You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત ચૂંટણીઓમાં NOTA અને VVPAT સહિત આ બાબતો પ્રથમ વખત
14મી ગુજરાત વિધાનસભાની રચના માટે ચૂંટણીઓનો કાર્યક્રમ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
9મી ડિસેમ્બર તથા 14મી ડિસેમ્બર એમ બે તબક્કામાં ચૂંટણીઓ યોજાશે. 18મી ડિસેમ્બરે મતગણતરી સાથે ચૂંટણી પરિણામો જાહેર કરાશે.
આ વિધાનસભા ચૂંટણીમાં કેટલીક એવી બાબતો છે જે પ્રથમ વખત બનશે.
જેમાં VVPATનો ઉપયોગ તથા NOTAના વિકલ્પનો સમાવેશ મુખ્ય બાબતો છે.
તમને આ પણ વાંચવું ગમશે
22 જાન્યુઆરી 2018ના રોજ 13મી ગુજરાત વિધાનસભાની મુદત પૂરી થાય છે.
VVPATનો ઉપયોગ
- ઈવીએમની (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)ની સાથે વીવીપીએટી (વૉટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ) મશીન લગાવવામાં આવશે.
- VVPAT દ્વારા મતદાતા જાણી શકશે કે તેમણે જેને મત આપ્યો હતો તેને જ મત રજિસ્ટર થયો છે કે નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
- VVPATની સ્લીપનું કદ 10 સેમી x 5.6 સેમીનું રહેશે.
- દરેક વિધાનસભા બેઠક પર એક પોલિંગ બુથ પર યદચ્છ (random) રીતે વીવીપીએટ તથા ઈવીએમનાં પરિણામોની સરખામણી કરવામાં આવશે.
ફાઇબર શીટની મતદાન કુટિર
- VVPTના કારણે મતદાન કુટિર 30 ઇંચ ઊંચાઈની બનાવવામાં આવશે. અગાઉ તેની ઊંચાઈ 24 ઇંચની રહેતી હતી.
- અગાઉ મતદાન કુટિર માટે પૂઠાંનો ઉપયોગ થતો હતો, આ વખતે ફાઇબર શીટનો ઉપયોગ થશે.
- ફાઇબરની મતદાન કુટિર અપારદર્શક હશે. તેનો પુનઃઉપયોગ થઈ શકશે.
- જે ટેબલ પર મતદાન સામગ્રી રાખવામાં આવશે, તેની ઊંચાઈ પણ 30 ઇંચની રહેશે.
વિધાનસભા ચૂંટણીઓમાં NOTA
- આ વખતે પ્રથમ વાર વિધાનસભા ચૂંટણીના મતદાતાને NOTA (None Of The Above), એટલે કે 'ઉપરોક્તમાંથી કોઈ નહીં'નો વિકલ્પ મળશે.
- સપ્ટેમ્બર 2013માં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે મતદાતાઓને NOTAનો વિકલ્પ આપવામાં આવે.
- જોકે, આ પહેલા લોકસભા ચૂંટણીઓ વખતે NOTA વિકલ્પ મળ્યો હતો. જે મુજબ કોઈપણ ઉમેદવાર પસંદ ન હોય તો મતદાતા આ બટન દબાવી શકે છે.
સંપૂર્ણફોર્મ ભરવું પડશે
- સુપ્રીમ કોર્ટના આદેશને પગલે દરેક ઉમેદવારે ફોર્મમાં સંપૂર્ણ માહિતી આપવાની રહેશે. ફોર્મનું કોઈ ખાનું ખાલી છોડી નહીં શકાય.
- જો કોઈ માહિતી આપવામાં નહીં આવી હોય તો રિટર્નિંગ ઓફિસર દ્વારા તમામ માહિતી આપવા માટે નોટિસ આપવામાં આવશે.
- છતાંય જો માહિતી આપવામાં નહીં આવે તો સ્ક્રૂટિની સમયે ઉમેદવારી રદ કરવામાં આવશે.
- ગત લોકસભા ચૂંટણીમાં તેનો અમલ થયો હતો, પરંતુ વિધાનસભામાં આ વર્ષે પ્રથમ વખત અમલ થશે.
તમને આ પણ વાંચવું ગમશે
મહિલાઓ દ્વારા બુથ સંચાલન
- દરેક વિધાનસભા સીટ પર એક પોલિંગ બુથનું સંપૂર્ણપણે સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવશે.
- કુલ 182 વિધાનસભા બેઠકો પર કુલ 182 બુથ માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે.
અન્ય મહત્વપૂર્ણ બાબતો
- પ્રથમ વખત તમામ પોલિંગ બુથ વીજળી, વિકલાંગોની અવરજવર માટેની રેમ્પ તથા ટૉયલેટથી સજ્જ હશે.
- ચૂંટણી કર્મચારીઓને ચૂકવણું, જે લોકોની ચૂંટણીઓ દરમિયાન સેવાઓ લેવામાં આવશે કે વસ્તુઓ ખરીદવામાં આવશે તેમને ઇ-પેમેન્ટથી રકમ ચૂકવવામાં આવશે.
- CCTV અને વેબકાસ્ટિંગ દ્વારા મતદાન મથકો પર નજર રાખવામાં આવશે. સંવેદનશીલ મતદાન મથકો પરથી ચૂંટણી પ્રક્રિયાનું વેબકાસ્ટિંગ કરવામાં આવશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો