You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોશિઅલ: બેરોજગારીને કારણે રાહુલ ગુજરાતમાં લોકપ્રિય?
ગુજરાતની ચૂંટણીમાં આ વખતે બેરોજગારી મહત્વનો મુદ્દો સાબિત થઈ રહી છે.
ખાસ કરીને કૉંગ્રેસ દરેક મોરચા પર આ મુદ્દાને ઉછાળી રહી છે.
ઇન્ડિયા ટીવી સાથે વાત કરતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવો કર્યો હતો કે ગત વર્ષે ભારતમાં સર્જાયેલી રોજગારીમાં 83 ટકા માત્ર ગુજરાતમાં જ અપાઈ હતી.
રૂપાણીએ એમ પણ કહ્યું હતું કે તેમની સરકારે ગત એક વર્ષમાં 72 હજાર નોકરીઓ આપી હતી.
પણ શું ગુજરાતમાં રોજગારીનું પ્રમાણ વધ્યું છે ખરું?
આ જ જાણવા માટે અમે ચકાસ્યું કે સોશિઅલ મીડિયા પર લોકો બેરોજગારીને લઈને શું વાતો કરી રહ્યા છે?
ગુજરાતમાં સોશિઅલ મીડિયા પર રોજગારીને લઈને ભારે હોબાળો જોવા નથી મળતો.
જોકે, જે લોકો આ અંગે વાત કરી રહ્યાં છે, તેઓ આને જીએસટી અને નોટબંધી જેવી નજીકના ભૂતકાળની સમસ્યાઓ સાથે જોડીને જોઈ રહ્યા છે. મિહિર રાઠવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટૅગ કરીને લખે છે, ''ડિયર સર, અમારી મુશ્કેલીઓ નથી ઘટી રહી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમે બેરોજગારીથી પીડિત છીએ અને આપનો વિકાસ રોજગારીને સ્પર્શી પણ નથી રહ્યો.''
દિલીપ સેદાણીએ ટ્વિટર પર લખ્યું કે બેરોજગારીના મુદ્દાને લીધે રાહુલ ગાંધી ગુજરાતમાં લોકપ્રિય થઈ રહ્યાં છે.
હરેશ બાવીશીએ લખ્યું, ''ગુજરાતની ચૂંટણી આ વખતે જીએસટી, નોટબંધી અને બેરોજગારીના મુદ્દા પર લડાશે.
આ ત્રણેય મુદ્દાઓ પર ભાજપ નિષ્ફળ નિવડ્યો છે.''
તો રાજ ગઢવીએ લખ્યું, ''વિકાસ થયેલો ત્યારે કહેવાશે જ્યારે બેરોજગારી દૂર થાય સાહેબ.
ગુજરાતમાં દિન પ્રતિદિન બેરોજગાર યુવાનો વધતા જાય છે.''
ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા પર ટિપ્પણી કરતા જિગરભાઇ રાવલે લખ્યું, ''ડેમેજ કંટ્રોલ યાત્રાઓ નીકળશે પણ લોકો મોંઘવારી, નોટબંધી, જીએસટી, બેરોજગારી અને ટેકાના ભાવ નહીં ભૂલે''
અમરીશ મકવાણાનું કહેવું છે, ''ગુજરાતના બેરોજગાર યુવાનોના હાથમાં નોકરીને બદલે ત્રિશૂળ અને તલવાર પકડાવનારાઓને આ વખતે પાડી દો.''
કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબ આપતા લખ્યું કે ''હું સુરતથી છું. પણ જૂઓ, કપડાં ઉદ્યોગ બરબાદ થઈ ગયો છે. વેપાર 60 ટકા સુધી ઘટી ગયો છે.''
અમદાવાદથી કલ્પના જૈને તર્ક આપ્યો, ''બેરોજગારી વધુ છે. અર્થતંત્ર સૌને રોજગારી આપી શકે એમ નથી.
2019 બાદ કદાચ પરિવારમાંથી એ જ વ્યક્તિને નોકરી મળે.''
તો કેટલાક લોકોનું માનવું છે કે ગુજરાતમાં રોજગારીની સ્થિતિ એટલી ખરાબ પણ નથી.
દિવ્યેશ રાજાનું કહેવું છે કે ગુજરાતમાં બહારથી આવેલા લોકોને પણ રોજગારી મળી રહે છે.
તેમણે લખ્યું, ''અહીંના ઉદ્યોગોમાં મોટા ભાગે બહારથી આવેલા લોકોને કામ કરતા જોઈ શકાય છે.
બેરોજગારીનું પ્રમાણ અહીં એ હદ સુધી નથી.''
તમને આ પણ વાંચવું ગમશે
રાહુલ કામલે લખે છે, ''એ સાચું છે કે એ લોકો આપણા ધર્મ અને દેશ પર કબજો કરવાનું વિચારી રહ્યા છે. આપણે રોજગારી તથા તેલની કિંમતોના મુદ્દાઓ પર ફસાયેલા છીએ.''
વસાવા કૃપાલસિંહે લખ્યું, ''બેરોજગાર યુવાનોને ભથ્થું આપવાનું કહી ફોર્મ ભરાવનારા લોકોને 60 વર્ષમાં યુવાનો કેમ યાદ ના આવ્યા?''
જોકે, આ બધા વચ્ચે કેટલાક લોકો બેરોજગારીના મુદ્દામાં હાસ્ય પણ શોધી રહ્યાં છે.
એન્જિનિયર વિકાસ પાંડે લખે છે, ''એન્જિનિયરિંગ કર્યા બાદ બધા જ વિદ્યાર્થીઓ મને પૂછે છે કે આગળ શું કરીએ? હું કહું છું કે આરામ કરો, સારા દિવસો આવી રહ્યાં છે.''
રુચિ શુક્લા કટાક્ષ કરતાં કહે છે કે, ''જ્યારેથી કૉંગ્રેસના નેતા બેકાર થયા છે ત્યારથી તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પોતાની બેકારીનો મુદ્દો ઉઠાવી રહ્યાં છે.
પણ તેમને મોદીએ નહીં, દેશના લોકોએ બેરોજગાર કર્યા છે.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો