ફેમિલી વ્હૉટ્સઍપ ગ્રૂપમાં 'સેક્સિસ્ટ જૉક્સ' વિશે વિચાર્યું છે?

સ્માઇલીના પોસ્ટર સાથે એક વ્યક્તિની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહિલાઓને નિમ્ન ગણાવતા જૉક્સ સોશિઅલ મીડિયા પર પોસ્ટ થતા રહેતા હોય છે

"મારી પત્ની મારા તમામ પૈસા શૉપિંગમાં ખર્ચી નાખે છે. સેક્સ ન કરવા માટે તે માથાના દુઃખાવાનું બહાનું કરે છે. તે મારી સાથે મારપીટ પણ કરે છે. લગ્ન પછી મારું જીવન તારાજ થઈ ગયું છે."

સામાન્ય રીતે ભારતીય જૉક્સમાં ઉલ્લેખ પામતા પતિઓ બિચારા, લગ્ન બાદ પીડાતા અને મહિલાઓથી ત્રસ્ત જ હોય છે.

બીજી તરફ પત્નીઓ હોય છે જેના મગજમાં હંમેશા શૉપિંગ અને મેકઅપનાં જ વિચારો હોય છે.

માત્ર પતિ-પત્ની જ નહીં આ પ્રકારના જૉક્સ યુવકો અને યુવતીઓને ઉદ્દેશીને પણ બનાવવામાં આવે છે.

આવાં જ કેટલાંક જૉક્સ એવા વ્હૉટ્સઍપ ગ્રૂપમાં આવતા હોય છે, જેમાં આપણા મિત્રો અને પરિવારજનો સામેલ હોય છે. મુંબઈમાં રહેતી નમાએ આવા જ જૉક્સથી કંટાળીને તેનું ફેમિલી વ્હૉટ્સઍપ ગ્રૂપ છોડી દીધું.

તમને આ પણ વાંચવું ગમશે

નામાના કહેવા પ્રમાણે, ગ્રૂપમાં આવતા મેસેજમાં ખોટાં સમાચારોથી લઈ સેક્સિસ્ટ જૉક એટલે કે મહિલાઓને નિમ્ન ગણતા ટુચકા પોસ્ટ થતા હતા અને તે આ પ્રકારની હરકતોનો ભાગ નથી બની શકતી.

line
નમાની પોસ્ટ

ઇમેજ સ્રોત, TWITTER/NAMAAH

ઇમેજ કૅપ્શન, કેટલાંક ફેમિલી વ્હૉટ્સઍપ ગ્રૂપમાં પણ સેક્સિસ્ટ જૉક પોસ્ટ થતા રહેતા હોય છે

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "અમારા પરિવારના વ્હૉટ્સઍપ ગ્રૂપમાં મામા-મામી, નાના, માતા-પિતા સહિતના લોકો હતાં. તેમાં 'ગુડ મૉર્નિંગ' અને 'હેપ્પી દિવાલી'ના મેસેજ પોસ્ટ થતા હતા."

"તેમાં જૉક્સ પણ આવતા હતા. લોકો તેના પર હસી અન્ય ગ્રૂપમાં ફૉરવર્ડ કરતા રહેતા."

"આમ તો નમા આ ગ્રૂપમાં ખાસ સક્રિય નહોતી અને ગ્રૂપમાં ચાલતી વાતોને અવગણતી રહેતી. પરંતુ એક દિવસ ગ્રૂપમાં એવો મેસેજ આવ્યો જેના કારણે હું બોલવા માટે મજબૂર થઈ."

line

શું હતું મૅસેજમાં?

નમાની તસવીર

ઇમેજ સ્રોત, TWITTER/NAMAAH

ઇમેજ કૅપ્શન, નમાને તે તસવીરમાં કોઈ બાબત હાસ્યાસ્પદ નહોતી લાગી

નમાએ કહ્યું. "તે એક નાના બાળકની તસવીર હતી. જેને શાળાના ફેન્સી-ડ્રેસ કાર્યક્રમ માટે તૈયાર કરવામાં આવ્યો હતો.

"બાળકના શરીર પર ઈજા નિશાન હતા. માથા પર પટ્ટી બાંધેલી હતી અને હાથમાં પ્લેકાર્ડ હતું. જેમાં લખ્યું હતું. 'આજે મેં મારી પત્ની સાથે ઝઘડો કર્યો.'"

વધુ જણાવતાં તે કહે છે કે, પહેલી વાત એ કે હું આ પ્રકારના જૉક્સમાં નથી માનતી.

એવું લાગ્યું હતું કે તસવીરના માધ્યમથી સંદેશ આપવામાં આવ્યો હતો કે પત્નીઓ દ્વારા તેમના પતિ સાથે મારપીટ કરવામાં આવે એ સામાન્ય બાબત છે.

નમાને આ તસવીરમાં કોઈ બાબત હાસ્યાસ્પદ ન લાગી.

તેમણે ગ્રૂપમાં એક મેસેજ પોસ્ટ કર્યો કે તેને આ પ્રકારના જૉક્સ પસંગ નથી. તે આવી મશ્કરીનો ભાગ નથી બની શકતી. એવું કહી તેણે ગ્રૂપ છોડી દીધું.

વ્હૉટ્સઍપ ગ્રૂપમાં આ પ્રકારના જૉક્સ શૅયર થવા સામાન્ય વાત છે. કોઈને તેનાથી વાંધો હોય તો પરિવારના સભ્યોનું ગ્રૂપ હોવાથી તેને અવગણવામાં આવે છે.

line

'સેન્સ ઑફ હ્યુમર' પર સવાલ

પૂજા વિજયની તસવીર

ઇમેજ સ્રોત, FACEBOOK/POOJA VIJAY

ઇમેજ કૅપ્શન, 'સેક્સિસ્ટ જૉકનો વિરોધ કરનારા લોકોની 'સેન્સ ઑફ હ્યુમર' પર સવાલ કરવામાં આવે છે'

ગત અઢી વર્ષથી સ્ટેન્ડ-અપ કૉમેડી કરી રહેલા પૂજા વિજયના મતે, આ પ્રકારે વિરોધ કરનારી મહિલાઓ વિશે એવું કહેવાય છે કે તેમની 'સેન્સ ઑફ હ્યુમર' સારી નથી.

તે કહે છે, "મહિલાઓને મૂર્ખ અને પુરુષોને બિચારા કહીને જૂનાં જૉક્સ પર કોઈને હસવું નથી આવતું તો તેને અર્થ એવો ન સમજો કે તેમની 'સેન્સ ઑફ હ્યુમર' સારી નથી.

"તેમના પર પ્રશ્ન ઉઠાવવાના બદલે કંઈક નવું રજૂ કરવાનો પ્રયત્ન કરો."

તેઓ માને છે કે તેમના વ્યવસાયમાં કૉમેડિયન આ પ્રકારના જૂના જૉક્સને વારંવાર કહેતા હોય છે.

વ્હૉટ્સઍપ પર મોકલવામાં આવેલા એક જૉક્સનું ઉદાહરણ લઈ શકાય છે.

"તસવીરમાં એક ચાર્જિંગ બોર્ડ પર ઘણાં બધાં પ્લગ્સ લગાવવામાં આવ્યા હતા અને તે તસવીર પર લખેલું હતું, 'ગેંગરેપ'"

સંદીપ શર્માની તસવીર

ઇમેજ સ્રોત, FACEBOOK/SUNDEEP SHARMA

ઇમેજ કૅપ્શન, 'કૉમેડિયનો અમુક પ્રકારના જૂના જૉક્સને વારંવાર કહેતા રહેતા હોય છે'

સ્ટેન્ડઅપ કૉમેડિયન સંદીપ શર્માના મતે આ પ્રકારની પોસ્ટને જૉક્સમાં ખપાવવી અયોગ્ય છે. તેમનું કહેવું છે કે, "જેને પણ આવો વિચાર આવ્યો હશે તેની વિચારસરણી ખૂબ ધૃણાસ્પદ હશે."

પણ લોકોને આવી વાતો પર શા માટે હસે છે?

તમને આ પણ વાંચવું ગમશે

સંદીપનું કહેવું છે કે આવી વાતોને રમૂજ સમજી ટાળી દેવામાં આવે છે, પરંતુ આવા જૉક્સ બાબતે ગંભીર થવાની જરૂર છે.

સંદીપ કહે છે, "જૉક્સ માત્ર હસાવતા જ નથી પરંતુ એક સંદેશો પણ આપતા હોય છે. જો આપણે દુષ્કર્મ અને છેડતી જેવા મુદ્દાઓ પર જૉક્સ બનાવીશું તો આવી બાબતોને સામાન્ય ગણવા જેવું થશે."

line

વિરોધનું પરિણામ શું આવ્યું?

હસી રહેલા લોકો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 'જૉક્સ માત્ર હસાવતા જ નથી પરંતુ એક સંદેશો પણ આપતા હોય છે'

નમાને પણ આ વાતની જ ચિંતા હતી, પરંતુ વિરોધનું પરિણામ શું આવ્યું?

નમાની નાની બહેને તેને જણાવ્યું તે તેના ગ્રૂપ છોડ્યા બાદ ગ્રૂપમાં નીરવતા પ્રસરી ગઈ હતી.

થોડીવાર પછી તેના નાનાનો મેસેજ આવ્યો હતો. તેમનું કહેવું હતું કે ગ્રૂપમાં ક્યારેય અયોગ્ય વાત થઈ જ નથી.

તેઓ નમાની નારાજગીનું કારણ નહોતા સમજી શક્યા.

બાદમાં નમાએ તેનો વ્હૉટ્ઍપ મેસેજ ટ્વિટર પર પણ પોસ્ટ કર્યો, જ્યાં તેને અલગ પ્રતિક્રિયાઓ મળી હતી.

સેંકડો લોકોએ તેમની સહમતિ દર્શાવી અને નમાની આ પહેલની સરાહના કરી,

એક યૂઝરે કહ્યું, "ગ્રૂપમાં આ પ્રકારના વાંધાજનક મૅસેજને શાંતિથી જોવા કરતા સારું છે કે તમે તે ગ્રૂપ છોડી દો. મેં પણ આવું જ કર્યું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિર પર ફોલો કરી શકો છો