સોશિઅલ: અલ્પેશને કોઈએ કહ્યાં 'મોદી' તો કોઈએ 'કેજરીવાલ'

ઇમેજ સ્રોત, AlPESH THAKOR/FACEBOOK
સોમવારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ જશે. આ માટે ગાંધીનગરમાં વિશાળ સભા યોજાઈ રહી છે.
આ પહેલા રવિવારે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે બીબીસી ગુજરાતીના ફેસબુક લાઇવમાં વાચકોના સવાલોના જવાબ આપ્યા હતા.
બીબીસી સંવાદદાતા વિજયસિંહ પરમાર અને સાગર પટેલ ઉપરાંત વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ સાથેની વાતચીત દરમિયાન અંગે યૂઝર્સે સવાલો પૂછ્યા હતા અને પ્રતિક્રિયાઓ આપી હતી.
અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી હતી.
આથી, મોટા પ્રમાણમાં દર્શકોએ કોંગ્રેસમાં જોડાવવા પાછળનું કારણ પૂછ્યું હતું.
તમને આ પણ વાંચવું ગમશે
નરેશ પરમારનો સવાલ હતો કે, શું આ વખતે ચૂંટણી વિધાનસભા ચૂંટણી લડવા માટે રાજકારણમાં આવ્યા છો ?
તેમણે કહ્યું હતું કે ૨૫ લાખ જેટલા લોકોને ડોર-ટુ-ડોર જઇને અને સોશિઅલ મીડિયામાં પૂછીને આ નિર્ણય કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

અલ્પેશના જણાવ્યા પ્રમાણે તેમને જવાબ આપનારા લોકોમાં બે લાખ જેટલા પાટીદારો હતા. જેમણે તેમને કોંગ્રેસમાં જોડાવા માટે કહ્યું હતું.
રઘુ રબારી નામના ફેસબુક યુઝરે પૂછ્યું કે શું પાટીદારો અનામત માગે તો ઓબીસીમાંથી આપશો.
લિના પટેલે અલ્પેશને 'ઠાકોરોના મોદી' ગણાવ્યા.

કોંગ્રેસમાં જોડાવવા માટે ૨૧ તારીખે સવારે રાહુલ ગાંધીનું નિમંત્રણ આવ્યું હોવાનું અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું.
બીબીસી ગુજરાતીના ફેસબુક લાઇવના દર્શક ઝાકરિયા પટેલે પ્રશ્ન કર્યો હતો કે શું તમને લાગે છે કોંગ્રેસ તમારા મુદાઓનું નિરાકરણ લાવશે?
આ સવાલના જવાબમાં અલ્પેશ ઠાકોરે કહ્યું કે કોંગ્રેસની વિચારધારા ગરીબોની વિચારધારા છે.
ફેસબુક પર સાગર સાવલિયા બેફામે કૉમેન્ટમાં લખ્યું, 'તમારી સરકાર રોજગારી અને નશાબંધી માટે કેવા પગલાં લેશે.'

તેમના મુજબ તેમને રાહુલ ગાંધીએ ખાતરી આપી છે, 'અમારો મુખ્યમંત્રી બનશે ત્યારે સૌપ્રથમ કામ બેરોજગાર આયોગની તાલુકા અને જીલ્લા સ્તર પર કચેરી બનાવવાનું કરશે.'
અલ્પેશ ઠાકોરે ફેસબુક લાઇવમાં જણાવ્યું, "મને જે પક્ષ અને લોકો કહેશે તે કરીશ. લોકોએ કહ્યું રાજનીતિ કરવાનું તો રાજનીતિમાં આવ્યો છું."
હિતેન્દ્ર ગોહિલે લખ્યું, 'અલ્પેશ ઠાકોરની ભાવના સારી છે પણ તેઓ આમ આદમી પાર્ટીની ભાષા બોલો છો.'
સાથે જ તેમણે લખ્યું, 'મહિલાઓ બાળકો માટે મજૂરી કરે પરંતુ દારૂડિયો પતિ રોટી છિનવીને દારૂ પી જાય છે. અલ્પેશભાઈ આગે બઢો.'

કેટલાંક લોકોએ કૉમેન્ટમાં કોંગ્રેસ પાસેથી રૂપિયા લેવાના આક્ષેપો લગાવ્યા હતાં. કિશોર પટેલે પૂછ્યું કે કેટલા તેમને મળ્યા છે.
અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે લોકોને વિશ્વાસ હતો કે તેમનો વેચાશે નહીં. ઇમાનદાર નિર્ણય કરશે. અને એ જ મેં કર્યું.
વિષ્ણુ રાવલે લખ્યું, 'તમે ભૂતકાળમાં કોંગ્રેસમાંથી જ હારી ચૂક્યા છો તો આ ક્યો નવો પ્રવેશ?'
તેમણે અલ્પેશ ઠાકોરને 'બીજા કેજરીવાલ' પણ ગણાવ્યા.

કૃણાલ જોશીએ કહ્યું હતું કે જો તમે આમાં કંઈ કરી શકો તો ખૂબખૂબ શુભેચ્છા નહીં તો કોઇનો સમય ન બગાડશો.
દર્શન ઠાકોર નામના યૂઝરે લખ્યું, 'આ મોદીનું ગુજરાત છે. ગુજરાતની જનતા વિકાસ પ્રિય છે. આ ચોમાસામાં દેખાતા જાતિવાદી પાંખવાળા મંકોડાઓને ગુજરાતની જનતા જવાબ આપશે. શાંતિ, સલામતી અને વિકાસ એટલે ગુજરાત.'

ઇમેજ સ્રોત, Darshan Thakor
દિપક ઢેબરે અલ્પેશને પૂછ્યું કે કોંગ્રેસમાં જોડાયા પછી વચન પૂરા કરવા કેટલો સમય આપશો.
તેમણે એ પણ પૂછ્યું કે જો વચનો પૂરા ન થયા તો શું ફરી આંદોલન કરશો.
દિવ્યેશ રાજા નામના યૂઝરે લખ્યું, 'શું તમને ખ્યાલ છે કે બંધારણમાં જ્ઞાતિ આધારિત વ્યવસ્થા સદાયને માટે નથી.'

ઇરફાન પટેલ સાગરે અલ્પેશ ઠાકોરના નિર્ણયને સારો ગણાવ્યો. સાથે જ રાકેશ ઠાકોરે પણ અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાં જોડાવાના કામને વખાણ્યું.
દિનેશ દાદરેચાએ કોંગ્રેસમાં જોડાવાના અલ્પેશ ઠાકોરના નિર્ણયને ઠાકોર સમાજના લોકો માટેનો ગણાવ્યો. સાથે તેમણે એ પણ પૂછ્યું હતું કે ઠાકોર સમાજનું વર્ચસ્વ કેવું રહેશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












