107 વર્ષનાં દાદીની 'હૅન્ડસમ' રાહુલ ગાંધી સાથે પ્રેમકહાણી

એક તરફ છે 107 વર્ષનાં દાદી જેમણે ઘણી પેઢીઓ જોઈ છે. બીજી તરફ છે 47 વર્ષના કોંગ્રેસના યુવા અધ્યક્ષ રાહુલ ગાંધી. બન્નેની ઉંમર વચ્ચે 60 વર્ષનું અંતર છે.

107 વર્ષના આ ઘરડા દાદીએ પોતાના જીવનમાં ઘણું બધું જોયું છે. પણ તેમનું એક સપનું છે કે જે અધૂરું રહી ગયું છે.

એ સપનું છે કોંગ્રેસના નવા અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત.

દીપાલી સિકંદે ટ્વિટર પર પોતાના દાદીની કેક કાપતી તસવીર પોસ્ટ કરી હતી.

ટ્વીટમાં દીપાલીએ લખ્યું હતું, "આજે મારા દાદીનો 107મો જન્મદિવસ છે."

"તેમની બસ એક ઇચ્છા છે- રાહુલ ગાંધી સાથે મુલાકાત. હું જ્યારે તેનું કારણ પૂછું છું તો તેઓ જણાવે છે- તેઓ ખૂબ હૅન્ડસમ છે."

આ ક્યૂટ વાત કહેતા દાદી પર કદાચ લોકોનું ધ્યાન ન જતું, જો રાહુલ ગાંધી આ દાદી માટે ટ્વીટ ન કરતા.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું, "દીપાલી, તમારા સુંદર દાદીને જન્મદિવસ અને ક્રિસમસની ખૂબ શુભેચ્છાઓ આપો. દાદીને મારા તરફથી ગળે પણ લગાવી લો."

તમને આ પણ વાંચવું ગમશે

રાહુલના આ ટ્વીટ પર દીપાલી લખે છે, "રાહુલે દિવસ સુંદર બનાવી દીધો. દાદી સ્મિત આપી રહ્યાં છે."

"રાહુલ ગાંધીએ મારા દાદીને જન્મદિવસની શુભકામનાઓ આપી છે. આવી હોય છે સાચી માનવતા. તમારી દુઆઓ માટે ધન્યવાદ."

રાહુલની દરિયાદિલી કે PR એક્સરસાઇઝ?

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને 107 વર્ષનાં દાદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી તેના પર કેટલાક લોકો સમર્થન આપી રહ્યા છે, તો ઘણા લોકો શંકા વ્યક્ત કરી રહ્યા છે.

ટ્વિટર હેન્ડલ @winwinashwinએ લખ્યું છે, "હું રાહુલ ગાંધીનો પ્રશંસક નથી પણ દુઆ કરું છું કે દાદી સાથે તેમની મુલાકાત થઈ જાય. દુઆ છે કે આ વર્ષ દાદી માટે સ્વસ્થ અને ખુશીઓથી ભરપૂર હોય."

ધ સ્કિન ડૉક્ટર નામના યૂઝરે ટ્વીટ કર્યું, "ભગવાન દાદીને સલામત રાખે પરંતુ આ રાહુલ ગાંધીની પીઆર ડ્રાઇવ છે."

"તસવીર ટ્વીટ કરનારાં મહિલા કોંગ્રેસની સોશિઅલ મીડિયા ટીમના સભ્ય છે. લોકો ઇચ્છે તો મહિલાનું ટ્વિટર અકાઉન્ટ જોઈ શકે છે."

દીપાલીના ટ્વિટર ફીડ પર જો ધ્યાન આપવામાં આવે તો તેમાં કોંગ્રેસના સમર્થન અને ભાજપના વિરોધમાં ઘણાં ટ્વીટ જોવા મળે છે.

હરીશ પણ લખે છે, "આ પીઆર વાળા લોકોનું નાટક છે. આ મહિલા કર્ણાટક કોંગ્રેસ સાથે જોડાયેલા છે."

રાહુલના આ ટ્વીટ પર જેઠમલાણી નામના પેરોડી અકાઉન્ટ પરથી લખવામાં આવ્યું છે, "ભાઈ ક્યારેક અમને પણ જવાબ આપો. લાંબા સમયથી ટ્રોલ કરી રહ્યા છીએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો