દેશનું સૌથી મોંઘું ડીઝલ ગાંધીનગરમાં મળે છે

પેટ્રોલ અને ડીઝલ

ઇમેજ સ્રોત, PRAKASH SINGH/GETTY IMAGES

થોડા દિવસો પેહલા બે રૂપિયા પ્રતિ લિટરનો કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક ઘટતા, સમગ્ર ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સીધે-સીધો 2 રૂપિયાનો ફાયદો ગ્રાહકોને મળ્યો.

ગુજરાત સરકાર ગુરૂવાર (12મી ઓક્ટોબર) મધ્યરાત્રીથી પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લિટર ઉઘરાવવામાં આવતો વૅલ્યુ એડેડ ટેક્સ (વેટ) ઘટાડવાની જાહેરાત કરી છે.

ગુજરાત પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પેટ્રોલ પ્રતિ લિટર બે રૂપિયા પંચોતેર પૈસા અને ડીઝલ પ્રતિ લિટર બે રૂપિયા પંદર પૈસા સસ્તું થશે.

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ પર હાલમાં 24% વેટ વત્તા 4% સેસ રાજ્ય સરકાર ઉઘરાવી રહી છે.

તમને આ વાંચવું પણ ગમશે :

રાજ્ય સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટના દરોમાં 4% નો ઘટાડો જાહેર કરતા હવે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ પર 20% વેટ વત્તા 4% સેસ ઉઘરાવવામાં આવશે.

આ પરિસ્થિતિમાં આવો જોઈએ કે તમારા વાહનમાં તમે જે પેટ્રોલ-ડીઝલ ભરાવો છો તેના પર ક્યા પ્રકારના દરો અને કિંમતો લાગુ પડે છે.

હાલમાં તમારું પેટ્રોલ આજે અંદાજે 70 રૂપિયે પ્રતિ લિટર છે અને ડીઝલ 63 રૂપિયે પ્રતિ લિટર. તમારા સુધી પહોંચતા પેટ્રોલ-ડીઝલ પર કેવા-કેવા વેરાઓ અને અન્ય કિંમતો લાગુ પડે છે?

line

આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ અને ડોલરના ભાવ

આંતરરાષ્ટ્રીય બજાર

ઇમેજ સ્રોત, JIM WATSON/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ બેરલના ભાવે વેચાય છે અને એક બેરલ એટલે 159 લિટરનો કદડો

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ બેરલના ભાવે વેચાય છે અને એક બેરલ એટલે 159 લિટર ક્રૂડ ઓઇલ.

આંતરરાષ્ટ્રીય બજારમાં 159 લિટર ક્રૂડ ઓઇલ બેરલની કિંમત 49.66 ડોલર છે, ક્રૂડ ઓઇલ બેરલ તમારા સુધી પહોંચાડવા માટે 2 ડોલરની શિપિંગ કિંમત જોડો.

એક ડોલરનો એક્સચેન્જ રેટ આજે 65.32 રૂપિયા છે. તેને 51.66 ડોલર સાથે ગુણો, એટલે એક 159 લિટરનું ક્રૂડ ઓઇલ બેરલ તમારા સુધી 3,374.43 રૂપિયામાં પહોંચે છે.

line

સ્થાનિક ઉત્પાદન કિંમત

ઓઇલ રિફાઇનરી

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, આ કાચું તેલ ઓઇલ રિફાઇનરીમાં પ્રોસેસ કરવું પડે છે

પ્રતિ લિટર કાચા તેલ ની કિંમત અંદાજે 21.22 રૂપિયા થાય છે અને આ કાચું તેલ ઓઇલ રિફાઇનરીમાં પ્રોસેસ કરવું પડે છે.

કાચું તેલ પ્રોસેસ કરવાની કુલ કિંમત પેટ્રોલ માટે 9.34 રૂપિયા પ્રતિ લિટર છે, જ્યારે ડીઝલ માટે 8.93 રૂપિયા પ્રતિ લિટર છે.

line

પેટ્રોલ-ડીઝલ પર કેન્દ્રીય વેરાઓ અને કમિશન

પેટ્રોલ પમ્પ

ઇમેજ સ્રોત, DOMINIQUE FAGET/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પેટ્રોલ પર પમ્પ માલિક / ડીલરનું કમિશન અંદાજે 3.23 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ પર અંદાજે 2.17 રૂપિયા પ્રતિ લિટર છે

પેટ્રોલ પરનું કેન્દિય ઉત્પાદન શુલ્ક (સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી) 19.48 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ પર 15.33 રૂપિયા પ્રતિ લિટર છે.

પેટ્રોલ પર પમ્પ માલિક / ડીલરનું કમિશન અંદાજે 3.23 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ પર અંદાજે 2.17 રૂપિયા પ્રતિ લિટર છે.

જે ભૌગોલિક વિસ્તાર અને ધંધાકીય પરિસ્થિતિઓને આધીન છે અને વિસ્તાર પ્રમાણે બદલાય છે.

line

રાજ્ય સરકારનો વેટ

ગુજરાત

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં પેટ્રોલ પર 14.92 રૂપિયા પ્રતિ લિટરનો વેટ+સેસ વેરો લાગુ પડે છે અને ડીઝલ પર 13.34 રૂપિયા પ્રતિ લિટર લાગુ પડે છે

પેટ્રોલ-ડીઝલ પર જે તે રાજ્ય સરકાર દ્વારા ઉઘરાવામાં આવતો વેરો (વૅલ્યુ એડેડ ટેક્સ) જુદો જુદો હોય છે. ગુજરાતમાં આ વેટ રૂપી વેરો 24% છે ઉપરાંત બીજી 4% સેસ લાગુ પડે છે.

ગુજરાતમાં પેટ્રોલ પર 14.92 રૂપિયા પ્રતિ લિટરનો વેટ+સેસ વેરો લાગુ પડે છે અને ડીઝલ પર 13.34 રૂપિયા પ્રતિ લિટર લાગુ પડે છે.

ગુજરાતમાં પેટ્રોલની કિંમત 70 રૂપિયા પ્રતિ લીટરની આસપાસ બેસે છે અને ડીઝલની કિંમત 63 રૂપિયા પ્રતિ લીટરની આસપાસ બેસે છે.

આજ મધ્યરાત્રિથી ગુજરાત સરકારે વેટ વેરો 24%માંથી 4% ઘટાડતા, પેટ્રોલ લિટરે 2.50 રૂપિયા સસ્તું થશે અને ડીઝલ લિટરે બે રૂપિયા સસ્તું થશે.

line

ભારતમાં સૌથી મોંઘુ-સોંઘું પેટ્રોલ-ડીઝલ

મુંબઈ

ઇમેજ સ્રોત, SEBASTIAN D'SOUZA/IMAGES

ઇમેજ કૅપ્શન, ભારતમાં સૌથી વધુ મોંઘુ પેટ્રોલ મુંબઈમાં છે, ડીઝલ ગાંધીનગરમાં અને સૌથી સસ્તું પેટ્રોલ-ડીઝલ પોર્ટ-બ્લેર (આંદામાન - નિકોબાર)માં છે

ભારતમાં સૌથી વધુ મોંઘુ પેટ્રોલ હાલમાં મુંબઈમાં છે. લિટરે રૂપિયા 77.58 અને સૌથી સસ્તું પેટ્રોલ પોર્ટ-બ્લેર (આંદામાન - નિકોબાર)માં લિટરે 59.19 રૂપિયાના દરથી વેચાય છે.

ભારતમાં સૌથી મોંઘું ડીઝલ હાલમાં ગુજરાતના ગાંધીનગર ખાતે વેચાય છે. લિટરના 63.33 રૂપિયાના ભાવે અને સૌથી સસ્તું ડીઝલ હાલમાં પોર્ટ-બ્લેર (આંદામાન - નિકોબાર)માં લિટરે 53.70 રૂપિયાના ભાવથી વેચાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો