રાહુલ ગાંધીની લોકપ્રિયતા પર સ્મૃતિનો સવાલ રાહુલ રશિયાથી ચૂંટણી લડશે?

ઇમેજ સ્રોત, Getty Images
સમાચાર સંસ્થા ANIના અહેવાલનો આધાર લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ટ્વિટર એકાઉન્ટ વિશે વિવાદ થયો છે.
આ અહેવાલને કારણે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપ - પ્રતિઆક્ષેપ શરૂ થઈ ગયા છે. ટ્વિટર પર #RahulWaveInKazakh ટોચના ટ્રેન્ડમાં જોવા મળી રહ્યું છે.
ANIનો અહેવાલ કહે છે કે રાહુલ ગાંધીનું OfficeofRG ટ્વિટર હેંડલ જોયા બાદ કેટલાક પ્રશ્નો થાય છે.
અહેવાલમાં પ્રશ્ન કરવામાં આવ્યો છે કે, રાહુલને ટ્વિટર પર લોકપ્રિય બનાવવા માટે 'બોટ્સ'નો ઉપયોગ થાય છે?
તમને આ વાંચવું પણ ગમશે :
જો કે, આ વિશે કોંગ્રેસનો એવો આક્ષેપ છે કે, રાહુલને નિશાન બનાવવા માટે આ એક 'મનઘડંત વાત' છે.

શું છે બોટ?

ઇમેજ સ્રોત, ANI
ટ્વિટરબોટ એક પ્રકારનું સોફ્ટવેર છે, જે ટ્વિટર એકાઉન્ટને ટ્વિટર એપીઆઈ મારફતે નિયંત્રિત કરે છે.
બોટ સોફ્ટવેર આપમેળે જ રીટ્વીટ્સ, લાઇક્સ, ફૉલો અને અનફૉલો પ્રવૃત્તિઓને વધારી શકે છે.
બોટ્સ દ્વારા અન્યનાં એકાઉન્ટ પર સીધો જ મેસેજ મોકલી શકાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બોટ્સથી કોઈ પણ વ્યક્તિનાં ટ્વિટર એકાઉન્ટમાં એ વ્યક્તિએ કંઈ પણ કર્યા વિનાં જ ખૂબ મોટી સંખ્યામાં લાઇક્સ, રીટ્વીટ્સ અને ફૉલોઅર્સ બની શકે છે.

શું છે ANI નો રિપોર્ટ

ઇમેજ સ્રોત, Twitter
ANIએ રાહુલનાં એક ટ્વીટનું ઉદાહરણ આપ્યું છે. આ ઉદાહરણમાં જણાવવામાં આવ્યું છે, 15 ઑક્ટોબરે 'OfficeofRG' ટ્વિટર હેન્ડલથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પનાં એક ટ્વીટને રીટ્વીટ કરવામાં આવ્યું હતું.
ટ્રમ્પે એ ટ્વીટમાં અમેરિકા અને પાકિસ્તાનનાં સંબંધોનાં વખાણ કર્યાં હતા.
'OfficeofRG'એ ટ્રમ્પનાં આ ટ્વીટને રીટ્વીટ કરીને લખ્યું કે મોદીજી ટ્રમ્પ સાથે વધુ એક વખત ગળે મળવાની જરૂર છે.
આ ટ્વીટ તાત્કાલિક રીતે 20 હજાર વખત રીટ્વીટ થઈ ગયું હતું.
ANIએ લખ્યું છે, "આ ટ્વીટના વિશ્લેષણમાં જાણવા મળે છે કે રશિયા, કઝાખસ્તાન અને ઇન્ડોનેશિયાનાં નાગરિકોએ રાહુલના આ ટ્વીટને રીટ્વીટ કર્યું હતું.
એમનાં ટ્વિટર એકાઉન્ટ પર નજર રાખ્યા બાદ જાણવા મળ્યું કે, તેમનાં ફૉલોઅર્સની સંખ્યા દસ કરતાં પણ ઓછી છે.
એમણે જે રીટ્વીટ્સ કર્યાં છે, તેમાં પણ મુદ્દા સાથે કોઈ મેળ ન થતો હોય તેવા છે.
ટ્વિટર પર તેમની હિલચાલ જોવાથી એવો અંદાજ ન લગાવી શકાય તે કોઈ વિચારધારા માટે તેમની કોઈ પ્રતિબદ્ધતા છે."

ભાજપનો ટોણો

ઇમેજ સ્રોત, Twitter
ANIના આ રિપોર્ટનો ઉપયોગ કરીને ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને ટોણો માર્યો છે.
કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ રિપોર્ટનો સંદર્ભ આપીને ટ્વીટ કર્યું, "કદાચ, રાહુલ ગાંધી રશિયા, ઇન્ડોનેશિયા અને કઝાખસ્તાનથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે? પર #RahulWaveInKazakh"
ભાજપના આઈટી સેલના પ્રભારી અમિત માલવિયએ પણ આ જ રિપોર્ટને આધારે રાહુલને નિશાન બનાવ્યા. તેમણે એક સાથે સંખ્યાબંધ ટ્વીટ કર્યાં.
એક ટ્વીટમાં તેમણે લખ્યું, "દેશમાં ભલે યુવરાજને કોઈ ગંભીરતાથી ન લેતું હોય, પણ તેમના નકલી સમર્થકો રશિયા, ઇન્ડોનેશિયા ને કઝાખસ્તાન સુધી ફેલાયેલા છે."

ઇમેજ સ્રોત, Twitter
અમિત માલવિયએ વધુ એક ટ્વીટ કર્યું, "બોટ્સનો ઉપયોગ રમતમાં ડોપિંગ કરવા જેવો છે. આ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠૌર માટે ઝાટકો છે. રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ મજાક બની ગયું છે."

કોંગ્રેસનો વળતો જવાબ

ઇમેજ સ્રોત, Twitter
સોશિઅલ મીડિયા પર રાહુલ ગાંધી પર સ્મૃતિ ઈરાનીએ કરેલા પ્રહાર સામો કોંગ્રેસના સભ્યો તરફથી પણ પ્રતિક્રિયાઓ આવી છે.
કોંગ્રેસનાં સોશિઅલ મીડિયા વિભાગનાં વડાં દિવ્યા સ્પંદના/રમ્યાએ ટ્વીટ કર્યું કે સ્ટોરીમાં હકિકતો ખોટી છે.
માહિતી અને સૂચના પ્રસારણ મંત્રાલય તથા બોટ્સ જનતા પાર્ટીને ખુશ કરવાની આતુરતા સમજી શકાય છે.
ભાજપ આ હુમલાનો કોંગ્રેસ નેતા શહઝાદ પૂનાવાલાએ જવાબ આપ્યો છે.
ANIએ રાહુલના ટ્વીટનું જેવું ઉદાહરણ આપ્યું છે, તેવું જ ઉદાહરણ પૂનાવાલાએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વીટને રીટ્વીટ કરનારાઓને રજૂ કર્યાં છે. તેમણે એવા લોકોને રજૂ કર્યાં છે, જેમના એકાઉન્ટ શંકાસ્પદ છે.

ઇમેજ સ્રોત, Twitter
દરમિયાન કોંગ્રેસના સંજય ઝાએ ટ્વીટ કર્યું કે એક તરફ સાધારણ મુસાફરોને મુસાફરીમાં સુવિધા નથી મળતી ગરીબ-મધ્યમવર્ગીય લોકો રેલ દુર્ધટનાઓનો શિકાર બની રહ્યા છે અને બીજી તરફ રેલવે પ્રધાન ટ્વિટર પર ટ્વીટની રમત કરી રહ્યા છે.

ઇમેજ સ્રોત, Twitter
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













