You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કમલ હાસનનો હિંદુ આતંકવાદ પર લેખઃ સોશિઅલ મીડિયામાં હોબાળો
દક્ષિણ ભારતી ફિલ્મ જગતના સુપરસ્ટાર કમલ હાસને એક લેખમાં દાવો કર્યો છે કે 'દેશમાં હિંદુ આતંકવાદની સ્થિતિ છે.'
એક તામિળ સામયિકમાં હાસને લખ્યું છે, 'જમણેરી લોકો હિંસાને માર્ગે વળ્યાં છે'
હાસનના આ લેખ પર પ્રતિક્રિયા આપતા ભાજપે અભિનેતાની સરખામણી હાફિઝ સઇદ સાથે કરી છે.
આ લેખને પગલે ટ્વિટર પર 'કમલ હાસન' ટ્રેન્ડ થવા લાગ્યા છે. કેટલાક લોકો અભિનેતાના દાવાનો વિરોધ કરી રહ્યા છે.
તો કેટલાક લોકોને હાસનની વાત સાચી લાગી રહી છે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રો. રાકેશ સિન્હાએ અભિનેતાની માફીની માગ કરી હતી.
વિક્રાંત યાદવે લખ્યું, 'કેરળમાં ઇસ્લામિક સ્ટેટના છ આતંકવાદીઓ ઝડપાયા પણ કમલ હિંદુ આતંકવાદ પર પ્રવચન આપી રહ્યાં છે.'
એબીવીપી સાથે જોડાયેલા ભાનુ સી. મંદાતિએ લખ્યું, 'કમલ હાસન એ રાહુલ ગાંધીનું પાકટ વયનું વર્ઝન છે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'મેઇલ ટુ ડે'ના પત્રકાર અભિજિત મજુમદારે પૂછ્યું. 'જો કમલ હાસન પાસે હિંદુ આતંકવાદ અંગે કોઈ પુરાવો હોય તો તેમણે એ એનઆઈએ સમક્ષ રજૂ કરવો જોઈએ. નહીં તો તેમણે માફી માગવી જોઈએ.'
વિકાસ નામના યુઝરે કમલને નવા 'પપ્પુ' લખીને તેમનું નિવેદન વખોડ્યું હતું.
અખિલ શર્માએ લખ્યું, 'જો હિંદુ આતંકવાદી હોત તો કમલ હાસન આમ બોલતા પહેલા વિચારવું જોઇતું હતું."
ગુજરાત કૅડરના પૂર્વ આઇપીએસ અધિકારી ડી.જી. વણઝારાએ લખ્યું 'અવાસ્તવિક હિંદુ આતંકવાદ અંગે બોલીને કમલ આતંકવાદ વિરુદ્ધની લડાઇ નબળી કરી રહ્યા છે.'
જોકે, આ દરમિયાન કેટલાક લોકો કમલને સમર્થન પણ આપી રહ્યાં છે.
@NembuKol નામના યુઝરે લખ્યું કે 'હિંદુ આતંકવાદની વાતે 60% ભારત કમલ હાસનના સમર્થનમાં છે.'
આપને આ પણ વાંચવું ગમશે
અનરૅ લાલે અભિનેતાની વાતમાં સૂર પુરાવતાં લખ્યું, 'માણસ તરીકે આપણે આ વાત સમજી શકીએ એમ છીએ.'
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો