રાહુલ ગાંધીની કોંગ્રેસનાં પ્રમુખ પદે સત્તાવાર વરણી

રાહુલ ગાંધી સોનિયા ગાંધી સાથે

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, બીબીસી
    • પદ, મોનિટરિંગ

કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સત્તાવાર રીતે પાર્ટીના અધ્યક્ષ પદ પર નિમણૂક કરવામાં આવી છે. હવે તે દેશના રાજકારણમાં વધુ સક્રિય ભૂમિકા ભજવી શકશે.

રાહુલ ગાંધી પ્રમુખ બન્યા બાદ તેમના માતા સોનિયા ગાંધી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપશે. સોનિયા ગાંધી 1998થી કોંગ્રેસનાં અધ્યક્ષ પદે હતાં.

કોંગ્રસ પાર્ટીમાં સૌથી લાંબા સમય સુધી પક્ષનું સુકાન તેમણે સંભાળ્યું છે.

ઘણા લાંબા સમયથી રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બનશે તેવી અટકળો હતી. પરંતુ પહેલાં તે પરાણે રાજકારણમાં આવ્યા હોય તેમ લાગતું હતું.

તમને આ વાંચવું પણ ગમશે:

આ છબીને બદલવા માટે રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારમાં સક્રિય પ્રયત્નો કર્યા છે. જોકે, અત્યાર સુધીમાં તેમને ઓછી સફળતા મળી છે.

line

કોંગ્રેસ હાલ વિપક્ષમાં છે

રાહુલ

ઇમેજ સ્રોત, Getty Images

  • ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ ઘણા વર્ષો સુધી દેશ પર શાસન કર્યું છે. પરંતુ 2014 માં ભારતીય જનતા પક્ષના (ભાજપ) સત્તામાં આવ્યા બાદ હવે તે વિપક્ષની ભૂમિકામાં છે.
  • વર્ષ 2014 પછી યોજાયેલી દરેક રાજ્યોની ચૂંટણીઓમાં ભાજપે સારો દેખાવ કર્યો છે. જેના કારણે કોંગ્રેસ પાર્ટીની છબી ખરડાઈ છે.
  • રાહુલ ગાંધી અધ્યક્ષ બનીને પાર્ટીનું નસીબ બદલી શકે છે કે નહીં એ જાણવા હવે સૌની નજર આવનારી 2019ની લોકસભા ચૂંટણી પર રહેશે.
  • અત્યારે ચાલી રહેલી ગુજરાત રાજયની ચૂંટણીઓમાં રાહુલ ગાંધીની કસોટી થઈ રહી છે.

રાજકીય વંશજ

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, FB/RG

  • રાહુલ ગાંધીની ઉંમર 47 વર્ષ છે. તે નેહરુ-ગાંધીના રાજકીય વંશજ છે. આ પરિવાર ભારતના સૌથી નોંધપાત્ર પરિવારો પૈકી એક છે.
  • આ પરિવારે દેશને ત્રણ વડાપ્રધાન આપ્યા છે.
  • રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધી 1984 થી 1989 દરમિયાન ભારતના વડાપ્રધાન હતા.
  • તેમના પિતાના નાના જવાહરલાલ નહેરુ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા અને તેમની દાદી ઇંદિરા ગાંધી દેશના પ્રથમ અને એકમાત્ર મહિલા વડાંપ્રધાન હતાં.
  • રાહુલ ગાંધીનો જન્મ નવી દિલ્હીમાં થયો હતો. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ડેવલપમેન્ટ સ્ટડીઝમાં એમફિલનો અભ્યાસ કર્યો છે. તેમને સ્કૂબા ડાઇવીંગ, ચેસ અને સાઇકલિંગનો શોખ છે.

બિઝનેસ મેનેજમેન્ટના સિદ્ધાંતો

સોનિયા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સોનિયા ગાંધી 19 વર્ષથી કોંગ્રેસનું પ્રમુખ પદ સંભાળી રહ્યાં છે
  • તેમની રાજકીય કારકિર્દી 2004માં શરૂ થઈ હતી જ્યારે તે ઉત્તર પ્રદેશના અમેઠી મત વિસ્તારમાંથી ચૂંટાયા હતાં. આ સીટ પર તેમણે 2014 સુધી સતત ત્રણ વખત વિજય મેળવ્યો છે.
  • જાન્યુઆરી 2013 માં, તેમની કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
  • તેમણે અગાઉ લંડન સ્થિત મેનેજમેન્ટ કન્સલ્ટન્સીના મોનિટર ગૃપમાં કામ કર્યું હતું. રાજકીય પત્રકાર આરતી રામચંદ્રનના પુસ્તક જીવનચરિત્ર, "ડિકોડિંગ રાહુલ ગાંધી" અનુસાર, 132 વર્ષ જૂની પાર્ટીમાં પ્રાણ ફૂંકવા માટે રાહુલ ગાંધીએ બિઝનેસ મેનેજમેન્ટના સિદ્ધાંતો લાગુ કરવાનો પ્રયાસ કર્યો હતો.
  • પાર્ટીએ 2014માં રાહુલ ગાંધીની છબી સુધારવા માટે બે પબ્લિક રિલેશન કંપનીને કામ સોંપ્યું હતું. પાર્ટીને એના બહુ સારા પરિણામો મળ્યાં નહોતા.

"રાજકુમાર"

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

  • મે 2014ની લોકસભા ચૂંટણીમાં 543 સંસદીય બેઠકો પૈકી કોંગ્રેસ માત્ર 44 સીટો પર જીત્યો હતો.
  • રાહુલ ગાંધી પરિણામો બાદ રાજીનામું આપવા ઇચ્છતા હતા, પરંતુ પાર્ટીએ તેમનું રાજીનામું નકારી કાઢ્યું હતું.
  • ભારતીય મીડિયાએ ભૂતકાળમાં રાહુલ ગાંધીને "શરમાળ" અને રાજકારણના "રાજકુમાર" તરીકે વર્ણવ્યા છે.
  • રાહુલ ગાંધીએ તેમની કારકિર્દી શરૂ કર્યાના લગભગ એક દાયકામાં, 2013માં અંગ્રેજી ભાષાની ચેનલ ટાઈમ્સ નાઉમાં પહેલી વખત ટીવી ઇન્ટરવ્યૂ આપ્યો હતો.
  • તાજેતરમાં, રાહુલ ગાંધીએ ભારતના વડાપ્રધાન, નરેન્દ્ર મોદીની દેશની અર્થવ્યવસ્થાના સંચાલન માટે આકરી ટીકા કરી હતી.
  • તેમણે દેશના સાંપ્રદાયિક તણાવને રોકવા માટે ભાજપના વૈચારિક સમર્થક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની (આરએસએસ) નિંદા કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો