સોશિઅલઃ પોતાના કાર્ટૂન્સમાં મોદીને સતત નિશાન બનાવી રહેલા રાજ

નરેન્દ્ર મોદી, અમિત શાહ અને અરુણ જેટલી પર સોશિઅલ મીડિયાના થઇ રહેલા વરસાદનું કાર્ટૂન

ઇમેજ સ્રોત, Raj Thackeray

ઇમેજ કૅપ્શન, મોદી પર કટાક્ષ કરતું રાજ ઠાકરેનું કાર્ટુન

સોશિઅલ મીડિયા આજના સમયનું સૌથી 'હૅપનિંગ પ્લેટફૉર્મ' છે. અહીં લોકો પોતાના મંતવ્યો રજૂ કરે છે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ પોતે બનાવેલા કાર્ટૂન શેર કરવા માટે કરી રહ્યા છે.

રસપ્રદ વાત એ છે કે રાજે બનાવેલા કાર્ટૂનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ કરાયેલો વિશેષ કટાક્ષ જોવા મળે છે.

પોતાના ફેસબુક પેજ પર રાજે 'પરતીચા પાઉસ' નામનું કાર્ટૂન પોસ્ટ કર્યું હતું.

તમને આ વાંચવું પણ ગમશે :

જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમજ નાણા પ્રધાન અરુણ જેટલી પર સોશિયલ મીડિયાનો 'વળતો વરસાદ' દર્શાવ્યો હતો.

line

ગાંધી જયંતિ પર કાર્ટૂન

ગાંધી જયંતિ પર મોદી પર કટાક્ષ કરવા રાજ ઠાકરેએ બનાવેલું કાર્ટૂન

ઇમેજ સ્રોત, Raj Thackeray

ઇમેજ કૅપ્શન, રાજ ઠાકરે સોશિયલ મીડિયા પર આવ્યા બાદ મોદી પર સતત કટાક્ષ કરી રહ્યાં છે.

ગાંધી જયંતિ પર પણ રાજે તેમની પીંછીનો ઉપયોગ મોદી પર કટાક્ષ કરવા કર્યો હતો.

પોતાના ફેસબુક પેજ પર અપલૉડ કરેલા 'ટૂ ઑફ ધી સેમ સોઇલ' ટાઇટલ સાથેના કાર્ટૂનમાં રાજે બાપુના હાથમાં તેમની આત્મકથા 'સત્યના પ્રયોગો' દર્શાવી હતી જ્યારે મોદીના હાથમાં 'અસત્યના પ્રયોગો' નામનું પુસ્તક દર્શાવ્યું હતું.

રાજનું આ કાર્ટૂન મીડિયામાં ચર્ચાનો વિષય બન્યું હતું.

line

સ્ટ્રોક્સ ઑફ ટ્રૂથ

દાઉદ ઈબ્રાહિમના નામે મોદી પર કટાક્ષ કરતું રાજ ઠાકરેનું કાર્ટૂન

ઇમેજ સ્રોત, Raj Thackeray

ઇમેજ કૅપ્શન, સોશિયલ મીડિયા થકી રાજ ઠાકરે સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવી રહ્યાં છે.

પોતાના એફબી પેઇજ પર રાજે વધુ એક કાર્ટૂનમાં મોદી પર નિશાન તાક્યું હતું.

'સ્ટ્રોક્સ ઑફ ટ્રુથ' નામના આ કાર્ટૂનમાં દાઉદ ઇબ્રાહિમ મોદીને ખેંચતો હોય તેમ બતાવાયું હતું.

જ્યારે મોદીને એવું કહેતા દર્શાવાયા હતા કે 'જૂઓ, હું એને કઈ રીતે ખેંચી લાવ્યો...'

રાજ હાલમાં જ ફેસબુક પર જોડાયા છે.

line

'એર ઝાડુ'નું બાકોરું

દિલ્હી વિધાનસભાની ચૂંટણી વખતે નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર કટાક્ષ કરતું રાજ ઠાકરેનું કાર્ટૂન

ઇમેજ સ્રોત, Raj Thackeray

ઇમેજ કૅપ્શન, રાજ ઠાકરેના કાર્ટૂનને સોશિયલ મીડિયા પર બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણી વખતે પણ રાજે મોદી પર કટાક્ષ કરતું કાર્ટૂન બનાવ્યું હતું.

જેમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ નામના 'ટ્વિન ટાવર્સ'માં અરવિંદ કેજરીવાલના 'એર ઝાડુ' વિમાનને બાકોરું પાડતું દર્શાવ્યું હતું.

આ કાર્ટૂનમાં રાજે બરાક ઓબામાને પોતાના વિષયમાં એવી રીતે આવરી લીધા હતા કે ઓબામાનો ઉપયોગ કરવા છતાં પણ મોદી ચૂંટણી જીતી શક્યા નહોતા.

line

રાજ-એક કાર્ટૂનિસ્ટ

પશ્ચિમ બંગાળની ચૂંટણી ડાબેરીઓને હરાવનારા મમતા બેનર્જી પર રાજ ઠાકરેએ બનાવેલું કાર્ટૂન

ઇમેજ સ્રોત, Raj Thackeray

ઇમેજ કૅપ્શન, રાજ ઠાકરેના કાર્ટૂન મીડિયામાં ખાસ ચર્ચા જન્માવતાં હોય છે.

કાર્ટૂન સાથેનો રાજનો સંબંધ આજકાલનો નથી. શિવ સેનાના સર્વેસર્વા બાળ ઠાકરે દ્વારા પ્રકાશિત સામયિક 'માર્મિક' માટે રાજ કાર્ટૂન બનાવતા હતા.

જો કે સક્રિય રાજકારણમાં વ્યસ્ત થતાં રાજની પીંછીએ કાર્ટૂન દોરવાનું ઓછું કરી દીધું હતું.

ફેસબુક પર સક્રિય થયા બાદ રાજ હવે પોતાના કાર્ટૂન્સ શેર કરી રહ્યાં છે. જેને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો