રાહુલ ગાંધી પર કટાક્ષ, 'ઇતને દિન ભી ન ગુજારો ગુજરાત મેં કી અમેઠી ખોના પડે'

ઉત્તર પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભારતીય જનતા પક્ષનો ભગવો લહેરાયો છે.

રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ માટે આ મોટી જીત ગણાઈ રહી છે.

ઉત્તર પ્રદેશમાં 16 મ્યુનિસિપલ કૉર્પોરેશન પર થયેલી મેયર પદની ચૂંટણીમાં 12 મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ભાજપ આગળ નીકળી ગયો છે.

આ ઉપરાંત મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીઓમાં પણ ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે.

આ ચૂંટણીને પગલે સોશિઅલ મીડિયા પર લોકો રાહુલ ગાંધી પર કટાક્ષ કરી રહ્યા છે.

જુનિયર નામના હેન્ડલ પરથી રાહુલ ગાંધીને સંબંધિત ટ્વીટ કરાયું, 'ગુજરાતમાં એટલા દિવસો પણ ના વિતાવો કે અમેઠી ગુમાવી દેવું પડે.'

સોલંકી સરકારે લખ્યું, 'ભૂંડી હાર...ઘર સંભાળી શકતા નથી અને ગુજરાત જીતવા નીકળ્યા છો.'

આપને આ વાંચવું ગમશે :

પ્રકાશ પંડ્યાએ લખ્યું કે 'અત્યાર સુધી સર્જિકલ સ્ટ્રાઇકનું પ્રૂફ માગતા હતા'ને? આ લ્યો!'

ધૈર્ય પંડ્યાએ અમેઠીની બેરોજગારીને લઇને કટાક્ષ કરતા કહ્યું કે,

સિદ્ધાર્થ ધોળકીયાએ પ્રખ્યાત ગુજરાતી કહેવતને યાદ કરતા લખ્યું,

પ્રકાશ પંડ્યાએ લખ્યું, 'ઇતને દિન ભી મત ગુજારો ગુજરાત મેં કી અમેઠી ભી ના રહે હાથ મેં.'

સાવી3 નામના ટ્વિટર હેન્ડલ પરથી કટાક્ષ કરાયો, 'ચોરવાડ લેવામાં મારવાડ ખોઈ દેવું પડ્યું.'

દુર્ગેશ રાવલે લખ્યું, 'અમેઠીમાં એક સરપંચ નથી બનાવી શકતા અને નવસર્જનની વાત કરો છો.'

જયવંત પંડ્યાએ કોંગ્રેસના આ પરાજય પર નવી કહેવત બનાવતા લખ્યું,

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો