You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘તો પરિણામ ભોગવવા તૈયાર રહે ભારત’
ભારતીય ભૂમિદળના વડા જનરલ બિપિન રાવતના નિવેદન સામે પાકિસ્તાને કડક પ્રતિક્રિયા આપી છે.
પાકિસ્તાને ભારતની કોઈ પણ 'સંભવિત કાર્યવાહી'ના સંદર્ભે કહ્યું છે કે, 'તેના પરમાણુ હથિયાર વિશેષ રૂપે પૂર્વ તરફથી આવનારા કોઈ પણ ખતરાને પહોંચી વળવા માટે બનાવવામાં આવ્યા છે.'
આ પહેલા ભારતીય સૈન્યના વડા જનરલ બિપિન રાવે બુધવારે કહ્યું હતું કે, તેમનું સૈન્ય પાકિસ્તાનની 'પરમાણુ ધમકી'ને પહોંચી વળવા સક્ષમ છે અને જો સરકાર આદેશ આપે તો ભારતીય સેના પાકિસ્તાનની સરહદ પાર કરવામાં સંકોચ નહીં કરે.
તમને આ વાંચવું પણ ગમશે:
જનરલ રાવતે એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે અમે પાકિસ્તાનની ધમકી (પરમાણુ)નો જવાબ આપીશું.
જો અમારે ખરેખર પાકિસ્તાનીઓનો સામનો કરવો પડ્યો અને જો અમને એમ કરવાનું કહેવામાં આવશે તો અમે એમ નહીં કહીએ એ કે અમે એટલા માટે સરહદ પાર નહીં કરી શકીએ કારણ કે એમની પાસે પરમાણુ હથિયાર છે. અમે તેમની પરમાણુ ધમકીનો જવાબ આપીશું.
પરમાણુ તાકાત
પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ભારતના કોઈ પણ હુમલાના જવાબમાં વળતી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
તેમણે પાકિસ્તાનની સરકારી ટેલિવિઝન ચેનલ પર કહ્યું, "જો તેઓ આમ કરવા ઇચ્છે તો એ એમની પસંદગી છે. જો તે અમારા ધૈર્યની પરીક્ષા લેવા ઇચ્છે છે તો, તેઓ એમ કરી શકે છે, પરંતુ તેના પરિણામ માટે પણ તૈયાર રહે."
મેજર જનરલ આસિફ ગફૂરે એમ પણ કહ્યું કે જનરલ રાવતની ટિપ્પણી કોઈ આર્મી જનરલ માટે શોભાસ્પદ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આસિફ ગફૂરનું કહેવું છે, "પાકિસ્તાનની પરમાણુ તાકાતને જોતા ભારત કોઈ પારંપરિક યુદ્ધ લડવાની સ્થિતિમાં નથી. પરંતુ અમે એમ પણ માનીએ છીએ કે આ પ્રતિરોધનું એક હથિયાર છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો