દૃષ્ટીકોણઃ કોંગ્રેસને ડેડલાઇન! શું છે હાર્દિક પટેલની મજબૂરી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પ્રશાંત દયાળ
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
સંભાવનાઓ એવી વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ કોંગ્રેસને પોતાનું સમર્થન આપી શકે છે.
જોકે શનિવારે તેમના એક ટ્વીટે ચોંકાવી દીધા.
તેમણે કોંગ્રેસને અલ્ટીમેટમ આપતા ટ્વીટ કર્યું કે, "કોંગ્રેસ પાટીદારોને સંવૈધાનિક રીતે અનામત કેવી રીતે આપશે, આ મુદ્દા પર તે પોતાનું સ્ટેન્ડ ત્રણ નવેમ્બર સુધી ક્લિઅર કરી દે. નહીં તો અમિત શાહ જેવો મામલો સુરતમાં થશે."
જ્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા ત્યારે તાજ હોટેલમાં હાર્દિક પટેલની મુલાકાતને લઈને ભારે વિવાદ થયો હતો.
તમને આ પણ વાંચવું ગમશે
હાર્દિકની મુલાકાત થઈ કે નહીં તેના પર વિવાદ થયો. મારી જાણકારીના આધારે હાર્દિક રાહુલ ગાંધીને મળ્યા હતા.
હાર્દિકે રાહુલ સામે પોતાની વાત રાખતા કહ્યું હતું કે જો તેઓ કોંગ્રેસમાં આવે છે,તો તેમની પહેલી માંગને સ્પષ્ટ રૂપે બતાવવામાં આવે કે પાટીદારોને અનામત કેવી રીતે મળશે.
તેના માટે બંધારણીય રસ્તો શું હશે, તેના મુદ્દે હાર્દિકે પૂછ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

હાર્દિકનું નવું પગલું

ઇમેજ સ્રોત, Getty Images
ભાજપે પણ પાટીદારોને EBC અંતર્ગત અનામત આપી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેને ફગાવી દીધી હતી.
હાર્દિકે ત્રણ નવેમ્બર સુધીનો સમય કોંગ્રેસને આપ્યો છે.
તેઓ ઇચ્છે છે કે પાટીદારોને અનામત આપવા મામલે જે રીતે ભાજપે 'મૂર્ખ' બનાવ્યા તેવી રીતે કોંગ્રેસ ન બનાવી શકે.
કાયદાકીય રીતે અનામત કેવી રીતે મળી શકશે તે અંગે સ્પષ્ટતા હાર્દિકની પહેલી પ્રાથમિકતા છે.
એ વાતમાં કોઈ શંકા નથી કે પાટીદારોના યુવા નેતા હાર્દિક પટેલની મુશ્કેલીઓ વધી ચૂકી છે.
તેમને લાગી રહ્યું છે કે ભાજપ તેમના સમાજને અનામત નથી આપી રહી અને જો કોંગ્રેસ પણ ન આપી શકે તો તેમના માટે સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
તેનું મોટું કારણ એ છે કે તેમણે પહેલાંથી જ ભાજપ વિરૂદ્ધ ઊભા રહેવાનું નક્કી કરી લીધું છે.
તે સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભાજપ વિરૂદ્ધ બોલી રહ્યા છે.

ત્રીજી પાર્ટી બનાવશે હાર્દિક પટેલ?

ઇમેજ સ્રોત, Getty Images
જો કોંગ્રેસ કોઈ રસ્તો નથી બતાવી શકતી તો હાર્દિક પટેલ માટે મુશ્કેલી ઊભી થવી સામાન્ય વાત છે અને પછી તેઓ જશે ક્યાં?
ગત દસ દિવસોથી હાર્દિક પટેલ ગુજરાત ચૂંટણીને ધ્યાનમાં રાખીને સભાઓ તેમજ રેલીઓ સંબોધી રહ્યા છે.
આ રેલીઓમાં જેટલી મોટી સંખ્યામાં લોકો તેમની સાથે જોડાઈ રહ્યા છે તેનાથી એવી સંભાવના ચોક્કસથી છે કે તેઓ ત્રીજી પાર્ટી બનાવવાની તૈયારીમાં છે.
ભાજપ કંઈ કરી શકી નથી અને જો કોંગ્રેસ કોઈ ભરોસો નથી આપી શકતી તો તેઓ પાટીદારો માટે નવી પાર્ટી બનાવી શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












