ગુજરાત ચૂંટણી : બીજા તબક્કાનું મતદાન પૂર્ણ

ઇમેજ સ્રોત, kalpit bhachech
બીજા તબક્કાનું મતદાન પૂર્ણ
ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. બીજા તબક્કામાં કુલ 93 સીટો પર 14 જિલ્લાના લોકોએ મતદાન કર્યું.

મોદીના રોડ શો મામલે દિલ્હીમાં વિરોધ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો સામે કોંગ્રેસે આચાર સંહિતા ભંગની ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી.
જે બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ દિલ્હીમાં આવેલા ચૂંટણી પંચનાં કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
બાદમાં પોલીસે પ્રદર્શન કરી રહેલા લોકોની અટકાયત કરી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1

બપોરના 2 વાગ્યા સુધીનું મતદાન
પાટણ 46.65% આણંદ 48.01%
મહેસાણા 51.57% ખેડા 46.45%
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાબરકાંઠા 56.38% મહિસાગર 49.05%
અરવલ્લી 47.66% પંચમહાલ 47.44%
ગાંધીનગર 45.24% દાહોદ 43.56%
અમદાવાદ 45.14% વડોદરા 48.85%
છોટા ઉદેપુર 41.23%
રાજ્યનું કુલ મતદાન 47.40 ટકા
સૌથી વધુ મતદાન સાબરકાંઠા જિલ્લામાં 56.38 ટકા
સૌથી ઓછું મતદાન છોટા ઉદેપુર જિલ્લામાં 41.23 ટકા

મોદીનાં ગામમાં બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતીએ આજે વડનગરની મુલાકાત લીધી હતી. અમારા પ્રતિનિધિએ અહીં લોકો સાથે વાત કરી હતી.
બીબીસી સાથેની વાતચીતમાં લોકોએ કહ્યું કે હાલ અમૂક વર્ગને જ ફાયદો થયો છે. સી-પ્લેનની વાત કરીએ તો તે માત્ર ટેક્નૉલોજી છે.
પરંતુ સંકટ સમયે એટલે બનાસકાંઠા પૂરની સ્થિતીમાં જેવા સમયે તેનો ઉપયોગ કરવામાં આવે તો તે વિકાસ છે.
દરેક ઘરમાં વ્યક્તિદીઠ આવકમાં વધારો થાય તો તે વિકાસ છે.
અન્ય લોકોએ શું કહ્યું તે માટે જુઓ વીડિયો.
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ, 1

ક્યાં કેટલું મતદાન
ગુજરાતના બીજા તબક્કામાં બપોરના 12 વાગ્યા સુધી સરેરાશ મતદાન 29.30% થયું હતું.
બનાસકાંઠા 26.74% અમદાવાદ 23.92%
પાટણ 29.15% આણંદ 31.18%
મહેસાણા 33.56% ખેડા 29.87%
સાબરકાંઠા 36.56% મહિસાગર 30.96%
અરવલ્લી 31.95% પંચમહાલ 31.49%
ગાંધીનગર 30.23% દાહોદ 32.41%
વડોદરા 32.81% છોટા ઉદેપુર 25.44%
રાજ્યનું કુલ મતદાન 29.30%

અડવાણીએ મતદાન કર્યું
ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણીએ અમદાવાદના જમાલપુર ખાડિયામાં મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં અડવાણી પ્રચાર માટે આવ્યા ન હતા પરંતુ મતદાન કરવા માટે આવ્યા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2

ભાજપે આપ્યો જવાબ
કોંગ્રેસે વડાપ્રધાનના રોડ શો મામલે આચાર સંહિતા ભંગની ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી હતી.
જે બાદ ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવે મીડિયા સમક્ષ વાત કરી હતી અને કોંગ્રેસ પર બેવડાં ધોરણ અપનાવવાના આક્ષેપ કર્યા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3

મોદીના રોડ શો મામલે ફરિયાદ

ઇમેજ સ્રોત, kalpit Bhachech
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો સામે કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે વડાપ્રધાને આચારસંહિતાનો ભંગ કર્યો છે.
રાણીપમાં મતદાન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ-શો કર્યો હતો. જેની સામે કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી છે.
કોંગ્રેસે જણાવ્યું હતું કે ચૂંટણી પંચ વડાપ્રધાનનાં દબાણ હેઠળ કામ કરે છે.

ઇમેજ સ્રોત, Getty Images
કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું, "મોદી અને ભાજપે પરાજય સ્વીકારી લીધો છે. વડાપ્રધાનની હરકતોથી લાગે છે કે તેઓ યેનકેન પ્રકારે ચર્ચામાં રહેવા માગે છે."
"પરંતુ તેઓ ભૂલે છે કે 22 વર્ષનાં કુશાસન બાદ જનતા તેમને નકારી ચૂકી છે. ચૂંટણી પંચે પણ બંધારણીય જવાબદારી નિભાવી નથી."
"મોદી કઠપૂતળી ચૂંટણી પંચ પર દાવ રમી રહ્યા છે પરંતુ તેઓ સફળ નહીં થાય. મોદી બંધારણ અને આદર્શ આચારસંહિતાનો ભંગ કરી રહ્યા છે. છતાંય કોઈ કાર્યવાહી નથી થઈ. જે દેખાડે છે કે ચૂંટણી પંચ મૂક પ્રેક્ષક, કઠપૂતળી બની ગયું છે."
"કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને નોટિસ આપી તથા તેમના ઇન્ટરવ્યૂનું પ્રસારણ કરનારી ચેનલ્સ સામે ફરિયાદ દાખલ કરવાની ચેતવણી આપવામાં આવી હતી. આમ ચૂટણી પંચ બેવડાં ધોરણ અપનાવી રહ્યું છે."
સુરજેવાલાએ ઉમેર્યું હતું કે દેશે 70 વર્ષમાં અગાઉ ક્યારેય આટલા લાચાર અને મૂક પ્રેક્ષક મુખ્ય ચૂંટણી કમિશનર અને પંચ નથી જોયા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4

ચૂંટણીમાં જૂથ અથડાણ
મહેસાણાનાં વિસનગર તાલુકાનાં હસનપુર ગામે ચૂંટણીમાં જૂથ અથડામણ થઈ હતી.
હસનપુર ગામના સરપંચ રામભાઈ પટેલ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.
રામભાઈએ જણાવ્યું હતું કે ચૂંટણીના મુદ્દે ઠાકોરો અને પટેલ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 8 થી 10 લોકોને ઈજા થઈ છે. જેમને વિસનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા છે.

RJ ધ્વનિતે કરી મતદાન કરવાની હાકલ
અમદાવાદના પ્રખ્યાત RJ ધ્વનિતે મતદાન કર્યું હતું. જે બાદ તેમણે મતદારોને મતદાન કરવાની અપીલ કરી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5

મતદાન સાથે સંગીતની મજા
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ, 2
મોદીનો રોડ શો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદનાં રાણીપમાં મતદાન કર્યા બાદ રોડ શો કર્યો હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 6

સવારના 10 વાગ્યા સુધીમાં ક્યાં, કેટલું મતદાન?
મહેસાણા 15.36% આણંદ 13.35%
સાબરકાંઠા 15.59% ખેડા 13.20%
અરવલ્લી 13.58% મહિસાગર 12.93%
ગાંધીનગર 14.91% પંચમહાલ 13.35%
અમદાવાદ 9.64% વડોદરા 12.81%
છોટા ઉદેપુર 11.04%
દાહોદમાંથી ચૂંટણી પંચને માહિતી મળી શકી ન હતી.

મોદી સામાન્ય માણસની જેમ લાઇનમાં ઊભા
અમદાવાદનાં રાણીપમાં મતદાન કરવા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામાન્ય લોકોની જેમ જ લાઇનમાં ઊભા રહ્યા હતા.
બાદમાં તેઓ મતદાન કરવા માટે મતદાન મથકમાં ગયા હતા અને મતદાન કર્યું હતું. મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું હતું.
લોકો મોદીના આવવાની રાહ જોઈ રહ્યા હતા. બીજી તરફ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ઇમેજ સ્રોત, kalpit Bhachech
મતદાન કરવા જતા પહેલાં મોદીએ ટ્વીટ કરીને પોતે મતદાન કરવા જતા હોવાની માહિતી આપી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 7

'આળસ કે બહાના નહીં, મતદાન કરો'
ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસનાં પુત્રી અને ફિટનેસ ટ્રેનર સપના વ્યાસે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ અન્ય લોકોને મતદાન કરવા જવાનો સંદેશો આપ્યો હતો.
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ, 3

કથિત બોગસ મતદાનની શંકા
બનાસકાંઠાના થરાદ તાલુકાનાં જમણા ગામે પોલીસે આઠ લોકોની અટકાયત કરી છે. આ લોકો પર બોગસ મતદાન કરવાની શંકા છે.
આ મામલે મામલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ગામના સરપંચ દેવજીભાઈ રાજપૂતે જણાવ્યું હતું કે કથિત રીતે બોગસ મતદાન કરનારા આ આઠ લોકો જમણા ગામના રહેવાસી નથી. તેઓ બહારગામથી આવ્યા હોવાની શંકા છે.

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આણંદમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 8

હાર્દિક પટેલે મતદાન કર્યું
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે વિરમગામમાં મતદાન કર્યું હતું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 9

અરવલ્લીના વરથુ ગામમાં મતદાન અટક્યું
અરવલ્લી જિલ્લાનાં મોડાસા તાલુકાના વરથુ ગામમાં મતદાન અટકાવવાની ફરજ પડી હતી.
વરથુ ગામના સરપંચ પ્રવીણસિંહે બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે EVMમાં કોંગ્રેસના ઉમેદવારના નામ સામેનાં બટનમાં ખરાબી હોવાની ફરિયાદો મળતા સંબંધિત અધિકારીએ થોડીવાર માટે મતદાન અટકાવ્યું હતું.
તેમણે ઉમેર્યું કે EVM બદલવાની કાર્યવાહી ચાલી રહી છે.

નીતિન પટેલે મતદાન કર્યું
રાજયના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણાના કડીમાં મતદાન કર્યું હતું. તેઓ આ વખતે કોંગ્રેસના જીવાભાઈ પટેલની સામે ચૂંટણી લડી રહ્યા છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 10

પ્રથમ વખત મતદાન
વડોદરા જિલ્લાના અકોટા ગામમાં ડૉ. ઠાકુરભાઈ પટેલ ગર્લ્સ કોમર્સ કોલેજનાં મતદાન મથકમાં પરિતા અને ભૂમિએ પહેલી વખત મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
તેમનું કહેવું છે કે સરકારે શિક્ષણ વ્યવસ્થા પર ખાસ કામ કરવું જોઇએ.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બી બી સ્વેઇને અમદાવાદમાં મતદાન કર્યું હતુ. મતદાન કર્યાં બાદ તેમણે આ રીતે પોઝ આપ્યો હતો.

ઇમેજ સ્રોત, information department gujarat
ઘાટલોડિયા વિધાનસભા બેઠક વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર શશિકાંત પટેલે ત્રણ બૂથ પર EVM સાથે બ્લૂટૂથ કનેક્ટ થતું હોવાની ફરિયાદ કરી હતી.

મહિલા મતદારો
ગોધરામાં બીજા તબક્કાના મતદાનમાં ખાસ કરીને મહિલાઓ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં એક મતદાન મથક પર મહિલાઓ મતદાન માટે લાઇનમાં ઊભી છે.

ઇમેજ સ્રોત, DAKSHESH SHAH

અરૂણ જેટલી લાઇનમાં ઊભા રહ્યા
નાણામંત્રી અરૂણ જેટલી મતદાન કરવા માટે ગુજરાત પહોંચ્યા હતા. અમદાવાદના વેજલપુરમાં મતદાન કરતા પહેલાં અરૂણ જેટલી સામાન્ય નાગરિકની જેમ લાઇનમાં ઊભા રહ્યા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 11

ગોધરામાં EVMમાં ખામી
સ્થાનિક પત્રકાર દક્ષેશ શાહના જણાવ્યા પ્રમાણે, ગોધરામાં ચાર ઈવીએમમાં ખામી સર્જાઈ હતી.
જેના કારણે મતદાન અડધા કલાક જેવું મોડું શરૂ થયું હતું. જોકે, ખામી સર્જાયા બાદ EVMને બદલી દેવામાં આવ્યાં હતા.

શંકરસિંહે મતદાન કર્યું
શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગરનાં વાસણ ગામમાં પોતાનો મત આપ્યો હતો. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસથી અલગ થઈને જનવિકલ્પ મોરચાની સ્થાપના કરી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 12

અમિત શાહે મત આપ્યો
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદમાં મતદાન કર્યું હતું. તેઓ મતદાન કરવા માટે નારણપુરા પહોંચ્યા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 13

50 ઈવીએમમાં ખામી
ગાંધીનગરમાં ચાર EVMમાં સામાન્ય ખામીની ફરિયાદ મળી હોવાનું ચૂંટણી અધિકારીએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. તેમના જણાવ્યા પ્રમાણે આ EVMને બદલી દેવામાં આવ્યાં હતાં.
ચૂંટણી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આણંદમાં 19 EVMમાં ખામીની ફરિયાદ આવી છે. જે બાદ આ બધા ઈવીએમને બદલી દેવામાં આવ્યાં હતાં.
બનાસકાંઠામાં ચાર, ગોધરામાં ચાર, અમદાવાદમાં 15, મહેસાણામાં બે અને અરવલ્લીમાં બે મતદાન મથકોમાં ખામી સર્જાવાની ફરિયાદો મળી છે.
રાજયમાં વિવિધ જગ્યાએ 50 ઈવીએમમાં ખામીની ફરિયાદો મળી છે.

અમદાવાદમાં 15 ઈવીએમમાં ખામી

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદ જિલ્લામાં 15 ઈવીએમમાં ખામી સર્જાવાની ચૂંટણી કંટ્રોલ રૂમને માહિતી મળી છે. કંટ્રોલરૂમ પર હાજર કર્મચારી સાથે વાત કરતા તેમણે ફરિયાદ મળી હોવાનું જણાવ્યું હતું.
ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે જેમાંથી કેટલાંક ઈવીએમ બદલી દેવામાં આવ્યાં છે.

હીરાબાએ કર્યું મતદાન
વડાપ્રધાનના માતા હીરાબાએ ગાંધીનગર ખાતે મતદાન કર્યું હતું. તેઓ મતદાન કરવા માટે વડનગરથી ગાંધીનગર આવ્યાં હતાં.

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH

મહેસાણામાં ઈવીએમમાં ખામી
મહેસાણા જિલ્લાનાં ડભોડા અને મલારપુર ગામમાં ઈવીએમમાં ખામી સર્જાતા મતદાનમાં વિલંબ થયો છે.

અરવલ્લીમાં ઈવીએમમાં ખામી
મતદાનના પ્રારંભિક કલાકો દરમિયાન અરવલ્લીનાં બાયડનાં આબંલીયારા ગામમાં EVMમાં ખામી હોવાના સમાચાર મળ્યા હતા.
ચૂંટણી કંટ્રોલરૂમમાં વાત કરતા ત્યાંના સ્થાનિક અધિકારીએ આ માહિતી આપી હતી. ઈવીએમમાં ખામી સર્જાતા મતદાનમાં વિલંબ થયો હતો.

આનંદીબહેને કર્યું મતદાન
ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે મતદાન શરૂ થતાની સાથે જ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે ઘાટલોડિયામાંથી મતદાન કર્યું હતું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 14

મોદીના માતા હીરાબા મતદાન કરવા પહોંચ્યાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા ગાંધીનગર ખાતે મતદાન કરવા પહોંચ્યાં હતાં.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 15

મતદાન મથકો પર સવારથી જ લાઇન
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં લોકો સવારથી જ મતદાન માટે લાઇનમાં ઊભા હતા.

બીજી તરફ હિંમતનગરમાં પણ લોકો સવારથી મતદાન કરવા ઉમટયા હતા.

ઇમેજ સ્રોત, Shailesh chauhan

રાહુલ ગાંધીએ મતદાન માટે કરી અપીલ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતના મતદારોને મતદાન કરવા માટેની અપીલ કરી હતી. તેમણે ટ્વીટ કરી લોકોને ગુજરાતનાં ઉજ્જવળ ભવિષ્ય માટે મતદાન કરવાની અપીલ કરી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 16

વડાપ્રધાન મોદીની મતદાન કરવા અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાન શરૂ થતાં પહેલાં ટ્વીટ કરી લોકોને લોકશાહીનાં મહાપર્વમાં ઉત્સાહભેર ભાગ લેવાની અપીલ કરી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 17
સવારે આઠ વાગતાની સાથે જ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન શરૂ થયું હતું.
ગુજરાતમાં વિધાનસભાની કુલ ૧૮ર બેઠકો પૈકીની 93 બેઠકો માટેનું મતદાન સાંજના 5 વાગ્યા સુધી ચાલશે.
આ પહેલાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે મતદાન થયું હતું, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થતો હતો.
પ્રથમ તબક્કામાં સરેરાશ 68% મતદાન થયું હતું. જેમાં મોરબી અને નવસારી જિલ્લામાં સૌથી વધુ 75% અને પોરબંદર અને બોટાદ જિલ્લામાં સૌથી ઓછું 60% મતદાન થયું હતું.
જોકે, પહેલા તબક્કા કરતાં બીજા તબક્કામાં પાટીદાર ફેકટર ધરાવતી બેઠકો ઓછી છે. માત્ર ૧૭ બેઠકો પર આ ફેકટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો