You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોશિઅલઃ 'ઇવાન્કા ટ્રમ્પ વંશવાદી છે.' નરેન્દ્ર મોદીને લોકોનો સવાલ
આંધ્ર પ્રદેશ અને તેલંગાણા રાજ્યના સંયુક્ત પાટનગર હૈદરાબાદમાં ત્રણ દિવસીય વૈશ્વિક ઉદ્યોગસાહસિક્તા શિખર સંમેલન (જીએસઈ)નો પ્રારંભ થયો છે.
જીએસઈમાં ભાગ લેવા માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઇવાંકા પણ ભારત પહોંચ્યા છે.
મોદી અને ઇવાંકાએ રોબૉટ 'મિત્ર'નું બટન દબાવી આ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો.
વડાપ્રધાને આ દરમિયાન કહ્યું, "ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓને શક્તિનું રૂપ ગણવામાં આવી છે."
"તેના વિકાસથી જ દેશ અને સમાજનો વિકાસ શક્ય બનશે."
તો કાર્યક્રમમાં ઇવાંકાએ કહ્યું, "ચા વેચીને વડાપ્રધાન બનવું એક મોટી સિદ્ધિ છે."
જોકે, સોશિઅલ મીડિયામાં લોકો 'ટ્રમ્પના વંશવાદ'ને લઈને ટ્વીટ્સ કરી રહ્યા છે.
ભરત દોશીએ પૂછ્યું, 'મોદીજી વંશવાદીને શા માટે મળી રહ્યા છે?'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ક્ષિપ્રાએ લખ્યું, ' ભારતમાં ભારતીય મહિલાઓ સાથે કરાતા વર્તનનું ઉદાહરણ 'પદ્માવતી વિવાદ' છે.
જ્યારે ભારતમાં અમેરિકન મહિલાઓ સાથે કરાતા વર્તનનું ઉદાહરણ ઇવાંકાની ભારત મુલાકાત છે.'
RKHuriaએ લખ્યું કે 'તમે વંશવાદનો વિરોધ કરો છો અને ઇવાંકા વંશવાદી છે.'
ઈવાંકાએ કરેલી લોકશાહીની વાત અને મોદીના વખાણ પર કટાક્ષ કરતા શેખ મુસ્તફાએ લખ્યું,
મધુરિમા મિશ્રાએ ઇવાંકાની ભારત મુલાકાતને પદ્માવતી સાથે સરખાવીને લખ્યું કે
આ દરમિયાન ઇવાંકાની હૈદરાબાદ મુલાકાતને પગલે શહેરના કરાયેલા 'સમારકામ' બાદ @Chaitu_Ryali ઇવાંકાને પોતાના ઘરે આવવાનું આમંત્રણ પાઠવી દીધું.
હૈદરાબાદમાં દૂર કરાયેલી ગંદકીને કારણે કલ્યાણ પ્રસાદે ઇવાંકાને હૈદરાબાદની નિયમિત મુલાકાત લેવા વિનંતી પણ કરી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો