You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટાઇફૂન કાજિકી : વિયેતનામ ઉપર ત્રાટક્યું શક્તિશાળી વાવાઝોડું, 133 કિમીની ઝડપે પવન ફૂંકાયો, લાખો લોકોને ખસેડાયા
- લેેખક, પૌલિન કોલા
- પદ, બીબીસી ન્યૂઝ
વિયેતનામ પર વાવાઝોડું કાજિકી ત્રાટક્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, કલાકના 118થી 133 કિમીની ઝડપે પવન ફૂંકાય રહ્યો છે. વાવાઝોડા પૂર્વે સરકારે 5.86 લાખથી વધારે લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે.
દક્ષિણ ચીનના સાગરમાં ઉત્પન્ન થયેલ કાજિકી વાવાઝોડું 10થી 15 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.
વિયેતનામના હાન હોઆ, ક્વેન્ગ તરી, હુ અને ડા નાંગ જેવા પ્રાંતના લોકોને પોતાના ઘર છોડી જવા આદેશ અપાયો હતો. હવામાન વિભાગે નાની નદીઓ અને જળપ્રવાહમાં પાણીને કારણે છ રાજ્યોમાં 400 જેટલા રહેણાક વિસ્તારોને અસર પહોંચવાની વાત કહી છે.
આગામી કલાકો દરમિયાન વાવાઝોડું ફેલાઈ જશે અને નબળું પડશે, પરંતુ તેના કારણે 300થી 400 મીમી વરસાદ પડી શકે છે, જેના કારણે ફ્લૅશ ફ્લડની પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
વિમાનોની ઉડાન રદ કરવામાં આવી છે અને બોટને દરિયાકિનારે લાંગરવા જણાવાયું છે.
આ વાવાઝોડું ચીનમાં હાઇનન નજીકથી પસાર થઈને વિયેતનામ તરફ આવી રહ્યું છે. હાઇનનમાં 12.6 ઇંચથી વધારે વરસાદ પડવાની આગાહી છે.
અતિભારે વરસાદ પડવાની આગાહી
બીબીસી વેધર મુજબ ટાઇફૂન કાજિકી વિયેતનામના અંદરના ભાગો તરફ પહોંચશે ત્યારે નબળું પડી જવાની શક્યતા છે.
આ દરમિયાન દરિયામાં બેથી ચાર મીટર ઊંડા મોજાં ઉછળવાની શક્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વાવાઝોડાના અંદાજિત માર્ગ પર વસતા લોકોને રવિવારથી જ બપોરે બે વાગ્યા પછી ઘરમાંથી બહાર ન નીકળવા જણાવાયું હતું. લોકોને મદદ કરવા માટે સૈનિકો ગોઠવવામાં આવ્યા છે.
સમાચાર એજન્સી એએફપીએ કૃષિ અને પર્યાવરણ મંત્રાલયના અધિકારીઓને ટાંકીને જણાવ્યું કે, "પરિસ્થિતિ અત્યંત ખતરનાક છે અને પ્રવાસન, માછીમારીની હોડીઓ તથા જળચરઉછેર સુવિધાઓ પણ સલામત નથી,"
વિયેતનામ ઍરલાઇન્સે રવિવારથી સોમવાર સુધી સેન્ટ્રલ શહેરોને જોડતી 22 ફ્લાઇટ્સ રદ કરી દીધી છે.
અધિકારીઓને ભય છે કે આ વાવાઝોડું ગયા સપ્ટેમ્બરમાં આવેલા યાગી વાવાઝોડા જેવું ભયાનક હોઈ શકે છે, જેમાં આખા પ્રદેશમાં સેંકડો લોકોના મોત નિપજ્યાં હતાં. એકલા વિયેતનામમાં 300 લોકો માર્યા ગયા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન