You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતીયોને હજુ પણ બ્રિટિશરો પ્રત્યે અણગમો છે?
- લેેખક, જસ્ટીન રોલેટ
- પદ, સાઉથ એશિયા સંવાદદાતા
ભારતે બ્રિટિશ હકૂમતથી આઝાદી મેળવ્યાના સિત્તેર વર્ષ થઈ ગયા છે. આઝાદી મેળવી ત્યાર પછી બ્રિટન હંમેશા ભારત સાથે ઘનિષ્ઠ વેપારી સંબંધો ઈચ્છતું આવ્યું છે.
ભારતમાં આઝાદીની ચળવળ થઈ તેની સાથે મારા પરિવારનો નજીકનો સંબંધ છે.
હું આ વિશે સામાન્ય રીતે ક્યારેય બોલતો નથી પરંતુ એવું પણ નથી કે હું તેનો ગર્વ લઈ શકું.
તાજેતરમાં ભારતે તેની આઝાદીના સિત્તેર વર્ષની ઊજવણી કરી આથી તેની સાથેના મારા અંગત સંબંધને કારણે ભારતના બ્રિટન પ્રત્યેના જટિલ અને મોટાભાગે વિરોધાભાસી અભિગમે મને વિચારતો કરી મૂક્યો.
હાલ ભારત બ્રિટન વિશે શું વિચારે છે તે ઘણું જ મહત્વપૂર્ણ છે. કેમ કે, બ્રિટિશ સરકાર ભારત સાથેના ભાવિ સંબંધોને ઘણું મહત્વ આપી રહી છે.
દિલ્હીમાં જ્યારે મેં ડિપ્લોમેટ અને સાંસદ શશી થરૂરની તેમના દક્ષિણ દિલ્હીના નિવાસસ્થાને મુલાકાત લીધી ત્યારે તેમણે ખુશીથી એ વાત સ્વીકારી કે ભારતમાં ઈંગ્લીશ બોલતા લોકોના અભિગમના ઘડતર પાછળ બ્રિટિશ વિરાસતની ભૂમિકા રહી છે.
તેમણે કહ્યું કે એવી કેટલીક બાબતો છે જે બ્રિટિશ વિરાસતમાંથી ઉતરી આવી છે. તેમાં પુસ્તકોનું વાંચન, ખાન-પાનની રીત, વસ્ત્ર-પરિધાનની રીતભાત તેમજ સાંસ્કૃતિક બાબતોનો પણ સમાવેશ થાય છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે ભારતીયોને ક્રિકેટ પસંદ છે અને બ્રિટિશ ટીમને હરાવવું રાષ્ટ્રપ્રેમ તરીકે જોવાય છે. વળી બ્રિટને ભારતને ચા નો એક પીણાં રૂપે પરિચય કરાવ્યો તે બાબતના પણ થરુરે વખાણ કર્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
થરૂર કદાચ આજના સમયે બ્રિટિશ વિરાસતના સૌથી મજબૂત વિવેચક છે.
2015માં થરુરે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભાષણ આપ્યું હતું જેમાં તેમણે બ્રિટને ભારતમાં જે ખોટું કર્યું તેના બદલ વળતરની માંગણી કરી હતી. આ ભાષણ સોશિયલ મીડિયામાં ચર્ચાની એરણ પર રહ્યું હતું.
આ ભાષણની ભારત અને બ્રિટન એમ બંને મીડિયામાં વ્યાપક નોંધ લેવાઈ હતી. વળી રાજકીય રીતે વિરોધી ગણાતા નરેન્દ્ર મોદીએ પણ થરૂરની આ મુદ્દે પ્રસંશા કરી હતી.
આ ભાષણના પગલે તેમણે પુસ્તક લખવાનું વિચાર્યું અને તેને નામ આપ્યું 'ઇન ગ્લોરિયસ એમ્પાયર' પુસ્તક લખવાનું કારણ જણાવતા થરુરે કહ્યું કે આજના ભારતીયોને બ્રિટિશ શાસન કેટલું ભયાનક હતું તે સમજાવવાની તાતી જરૂરિયાત હોવાનું કારણ આપ્યું હતું.
જો કે એમાં કોઈ જ શંકા નથી કે બ્રિટિશ હકૂમતની હેવાનિયત અને તેમણે કરેલા અપમાનને લીધે ભારતમાં તેમના પ્રત્યે ક્રોધ અને મનદુઃખ હોય.
જો કે હકીકત એ પણ છે કે કેટલાક લોકોને બ્રિટિશરાજ સામે આજે પણ વેરભાવ છે. અને હું આ વાત સારી રીતે એટલે જાણું છું કેમ કે બ્રિટિશ હકૂમતે આચરેલા અત્યાચારોમાં એક કાયદો અતિ જવાબદાર હતો.
આ કાયદાનો ડ્રાફ્ટ મારા દાદાએ જ લખ્યો હતો.
એ કાયદો એટલે 'રોલેટ એક્ટ' અને તેના કારણે જ 1919માં 13મી એપ્રિલે અમૃતસરમાં સામૂહિક હત્યાકાંડ થયો હતો. મહાત્મા ગાંધીએ તે સમયે આ કાનૂન સામે અહિંસક ચળવળ એટલે કે તેમનો પહેલો સત્યાગ્રહ શરૂ કર્યો હતો.
આ કાયદા મુજબ જે લોકો પર બ્રિટિશરાજના વિરુદ્ધમાં ષડયંત્ર રચવાની શંકા માત્ર હોય તેની તમામ નાગરિક સંબંધી આઝાદી છીનવી લેવામાં આવતી હતી. તેનો અર્થ એ કે સરકાર સામે બળવો કરવા પ્રેરતું અખબાર તમને બે વર્ષની કેદની સજા કરાવી શકતું હતું.
ગાંધીજીએ આ કાયદા વિરુદ્ધ લોકોને તેમનો રોષ પ્રકટ કરવા કહેતા તમામ લોકો જલિયાંવાલા બાગમાં એકઠા થયા હતા. આ કાયદો મારા દાદા સિડની રોલેટે લખ્યો હતો. એક સદી પછી તેની ભયાનક યાદો વાગોળતા હોઇએ તો તેને શરમજનક ગણવું પણ જરૂરી છે.
ગત સપ્તાહે મેં જલિયાંવાલા બાગની મુલાકાત લીધી અને તે ખૂબ જ વિચારપ્રેરક અનુભવ રહ્યો.
જલિયાંવાલા બાગ બોર્ડના ચેરમેન સુકુમાર મુખરજી મને ત્યાં બાગમાં અંદર લઈ ગયા.
જલિયાંવાલા બાગમાં જ્યાંથી બ્રિટિશ આર્મીના કમાન્ડર બ્રિગેડિયર જનરલ રેગિનાલ્ડ ડાયર તેમના જવાનોની ટુકડી સાથે ધસી આવ્યા હતા એ જગ્યાએથી જ અમે પ્રવેશ્યા.
મુખરજીએ મને જણાવ્યું કે તેમના દાદા આની ભયાનકતા વાગોળતા ત્યારે તે કહેતા કે કઈ રીતે ડાયરની ટુકડીએ બે અર્ધ-ગોળાકારમાં ગોઠવાઈને બહાર જવાના માર્ગ બંધ કરી દીધા હતા.
કોઈ પણ ચેતવણી વગર તેમણે ગોળીબાર શરુ કરી દીધો હતો.
તેમના દાદા શાસ્ત્રીચરણ મુખરજી એક મંચ પાછળ છુપાઈ ગયા હતા જેથી તે ગોળીબારથી બચી શકે. બાદમાં જૂની યાદો વાગોળતા તે કહેતા કે જલિયાંવાલા બાગમાં સૈનિકોએ વિરોધ પ્રદર્શિત કરી રહેલા તમામ લોકો પર સીધો જ ગોળીબાર શરૂ કરી દીધો હતો.
જલિયાંવાલા બાગમાં દસ મિનિટ સુધી 1650 રાઉન્ડનો ગોળીબાર ચાલ્યો હતો. એકદંરે તેમાં 379 લોકોનાં મોત થયા હતા. બિન-સત્તાવાર આ આંકડો ઘણો મોટો હતો. વળી તેમાં 1137 લોકો ઘાયલ થયા હતા.
મુખરજીએ મને તે કૂવો પણ બતાવ્યો જેમાં લોકો જીવ બચાવવા કૂદી પડ્યા હતા. તેમાંથી 120 મૃતદેહો મળ્યા હતા.
મુખરજીના દાદાના જણાવ્યા અનુસાર ડાયરે દારૂગોળો ખતમ થઈ જતાં સૈનિકોને ચાલ્યા જવાનું ફરમાન કર્યું હતું અને કરફ્યુ લગાવી દીધો હતો.
જનરલ ડાયરે જો કોઈપણ ભારતીય વ્યક્તિ રસ્તા પર દેખાય તો તેને ગોળી મારી દેવાનો પણ આદેશ આપી દીધો હતો.
એટલું જ નહીં જનરલ ડાયરે ઘાયલોને ઘટના સ્થળે કણસતા છોડી દીધા હતા અને તેમને સારવાર મળે એવી કોઈ દરકાર લીધી નહોતી.
આટલી ક્રૂરતા છતાં બ્રિટિશરો પ્રત્યે ભારતીયોને શત્રુતાભાવ કેમ નહીં તેવું પૂછતાં મને થરૂરે જવાબ આપ્યો કે તમને તમારા કૃત્ય પર શરમ હોવાથી મને કોઈ રોષ નથી.
આથી બ્રિટિશરો પ્રત્યે ભારતીયોનો અભિગમ શું કહે છે તેના પર વાત કરીએ ત્યારે અમૃતસરની ઘટના ભારતના ઇતિહાસમાં એક મહત્વનો પડાવ ગણાય છે.
ભારતમાં પાઠ્યપુસ્તકોમાં 'રોલેટ એક્ટ' વિશે પ્રકરણ હોય છે. આ ઘટના સંબંધિત ચળવળે જ ગાંધીજીને રાષ્ટ્રીય નેતાના રૂપમાં ઓળખ અપાવી હ
જયારે બે વર્ષ પેહલા હું ભારત આવ્યો હતો ત્યારે મને પ્રશ્ન હતો કે બ્રિટિશ હકુમત સાથે જોડાયેલો મારો આ ભૂતકાળ મારા બીબીસીના કાર્યમાં અવરોધ ન બની જાય.
પરંતુ આવું ન બન્યું. મારે કોઈ પણ જાતના રોષનો સામનો કરવો પડ્યો નહીં.
બ્રિટિશરોએ 70 વર્ષ પહેલા જે ભારત છોડ્યું હતું તેના કરતા આજનું ભારત ઘણું જ જુદું છે.
ભારતને બ્રિટન કરતા ચીન-અમેરિકા સાથે વેપાર કરવામાં વધુ રસ હોઈ શકે પણ તેમ છતાં ભારતીયોનાં દિલમાં બ્રિટન માટે વિશેષ જગ્યા છે.
આથી ભારતમાં આજે પણ ક્રિકેટ મેચમાં ઇંગ્લેન્ડને લોર્ડઝ પર હરાવવું ઘણું મહત્વનું ગણાય છે. તી.