શું છે CBI જજ લોયાના મૃત્યુનો મામલો?

ઇમેજ સ્રોત, CARAVAN MAGAZINE
સીબીઆઈના વિશેષ જજ બૃજગોપાલ લોયાના મૃત્યુની પરિસ્થિતિઓને અંગ્રેજી પત્રિકા 'ધ કૅરવૅન' દ્વારા શંકાસ્પદ દર્શાવી હતી.
પત્રિકામાં મૃત જજના પરિવાર સાથે વાતચીતના આધાર પર એક રિપોર્ટ તૈયાર કરાયો હતો.
આ રિપોર્ટ જાહેર થયા બાદ કેટલાક નિવૃત્ત જજ, વકીલ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત ઘણા નેતાઓએ લોયાના મૃત્યુ અંગે તપાસ કરાવવા માંગ કરી હતી.
લોયાનું મૃત્યુ પહેલી ડિસેમ્બરની સવારે નાગપુરમાં થયું હતું, ત્યાં તેઓ એક લગ્ન સમારોહમાં સામેલ થવા ગયા હતા. તેમના મૃત્યુનું કારણ હૃદયરોગનો હુમલો જણાવવામાં આવ્યું છે.
તમને આ પણ વાંચવું ગમશે

સોશિઅલ મીડિયા પર જજ લોયાના મૃત્યુ પર ચર્ચા
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
પત્રિકા 'ધ કૅરવૅન'ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, જજ લોયાને ઑટોરિક્ષામાં હૉસ્પિટલ લઈ જવાયા હતા.
આ સિવાય લોયાના બહેને સવાલ ઉઠાવ્યો છે કે, જો હૃદયરોગનો હુમલો આવ્યો હતો તો તેમનું ECG કેમ ન કરાયું?
'ઇન્ડિયન એક્સપ્રેસ'માં ECGનો રિપોર્ટ પ્રકાશિત થયો છે. દાંડે હૉસ્પિટલના પ્રબંધકોએ પણ ન્યૂઝપેપરને જણાવ્યું છે કે, જજ લોયાનો ECG ટેસ્ટ કરાયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ 'ધ કૅરવૅન'ના રાજકીય મામલાના સંપાદક હરતોષ સિંઘ બલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે "અત્યાર સુધી એટલી જ નોંધ લેવી પૂરતી નથી કે ઇન્ડિયન એક્સપ્રેસે જે ECG રિપોર્ટ છાપ્યો છે, જેનો હવાલો NDTVએ આપ્યો છે, તેના પર તારીખ 30 નવેમ્બરની છે, જે જજ લોયાના મૃત્યુના એક દિવસ અગાઉની છે."
અંગ્રેજી ન્યૂઝપેપર 'ઇન્ડિયન એક્સપ્રેસ' દ્વારા 'ધ કૅરવૅન'ના રિપોર્ટ પર સવાલ ઉઠાવાયા હતા.
ન્યૂઝપેપરે મુંબઈ હાઇકોર્ટના બે જજ- જસ્ટિસ ભૂષણ ગવઈ અને જસ્ટિસ સુનીલ શુકરે સાથે વાતચીત કરી છે, એ બન્નેનું કહેવું છે કે, તેઓ જજ લોયાના મૃત્યુ સમયે હૉસ્પિટલમાં હાજર હતા.

લાતૂર બાર એસોસિયેશન દ્વારા પ્રદર્શન

'ઇન્ડિયન એક્સપ્રેસ'એ લખ્યું છે કે, બન્ને જજોનું માનવું છે કે લોયાના મૃત્યુની પરિસ્થિતિઓમાં એવું કંઈ પણ ન હતું, જેના પર શંકા ઊભી થાય.
જસ્ટિસ શુકરેએ કહ્યું, "તેમને ઑટોરિક્ષામાં હૉસ્પિટલ લઈ જવાનો સવાલ જ નથી, જજ બરડ તેમને પોતાની કારમાં દાંડે હૉસ્પિટલ લઈ ગયા હતા."
'ધ કૅરવૅન'ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે તેમને ઑટોરિક્ષામાં હૉસ્પિટલ લઈ જવાયા હતા.
દરમિયાન જજ લોયાના ગૃહ નગર લાતૂરના બાર એસોસિયેશને મામલાની તપાસની માંગ કરતા સોમવારના રોજ પ્રદર્શનની ઘોષણા કરી છે.
જજ લોયા તેમના મૃત્યુ પહેલા સોહરાબુદ્દીન કેસની સુનાવણી કરી રહ્યા હતા, જેમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ આરોપી હતા.
લોયા બાદ જે જજ નિયુક્ત થયા હતા, તેમણે સુનાવણી બાદ અમિત શાહને નિર્દોષ જાહેર કર્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












