સોશિઅલ : 'સોનિયા ગાંધીની નિવૃત્તિ, રાજકારણમાં એક યુગનો અંત'

19 વર્ષ બાદ કોંગ્રેસના અધ્યક્ષ પદની કમાન સોનિયા ગાંધીએ હાલમાં જ પુત્ર રાહુલ ગાંધીને સોંપી છે અને નિવૃત થવાનો નિર્ણય કર્યો છે.

શુક્રવારે સંસદના શિયાળુ સત્રમાં સંસદભવન પહોંચ્યાં બાદ સોનિયા ગાંધીને તેમનાં ભવિષ્ય અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે નિવૃત્તિ વિશે માહિતી આપી હતી.

કોંગ્રેસનાં અધ્યક્ષપદે રાહુલ ગાંધીએ શનિવારે ઔપચારિક રીતે પદભાર સંભાળ્યો હતો.

તમને આ પણ વાંચવું ગમશે

લોકોએ સોશિઅલ મીડિયા પર શું કહ્યું?

ટ્વિટર યૂઝર પ્રદીપ પટેલે ટ્વીટનાં માધ્યમથી જણાવ્યું, "જ્યારે દેશને તમને પહેલાં દિવસ જ નકારી દીધાં હતાં તો કેવું રાજકીય જીવન અને કેવી નિવૃત્તિ."

આ વિશે ટ્વિટ પર યૂઝર હર્ષભારતી10એ જણાવ્યું, "વર્ષ 2004માં જે મહિલાએ ભાજપને હરાવ્યું તેઓ હવે આ સમયે ખસી ગયાં છે અને રાહુલ ગાંધીને આગળ કરી રહ્યાં છે. જે કોંગ્રેસ માટે ન્યાયસંગત નથી."

ટ્વિટર યૂઝર કેયુર જોશીએ ટ્વિટમાં લખ્યું, "સોનિયા ગાંધી, તમારી નિવૃત્તિ પર મારા તરફથી હાર્દિક અભિનંદન. તમને ભારત માટે યોગદાન આપવા બદલ હંમેશાં માન આપવા અને પ્રશંસા કરવામાં આવશે.

"હું રાહુલ ગાંધીને મારી શુભેચ્છાઓ આપું છું. વધુમાં હું તમને ખુશ અને આરોગ્યવર્ધક નિવૃત્તિની શુભેચ્છા પાઠવું છું."

ટ્વિટર યૂઝર ટૂટા_હુઆ_દિલે લખ્યું, "સોનિયા ગાંધીની નિવૃત્તિ, રાજનીતિમાં એક યુગનો અંત છે અને રાહુલ ગાંધીના ખભા પર એક મોટી જવાબદારી છે."

ટ્વિટર યૂઝર પર્ફિડિઅસ ડૉગે ટ્વિટ કરીને લખ્યું, "શું સોનિયા ગાંધી પોતાના પુત્રથી એટલાં નાખુશ છે કે તેઓ બધુંય ભૂલવા નીકળી જવા માંગે છે? હું તેમને દોષ નથી આપતો. કોઈ પણ મા આવું જ કરે."

ટ્વિટર યૂઝર સુજીત ચૌધરીએ લખ્યું, "સોનિયા ગાંધીની નિવૃત્તિની ઘોષણા બાદ એ વાતનું વિશ્લેષણ થવું જોઈએ કે તેમનાં માટે અભદ્ર, અમર્યાદિત ટિપ્પણી કરનારા કેવા માનસિક રોગનો શિકાર છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો