પ્રતિભાશાળી વ્યક્તિઓને બોલાવી રહ્યું છે ચીન, ઓનલાઇન થશે વિઝાની પ્રક્રિયા

ઇમેજ સ્રોત, Getty Images
ઉચ્ચ પ્રતિભા ધરાવતા લોકોને ચીને આવકારવાનું શરૂ કર્યું છે. ચીન હવે પ્રતિભાશાળી લોકોને લાંબા ગાળાના વિઝા આપી રહ્યું છે.
ચીનના રાષ્ટ્રીય માધ્યમોના જણાવ્યા અનુસાર આ મલ્ટીપલ-એન્ટ્રી વિઝા પાંચથી દસ વર્ષના ગાળા માટે આપવામાં આવશે.
ચીન આ વિઝા ખાસ કરીને ટેક્નોલૉજિ ક્ષેત્રના તજજ્ઞો, ઉદ્યોગ સાહસિકો અને વૈજ્ઞાનિકોને આપી રહ્યું છે.
આ પ્રકારની લાયકાત ધરાવતા વ્યક્તિ ચીનના લાંબાગાળાના વિઝા માટે અરજી કરી શકે છે.
પરંતુ ચીન શા માટે વિદેશીઓને પોતાના દેશમાં બોલાવી રહ્યું છે?
તમને આ પણ વાંચવું ગમશે
ચીની અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઓછામાં ઓછા 50 હજાર વિદેશીઓને આ યોજનાનો લાભ મળશે.
ચીને આર્થિક અને સામાજિક વિકાસ માટે જે લક્ષ્યાંકો નક્કી કર્યાં છે તેને પૂર્ણ કરવા માટે વિદેશમાંથી નિષ્ણાંતોને બોલાવી રહ્યું છે.

નોબલ પુરસ્કાર વિજેતાઓનું સ્વાગત

ઇમેજ સ્રોત, Getty Images
ચીનની સરકારના જણાવ્યા પ્રમાણે વિઝા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. જે નિઃશુલ્ક છે અને તેની પ્રક્રિયા ઝડપથી કરવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિઝાધારકોને એક સમયે 180 દિવસ સુધી ચીનમાં રહી શકશે અને આ દરમિયાન તેઓ તેમના પાર્ટનર્સ અને બાળકોને લાવી શકશે.
2016માં દેશોમાં આવતા ઓછા કુશળ વિદેશીઓની સંખ્યાને ઘટાડતી વખતે ચીને તેની તરફ આકર્ષિત કરવાના હેતુથી અનેક પ્રકારના કૌશલ્યોને (સ્કિલ્સને) ઓળખવા માટેની એક રેન્કિંગ પદ્ધતિ રજૂ કરી હતી.
2016માં ચીને એક રેંકિગ સિસ્ટમ શરૂ કરી હતી. જેનો ઉદ્દેશ વિદેશમાંથી ચીનમાં આવતા ઓછા કુશળ લોકોની સંખ્યા ઘટાડવાનો અને જરૂરી પ્રતિભાને ઓળખવાનો હતો.
ચીની સરકારના એક દસ્તાવેજ મુજબ જે પ્રકારના લોકોને "હાઇ એન્ડ વિદેશી ટેલેન્ટ" તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
આ શ્રેણીમાં નોબલ પારિતોષિક વિજેતાઓ, સફળ ઓલિમ્પિક એથ્લેટ્સ અને સંગીત ફાઇન આર્ટસ એન્ડ આર્ટ્સની વિશ્વ વિખ્યાત કોલેજોના ડાયરેક્ટરનો સમાવેશ કરવામાં આવે છે.
ટોચના વૈજ્ઞાનિકો, મુખ્ય નાણાકીય સંસ્થાઓના વડાઓ અને વિદેશી ઉચ્ચ-સ્તરની યુનિવર્સિટી અને વિશ્વવિદ્યાલયોના અધ્યાપકોને પણ આમાં આવરી લેવામાં આવ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














