પ્રેસ રિવ્યૂ: અમદાવાદમાં મુસ્લિમ પરિવારોના ઘર બહાર ‘લાલ ચોકડી’ની ECને રજૂઆત

ઇમેજ સ્રોત, TWITTER/@SABRANGINDIA
નવગુજરાત સમયમાં પ્રકાશિત અહેવાલ મુજબ અમદાવાદના પાલડી અને એલિસબ્રિજ વિસ્તારમાં આવેલાં મુસ્લિમ પરિવારોના રહેણાંક ઍપાર્ટમૅન્ટ્સ અને સોસાયટીઓના ગેટ કે દિવાલ પર 'રાતોરાત' લાલ રંગની 'ચોકડી' લગાવી દેવાઈ હતી.
લોકો માટે આ મુદ્દો ચર્ચા અને ચિંતાનું કારણ બન્યો હતો. મુસ્લિમ પરિવારોએ ચૂંટણી પંચ, પોલીસ કમિશનર ઉપરાંત પાલડી અને એલિસબ્રિજ પોલીસને લેખિત અરજી આપી હતી.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ, મુજબ ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન કરતાં અમદાવાદ મ્યુનિ.ના વાહનો ઉપર સર્વેલન્સ રાખવા માટે હવે GPS સિસ્ટમ લગાવવામાં આવનાર છે.
ત્યારે વાહન રૂટમાં કચરો ભેગો કરે છે કે કેમ તેનું સર્વેલન્સ કરવા GPSની ચીપ લગાવવા માટે ચોકડીઓ લગાવવામાં આવી હતી.
તમને આ પણ વાંચવું ગમશે

'ભાજપ જીતશે તો રૂપાણી CM અને નીતિન પટેલ Dy. CM'

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, ગુજરાત ભાજપના પ્રભારી અને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી વિજય રૂપાણી અને નીતિન પટેલ અને તેમની ટીમના વડપણ હેઠળ જ લડાશે.
અહેવાલમાં એ પણ કહેવાયું છે કે ભાજપ જીતશે તો વિજય રૂપાણીને ફરીથી મુખ્યમંત્રી અને નીતિન પટેલને નાયબ મુખ્યમંત્રી બનાવાશે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ, યાદવે કોંગ્રેસને તેના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવાનું કહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહેવાલ મુજબ આ માટે તેમણે ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો.

નરેન્દ્ર પટેલ રાહુલ ગાંધીના સ્ટેજ પર!

સંદેશના અહેવાલ મુજબ, હાર્દિક પટેલના સાથીદાર અને ઉત્તર ગુજરાતમાં પાસના નેતા નરેન્દ્ર પટેલ મહેસાણા રાહુલ ગાંધી સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા.
અહેવાલ મુજબ ભાજપે આ મુદ્દે કહ્યું છે કે આ ઘટના બતાવે છે કે ભાજપ પરના નરેન્દ્ર પટેલના આરોપો કોંગ્રેસે ઊભા કરેલા હતા.
ભાજપમાં જોડાયા પછી કલાકોમાં જ યુ-ટર્ન લઈને નરેન્દ્ર પટેલે ભાજપ પર તેમને એક કરોડ રૂપિયામાં ખરીદવાની ઓફર કરી હોવાનો આરોપ મૂક્યો હતો.
નરેન્દ્ર પટેલ કોંગ્રેસના અન્ય નેતાઓ સાથે આ સ્ટેજ પર જોવા મળ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












