હિમાલયમાં રહેતી બૌદ્ધ સાધ્વીઓના જીવનની કઠિનાઈઓમાં રાહત

હિમાલયની પર્વતમાળાથી ઘેરાયેલું અને ભારતની ઉત્તર દિશાની ટોચ પર આવેલો લદ્દાખ પ્રદેશ, ખૂબ જ દૂર પણ અતિશય સુંદર અને રળિયામણો વિસ્તાર છે.

આ વિસ્તારમાં મોટા ભાગે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ રહે છે. તેમના મઠને જોવા દર વર્ષે હજારો પ્રવાસીઓ અહીં આવે છે.

લદ્દાખ વિશે એક હકીકત એ છે કે આ પ્રદેશમાં 28 બૌદ્ધ મઠ છે.

બીબીસીની ફોટોગ્રાફર દિપ્તી અસ્થાનાએ નાયેર્મા નામના એક નાનકડા ગામના એક મઠની મુલાકાત લીધી.

બૌદ્ધ ધર્મમાં નન-સાધ્વી બનવાની પરંપરા બુદ્ધના સમયથી ચાલી આવે છે. જેમાં મહિલાઓના અધિકારોની હિમાયત કરવામાં આવે છે.

પરંતુ ધીરે ધીરે સાધ્વી બનવાની સ્થિતિ પરંપરા ઓછી થઈ રહી છે.

એનું મોટું કારણ એ છે કે મહિલા સાધ્વીઓને રહેવા માટે અલગથી ઘર નથી આપવામાં આવતા અને પ્રાર્થના કરવા માટે અલગ પ્રાર્થના ઘરની વ્યવસ્થા નથી હોતી.

પરંતુ 2012માં ઘણી વૃદ્ધ સાધ્વીઓને લદ્દાખમાં રહેવા માટે એક ઘર મળ્યુ.

આ ઘર સ્થાનિક ગ્રામવાસીઓની મદદથી લદ્દાખ નન્સ એસોસિએશન દ્વારા બાંધવામાં આવ્યા છે.

ચટ્ટીનીએનલીંગમાં આ એક ઘર બનાવવામાં આવ્યું છે.

આ ફાઉન્ડેશન બનાવનારા ડૉ. સેરિંગ પાલમો કહે છે "આ સ્ત્રીઓને ખૂબ જ મદદની જરૂર છે. તેમને ખાવાના સાંસા પડતા હતા અને અસ્તિત્વ ટકાવી રાખવા તેમને લોકોના ઘરના કામ કરવા જવુ પડતું હતુ."

85 વર્ષનાં ર્લોબઝાંગ ડોલ્મા, ચટ્ટીનીએનલીંગમાં સૌથી ઘરડાં અને વરિષ્ઠ સાધ્વી છે.

આ ઘરમાં આવતાં પહેલાં, તે ખેતરોમાં મજૂરી કામ કરતાં હતાં.

ડૉ. પાલ્મો (આગળની હરોળ વચ્ચે) સાથે બેઠેલી આ યુવાન સાધ્વીઓ હવે સ્થાનિક શાળામાં હાજરી આપી શકે છે. તેઓ બૌદ્ધ ફિલસોફી અને દવાઓનો અભ્યાસ કરી શકે છે.

અગાઉ, માત્ર સાધુઓને ધાર્મિક વિધિમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવતું હતું, પરંતુ હવે આ વિધિમાં યુવાન સાધ્વીઓને પણ આમંત્રિત કરવામાં આવે છે.

શું તમે આ વાંચ્યું?

આ ધાર્મિક વિધિઓ તેમના માટે આવકનો એક સ્ત્રોત બની છે.

ડૉ. પાલ્મોએ કહ્યું કે તેમણે ધાર્મિક સંસ્થાઓમાં ઊંડા જાતિવાદને જોયો છે. તેઓ માને છે કે આધુનિક શિક્ષણ જૂની પરંપરાઓનો પડકારવા માટે યુવાન સાધ્વીઓને વિશ્વાસ આપશે.

આઠ વર્ષનાં સ્કર્મા ચુક્સિત ચટ્ટીનીએનલીંગ ગામની સૌથી નાની ઉંમરનાં સાધ્વી છે. જ્યારે 2008માં તેમનો જન્મ થયો હતો ત્યારે તે કુપોષણથી પીડાતાં હતાં. અહીં આવ્યા પછી તેમને લદ્દાખના તેમના નાનકડા ગામની ખૂબ યાદ આવે છે.

ચટ્ટીનીએનલીંગમાં ચંબા નામનાં એક સાધ્વીને હમણાં એક સાયકલ ભેટમાં મળી છે. સવારે અને સાંજે તે સાઇકલ ચલાવે છે. તે કહે છે કે સાઇકલ પર સવારી કરતા કરતા તેમને સ્વતંત્રતાનો અનુભવ થાય છે.

સારેંગ કુનઝમ માત્ર સાત વર્ષનાં હતાં ત્યારે તેમણે સાધ્વી બનવાનું નક્કી કર્યું હતું. સારેંગ જેવી યુવતીઓ આ પ્રકારનું જીવન પસંદ કરે છે કારણ કે મઠ તેમને શિક્ષણ અને અન્ય તકો આપે છે. આવી તક લદ્દાખનાં દૂરનાં ગામોમાં મળતી નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો