર બંધ કરવાનુ સૂચન કર્યું હતું.

હજ ઉપરાંત અન્ય ધાર્મિક યાત્રાઓ જેવી કે કૈલાસ-માનસરોવર અને નાનકાના સાહેબ ગુરુદ્વારાની યાત્રા માટે પણ સરકાર સબસિડી આપે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો