પ્રેસ રિવ્યૂ : કથિત રીતે મોદી પર બંગડી ફેંકનારાં ચંદ્રીકાબહેન સસ્પેન્ડ

ઇમેજ સ્રોત, Getty Images
ચંદ્રિકાબહેન સોલંકી આશા વર્કરોના ફિક્સ પગારના મુદ્દા સહિત વિવિધ માગોને લઈને આંદોલન ચલાવી રહ્યા છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ કથિત રીતે વડોદરામાં રોડ શો દરમિયાન નરેન્દ્ર મોદી પર બંગડીઓ ફેંકનારા ચંદ્રિકાબહેન સોલંકીને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આ જ મામલે ગુજરાત સમાચારના અહેવાલ પ્રમાણે તેઓ છોટા ઉદેપુર જિલ્લાના કોટાલી ગામની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં હતાં. તેઓ અચોક્ક્સ મુદ્દે કપાત પગારે રજા પર ઊતરી આશા વર્કર્સ સાથે આંદોલન ચલાવતાં હતાં. છેલ્લા એક મહિનાથી શાળામાં હાજર ન થતા તેમને સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે.
ગુજરાત સમાચારના અહેવાલ મુજબ શાળાના આચાર્યે જણાવ્યું કે તેઓ 17મી જુલાઈ 2017થી અચોક્કસ મુદતની રજા પર છે. 18 સપ્ટેમ્બરે પ્રાથમિક શિક્ષણ અધિકારીની શાળા મુલાકાત વખતે પણ તેઓ હાજર ન હતા. જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ બાદ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.
સરદારની પ્રતિમા

ઇમેજ સ્રોત, statueofunity.in
સ્ટૅચ્યુ ઑફ યુનિટીના કામમાં થયેલી પ્રગતિના સમાચાર વિવિધ માધ્યમોમાં છવાયેલા રહ્યા.
સંદેશના અહેવાલ મુજબ કેવડિયા કોલોની ખાતે પ્રતિમાનું મસ્તક લાવવામાં આવ્યું હતું.
અહેવાલ મુજબ હાલ સરદાર પટેલની પ્રતિમાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
ગુજરાત સમાચારના અહેવાલ મુજબ સ્ટૅચ્યુ ઑફ યુનિટીનું 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. 182 મીટર ઊંચી પ્રતિમાના વિવિધ ભાગો કેવડીયા લાવવામાં આવી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેમાં ગઈકાલે મસ્તકનો ભાગ લાવવામાં આવ્યો હતો. આ કામ 2018 સુધીમાં પૂર્ણ થાય તેવી શક્યતા છે.
જીએસટી વિચાર સારો કાયદો ખરાબ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ચિદમ્બરમ ગુજરાત પ્રવાસે આવ્યા હતા.
દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે રાજકોટ આવેલા પી. ચિદમ્બરમે જીસએટી અને નોટબંધી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જીએસટી સારો વિચાર છે પરંતુ કાયદો ખરાબ છે.
28 ટકા સુધી ટેક્સ વસૂલવો વધારે પડતું છે. દેશનું અર્થતંત્ર નોટબંધી અને જીએસટીના લીધે ડામાડાળો થયું છે.
નવગુજરાત સમયના અહેવાલ પ્રમાણે ચિદમ્બરમે કહ્યું કે કાશ્મીરને વધુ સ્વાયત્તતાની જરૂર છે.
અખબારના અહેવાલ પ્રમાણે આ ભાજપ આ નિવેદનને ગુજરાતની ચૂંટણીઓમાં કોંગ્રેસ સામે જ ઉપયોગ કરી શકે છે.
ચિદમ્બરમે કહ્યું હતું કે તેમણે જમ્મુ-કશ્મીરના લોકો સાથે વાત કરી છે. તેના પરથી પોતે એવાં તારણ પર આવ્યા છે કે બધાનો નહીં પરંતુ મોટાભાગના લોકોનો મતલબ વધારે સ્વાયત્તતાનો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












