You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્રના પાઠ્યપુસ્કોમાંથી કેમ મુઘલોનો ઈતિહાસ દૂર કરાઈ રહ્યો છે?
- લેેખક, સમીર હાશમી
- પદ, બીબીસી સંવાદદાતા, મુંબઈ
મહારાષ્ટ્રમાં સ્કૂલનાં પુસ્તકોમાંથી ભારતનાં મોટાભાગ પર ત્રણ સદીઓ સુધી રાજ કરનારા મુગલ સામ્રાજ્યનો ઉલ્લેખ હટાવવામાં આવી રહ્યો છે.
મુગલ સલ્તનતના ઈતિહાસને પાઠ્યક્રમમાંથી હટાવવાનો હેતુ છે - હવે એક હિંદુ સ્થાપક દ્વારા સ્થાપિત સામ્રાજ્ય પર ફોકસ કરાશે અને આ હિંદુ શાસક છે - છત્રપતિ શિવાજી.
ભારતના મોટાભાગના સ્મારક મુઘલકાળમાં બનાવવામાં આવ્યાં હતાં. લગભગ 300 વર્ષ સુધી રાજ કરનારા મુઘલ ભારતના ઈતિહાસનો મહત્વપૂર્ણ હિસ્સો છે.
પરંતુ મહારાષ્ટ્રની ઘણી સ્કૂલોમાં ભણી રહેલા બાળકો માટે તેમનું કોઈ મહત્વ નથી.
મહારાષ્ટ્રની ઘણી સ્કૂલોમાં મુઘલોના ઈતિહાસને પાઠ્યક્રમમાંથી પૂરી રીતે દૂર કરી દેવામાં આવ્યો છે. હવે પાઠ્યક્રમ પૂરી રીતે છત્રપતિ શિવાજી પર કેન્દ્રીત કરાયો છે.
17મી સદીમાં શિવાજીએ મુઘલોને હરાવીને મરાઠા સામ્રાજ્યનો પાયો નાંખ્યો હતો. તેમણે મહારાષ્ટ્રની સાથે સાથે ભારતના અનેક ભાગમાં રાજ કર્યું.
છત્રપતિ શિવાજી હિંદુ છે, જ્યારે મુઘલ મુસ્લિમ
આ પગલું ભરનારી હિસ્ટ્રી ટેક્સ્ટબુક કમિટિનું કહેવું છે આ નિર્ણય ધાર્મિક કે રાજનૈતિક આધાર પર લેવામાં આવ્યો નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કમિટિના ચેરમેન સદાનંદ મોરે જણાવે છે, "અમારાં બાળકો મહારાષ્ટ્રનાં છે. એટલે મહારાષ્ટ્રના ઈતિહાસ જોડે તેમનો પહેલાં સંબંધ રહે છે.
પ્રેક્ટિકલ સમસ્યા એ છે કે પુસ્તકમાં પાનાંની સંખ્યા ઓછી હોય છે. એટલે મુઘલ ઈતિહાસ સામેલ કરવા માટે અમે પુસ્તકોમાંથી મરાઠાના ઈતિહાસને હટાવી શકીએ નહીં."
દક્ષિણપંથી રાજનૈતિક પાર્ટીઓ મુઘલોને 'મુસ્લિમ આક્રમણકારી' તરીકે કહે છે. તેમનું કહેવું છે કે મુઘલોએ હિંદુઓ પર અત્યાચાર કર્યા હતા.
જ્યારથી ભાજપ સત્તામાં આવી છે આ અવાજ વધારે બુલંદ થયો છે.
વિશેષજ્ઞ કહે છે કે કેટલાંક મુઘલ શાસકોએ ઈસ્લામને ફેલાવવાની કોશિશ કરી, પરંતુ કેટલાંક શાસકોએ હિંદુ રાજ્યો પર શાંતિથી શાસન કર્યું હતું.
તેમનું કહેવું છે મુઘલ શાસકોનું મૂલ્યાંકન તેમની શાસન ક્ષમતા પ્રમાણે કરવું જોઈએ. ઘર્મ ના આધારે નહીં.