You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી કયા મુદ્દા પર? સોશિઅલ મીડિયા શું કહે છે?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ બરોબર જામી રહ્યો છે. સૌથી વધુ ગરમાવો સોશિઅલ મીડિયા પર જોવા મળી રહ્યો છે.
જે-તે પક્ષની 'સાઇબર આર્મી' સતત પોતાના તરફી ટ્રેન્ડ સર્જી રહી છે અને વિરોધી પક્ષને 'પહોંચી વળવાનો પ્રયાસ' કરી રહી છે.
તમને આ વાંચવું પણ ગમશે :
આ બધા વચ્ચે સોશિઅલ મીડિયામાં ગુજરાતની ચૂંટણીને લઈને કયા મુદ્દા છવાયેલા છે એ જાણવાનો બીબીસી ન્યૂઝ ગુજરાતીએ પ્રયત્ન કર્યો.
આ સંદર્ભે મળેલા રસપ્રદ ટ્વીટ્સ અહીં રજૂ રહી રહ્યાં છીએ.
ગુજરાતમાં ભાજપ પાસે કોઈ જ મુદ્દો નથી બચ્યો એવું પાટીદાર નેતા હાર્દિક પટેલે ટ્વીટ કર્યું છે. હાર્દિકે કહ્યું કે, 'ભાજપ આતંકવાદ, હિંદુ-મુસલમાન અને ગૌહત્યાને મુદ્દા બનાવી રહ્યો છે.'
હાર્દિકના ટ્વીટનો જવાબ આપતા તેજસ બારી નામના યુઝરે લખ્યું, 'ભાજપ પાસે એક જ મુદ્દો છે અને તે વિકાસ છે.'
કોંગ્રેસ આઈટી સેલ સાથે જોડાયેલા શિવાંગ જૈનનુ કહેવુ છે કે, 'ભાજપ પાસે કોઈ મુદ્દો નથી અને એટલે જ...'
ભાજપ સમર્થક જયેશ પટેલનુ કહેવુ છે કે 'ભાજપ સાથે વિકાસનો શક્તિશાળી મુદ્દો છે અને એટલે જ કોંગ્રેસે જાતિવાદને મુદ્દો બનાવ્યો છે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોંગ્રેસ સાથે સંકળાયેલા અલફેઝ મલેકનુ માનવુ છે કે 'ભાજપ હવે જવાનો છે એટલે જ એ કોમવાદનો મુદ્દો લાવશે'
તો ભોલુ કગથરાનુ માનવુ છે કે અન્ય પક્ષો પાસે કોઈ જ મુદ્દો ના હોઈ આ ચૂંટણીમાં ભાજપની જીત થશે.
પ્રવિણ પંચાલ નામના યુઝરનુ માનવુ છે, 'આ વખતે પણ મોંઘવારી મહત્વનો મુદ્દો બની રહેશે. કારણ કે,'
પોતાને સોશિઅલ મીડિયા એક્ટિવિસ્ટ અને નેશનલિસ્ટ ગણાવતા અરવિંદ મિશ્રાનુ માનવુ છે કે ભાજપનો વિરોધ કરવા માટે કોઈ પણ પક્ષ પાસે મુદ્દા જ નથી.
અરવિંદ વેકરીયા પૂછે છે કે '2 વર્ષથી અનામત માટે લડતા હાર્દિકને જો સમાજનો ગદ્દાર કહેવાય તો 22 વર્ષથી રામ મંદિરને મુદ્દો બનાવનારા ભાજપને શું કહેવાય?'
ધવલ દાફડા આરોપ લગાવે છે, 'પાટીદાર સમાજને ઓબીસીમાં અનામત આપવાનો મુદ્દો પાસ અને કોંગ્રેસ દ્વારા કોરાણે મુકી દેવાયો છે.'
રાહુલ શુક્લાનુ માનવુ છે કે રોજગારીનો મુદ્દો મહત્વનો છે અને તેના પર સરકાર દ્વારા કામ નથી કરાયુ.
તો અમિત પટેલનુ માનવુ છે કે 'હજુ આગામી 5 વર્ષ માટે અનામત ગુજરાતમાં મુદ્દો બની રહેશે.'
તુફૈલનુ માનવુ છે કે ગુજરાતમાં ખેડૂતો પાયમાલ બન્યા હોવા છતાં કોંગ્રેસ કે ભાજપ એને મુદ્દો નથી બનાવી રહ્યા.
આ બધા વચ્ચે સિંહો માટે કામ કરવાનો દાવો કરતા 'સેવ એશિયાટિક લાયન' નામના યુઝરનું કહેવું છે કે વન્યજીવોને કોઈ પણ પક્ષ મુદ્દો નથી બનાવી રહ્યો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો