શિક્ષણ અને નોકરી સાથે મને પણ સહવાસ ગમે છે

- લેેખક, દિવ્યા આર્ય
- પદ, બીબીસી હિંદી
હું જોઈ શકતી નથી તો શું? પ્રેમની જરૂર દરેકને હોય છે.
મને પણ છે. જેટલી તમને છે એટલી જ. મારી 'ડિઝાયર'નો મારી 'ડિસબિલિટિ' સાથે કોઈ લેવાદેવા નથી.
બસ તેને મહેસૂસ કરવાનો મારો અનુભવ અલગ છે.
બાળપણમાં હું તમારા જેવી જ હતી. જોઈ શકતી હતી. એક નાના શહેરની સામાન્ય સ્કૂલમાં ભણતી હતી.
તમને આ પણ વાંચવું ગમશે
ત્યારે નાની હતી તો છોકરાઓ સાથે માત્ર મિત્રતાનો સંબંધ હતો.
નવમા ધોરણમાં અચાનક મારી આંખોની રોશની જવા લાગી અને એક વર્ષમાં તે સંપૂર્ણ જતી રહી.
મને 'પ્રજ્ઞાચક્ષુ બાળકોની સ્કૂલ'માં દિલ્હી મોકલી દેવાઈ. સામાન્ય લોકો સાથે કોઈ સંપર્ક નહીં.
પછી હું કોલેજમાં આવી. ફરીથી સામાન્ય દુનિયામાં. એક યુવાન સ્ત્રીના સવાલો અને ખયાલો સાથે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હું આકર્ષક તો દેખાવા માગતી હતી પરંતુ છોકરાઓથી અંતર પણ રાખવા માગતી હતી.
આ બાબતનો હું પ્રજ્ઞાચક્ષુ છું તેની સાથે કોઈ સંબંધ ન હતો. બસ, એક છોકરી હોવાના નાતે હું આવું ઇચ્છતી હતી.
જે બધા છોકરાઓ માટે 'ડિઝાયરેબલ' બનવા માગતી હતી પરંતુ એક ખાસ છોકરા માટે 'અવેલબલ'
પરંતુ ખાસ સ્કૂલને કારણે સામાન્ય દુનિયા સાથે હળવા-મળવાની આદત છૂટી ગઈ હતી.
જ્યારે જોઈ શકતી હતી ત્યારે છોકરાઓની આંખોથી તેની નીયતની ખબર પડી જતી હતી. જો કે હવે છોકરાઓની વચ્ચે આત્મવિશ્વાસ જ ખોવાઈ જાય છે.
કેન્ટીન, ક્લાસ કે લાયબ્રેરી સુધી જવા માટે મદદ લેવામાં પણ સંકોચ થતો હતો પરંતુ તે મજબુરી બની ગઈ હતી.
હાથ પકડવાનું એટલું સામાન્ય થઈ ગયું હતું કે પહેલીવાર હાથ પકડવાથી થતો સંકોચ કે હૂંફનો અહેસાસ હવે મહત્વનો ન હતો. પરંતુ ઇચ્છા હજી એવી જ હતી.
પછી મને એ છોકરો મળ્યો અથવા એમ કહું કે એ છોકરાએ મને શોધી લીધી.

તે પ્રજ્ઞાચક્ષુ નથી પરંતુ તેને ઓછું દેખાય છે. એટલે કે તે મને જોઈ શકે છે.
તે યુનિવર્સિટીમાં મારો સીનિયર હતો અને તે સંબંધે કેટલાક મિત્રોએ અમારો મેળાપ કરાવ્યો.
ત્યારબાદ તેણે મને જણાવ્યું હતું કે તેણે પહેલી મુલાકાતમાં જ મને ગર્લફ્રેન્ડ બનાવવાનું વિચારી લીધું હતું.
પરંતુ હું તેનાથી અજાણ હતી. પ્રથમ માત્ર દોસ્તી થઈ. તે મારો બહુ જ ખયાલ રાખતો હતો.
ક્યારેક કૉફી, ક્યારેક પુસ્તકો ખરીદવા, ક્યારેક માત્ર એમ જ સાથે ચાલવાના બહાના સાથે તે મને મળતો રહેતો.
પછી અમે કોઈપણ બહાના વિના મળવા લાગ્યાં. માત્ર મળવા ખાતર મળવા લાગ્યા.
હું મેટ્રોમાં જતી અને તે મને મેટ્રો સ્ટેશનની બહાર મળી જતો. પછી સાથે અમે દિલ્હી યુનિવર્સિટીમાં જતા.
અમે યુનિવર્સિટીના એ વિસ્તારમાં જતા જે જંગલ જેવો છે અને અમારા જેવા કેટલાંય યુગલોનો તે એકલતામાં બેસવાનો પસંદગીનો વિસ્તાર હતો.
દોસ્તીથી પ્રેમના સંબંધ સુધી પહોંચવા, તેના પર વિશ્વાસ મૂકવા માટે મને એક વર્ષ લાગ્યું.

તેમ છતાં પણ અમે ક્યારેક બહાર મળતા તો મન શાંત થતું ન હતું.
દર વખતે લાગતું હતું કે કોઈ અમને જોઈ રહ્યું છે. કોઈ જીવ લઈ શકનાર, અમારા પરિવારનો કોઈ વ્યક્તિ.
જે જોઈ શકે છે તેમના માટે તે સહેલું હોય છે. મારો બોયફ્રેન્ડ ધ્યાન રાખતો હતો પણ હું જોઈ શકતી ન હતી.
ડર લાગતો હતો કે ક્યાંક પકડાઈ જઈશુ. પરંતુ મળવાનું તો પણ બંધ ના કર્યું કેમ કે પ્રેમ જ એવો હતો.
આખરે મારા બોયફ્રેન્ડને હોસ્ટેલ મળી ગઈ. જ્યારે અમે ત્યાં મળવા લાગ્યાં ત્યારે મને સારું લાગવા લાગ્યું.
પરંતુ આ કોઈ પરીની વાર્તા નથી, જિંદગીની સચ્ચાઈ વાર્તાઓથી ખૂબ જુદી હોય છે.
કેટલાક સમય બાદ મને ખબર પડી કે તે એક બીજી છોકરી સાથે પણ એવા સંબંધ ધરાવે છે જેવા તેના મારી સાથે છે.

મે તેને પૂછયું તો તે ખોટું બોલતો રહ્યો. મારા માટે સચ્ચાઈ શોધવી મુશ્કેલ હતી.
હું કોઈ સામાન્ય છોકરીની જેમ તેનો ફોન તપાસી શકતી ન હતી. તેની હોસ્ટેલ પર અચાનક જઈને તેનો રૂમ પણ તપાસવા માટે હું અસમર્થ હતી.
પછી મને સોશિઅલ મીડિયાની એક ચેટ મળી જેને એ ડિલિટ કરવાનું તે ભૂલી ગયો હતો.
મારા કોમ્પ્યૂટરમાં રહેલા સ્ક્રિન રીડિંગ સોફ્ટવેયર વડે તે હું વાંચી શકી અને હવે સાફ થઈ ગયું હતું કે મારી સાથે દગો થયો છે.
વિશ્વાસઘાત કોઈ પણ માટે મુશ્કેલ હોય છે. મારા માટે તે મારી 'ડિસબિલિટિ'નો ફાયદો ઉઠાવીને કરવામાં આવેલો દગો હતો.
મારા બોયફ્રેન્ડે મને કમજોર સાબિત કરી દીધી હતી. મારું દિલ તો તૂટી જ ગયું હતું. આત્મવિશ્વાસ પણ ચકનાચૂર થઈ ગયો હતો.
હું દિલ્હી યુનિવર્સિટીમાંથી ગોલ્ડ મેડાલિસ્ટ છું. રાષ્ટ્રીય સ્તરની એથ્લીટ છું અને મારી હોસ્ટેલની પ્રેસિડેન્ટ પણ.
મારા મિત્રોએ કહ્યું કે પ્રજ્ઞાચક્ષુ હોવાછતાં આટલું હાંસલ કરી લીધું, તો હવે બોયફ્રેન્ડ ના પણ હોય તો શું ફરક પડશે.
પરંતુ ફરક પડે છે. દરેક ઇન્સાનની જિંદગીમાં પ્યાર માટે એક અલગ જ સ્થાન હોય છે.
બધાથી અલગ તે એક અલગ અનુભવ છે. તેના વિના હું અધૂરપ અને ખોખલાપણું મહેસૂસ કરી રહી છું.
આ અધૂરપ વચ્ચે મને બીજો બોયફ્રેન્ડ મળ્યો.

તે નોર્મલ છે. સામાન્ય માણસોની જેમ જ તે મને જોઈ શકે છે. કદાચ તે પણ આકર્ષણનું એક કારણ હતું.
પરંતુ કદાચ આ જ કારણને લીધે તે મને સારી રીતે સમજી ના શક્યો.
તે મારો એવો ખયાલ નથી રાખતો જેવો હું ઇચ્છું છું.
હાથ પકડીને પાર્ટીમાં લઈ તો જાય છે પરંતુ પછી તે દોસ્તો સાથે મને પાર્ટીનો હિસ્સો નથી બનાવતો.
હું એક ખૂણામાં રહું છું. જેવી રીતે કોઈ ચીજ પડી હોય.
એકવાર ફરી અમારા શબ્દોમાં ડિસબિલિટિનો અહેસાસ થાય છે.
એવું લાગવા લાગ્યું છે કે હું જોઈ નથી શકતી એટલે પ્યારનો મને સાચો અહેસાસ નથી થતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















