રાહુલ ગાંધીએ કહ્યું, 'રૂપાણી રબ્બર સ્ટેમ્પ છે, અમિત શાહ સરકાર ચલાવે છે'

ઇમેજ સ્રોત, Getty Images
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સોમનાથ મહાદેવના દર્શન કરી જૂનાગઢ જિલ્લાના ભેસાણમાં સભા સંભોધી હતી.
વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે દેશભરમાંથી નેતાઓ ગુજરાત આવી રહ્યા છે. ગુજરાતના લગભગ દરેક વિસ્તારો સભાઓ અને રેલીઓથી ગુંજી રહ્યા છે.
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે ગુજરાતમાં ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે.
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સોમનાથ મહાદેવના દર્શન કરી જૂનાગઢ જિલ્લના ભેસાણમાં સભા સંબોધી હતી. ભેસાણ વિસાવદર વિધાનસભા વિસ્તાર હેઠળ આવે છે.
રાહુલ ગાંધીનાં ભાષણના મુખ્ય મુદ્દા
- જીએસટી ગબ્બરસિંહ ટેક્સ છે, જેમાં ગરીબોની કમાણી છીનવવામાં આવે છે.
- તમારી જમીન પણ આપી. પાંચ ગામોની જમીન નરેન્દ્ર મોદીએ ટાટા નેનો ફેક્ટરીને આપી હતી. હાલ આ નેનો કાર ક્યાંય નથી દેખાતી.
- રૂપાણીજી રબ્બર સ્ટેમ્પ છે અને અમિત શાહ ગુજરાતની સરકાર ચલાવે છે.
- ખેડૂતોની વસ્તુ છીનવી પાંચ-દસ ઉદ્યોગપતિ મિત્રોને આપવી એ નરેન્દ્ર મોદીનું વિકાસ મોડલ છે. અમે ખેડૂતોને ઉત્પાદનના પોષણક્ષણ ભાવ આપતા હતા.
- અહીં ડેમ બનાવવાનો વાયદો કરવામાં આવ્યો હતો. ડેમ ક્યાં છે? ખેડૂતોનું દેવું માફ કરવાનું શું થયું?
- ભાજપની કેન્દ્ર સરકારે દેશના ટોચના ઉદ્યોગપતિઓનું કરોડોનું દેવું માફ કર્યું છે, પરંતુ ખેડૂતોનું દેવું માફ નથી કરાતું.
- અમારી સરકાર આવશે તો સરકારનું ભંડોળ ઉદ્યોગતિઓને નહીં મળે પરંતુ તમને શિક્ષા અને પાયાની વ્યવસ્થા આપવામાં ખર્ચાશે.
- મોદીજીએ એ કહ્યું કાળું નાણું પરત આવશે અને તમામ નાગરિકના ખાતામાં 15 લાખ રૂપિયા આવશે. આ જાદુમાં કંઈ ન મળ્યું.
- ભારત સરકારે સંરક્ષણ દળો માટે સોથી વધુ વિમાન ખરીદવા હતા અને તે કોન્ટ્રાક્ટ ભારતની હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ મળવાનો હતો, જે વર્ષોથી વિમાન બનાવે છે. આ કોન્ટ્રાક્ટ સરકારી કંપનીને છોડી અન્ય કંપનીને શા માટે અપાયો? આ બાબતે મેં નરેન્દ્ર મોદીને ત્રણ પ્રશ્નો પૂછ્યા પરંતુ જવાબ ન મળ્યો.
- સામાન્ય રીતે નવેમ્બર મહિનામાં સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, પરંતુ હાલ તે સત્ર પાછળ ઠેલાઈ રહ્યું છે, કારણ કે અમે રાફેલ સોદા અને જય શાહ વિશે સવાલો પૂછીશું.
- ગુજરાતમાં પહેલીવાર જોયું કે. સંખ્યાબંધ સમુદાયો આંદોલન કરી રહ્યા છે. પાટીદારો, ઓબીસી અને દલિત સમુદાયો આંદોલન કરી રહ્યા છે.
- તમે તમારા હક માગો તો તમારા પર અત્યાચાર કરવામાં આવે છે. સરકાર માત્ર ચાર-પાંચ ઉદ્યોગપતિઓ માટે ચાલે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો








