સુપ્રીમ કોર્ટે મહિલાઓ સાથે જોડાયેલા કયા કયા શબ્દો પર પ્રતિબંધ મૂક્યો?

ભારત ન્યાય

ઇમેજ સ્રોત, Getty Images

સુપ્રીમ કોર્ટે બુધવારે 'હેન્ડબુક ઑન કૉમ્બેટિંગ જેન્ડર સ્ટીરિયોટાઇપ્સ' જાહેર કરી છે.

આ પગલાનો હેતુ કોર્ટમાં સુનાવણી દરમિયાન એવા શબ્દોના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાનો છે જે વર્ષોથી ઉપયોગ થતા આવ્યા છે. અને એ સ્ટીરિયોટાઇપ કહેવાય છે.

સ્ટીરિયોટાઇપ શબ્દનો અર્થ એ થાય છે કે જેમાં તાર્કિકતા અને સંવેદનશીલતા સમય સાપેક્ષ નથી હોતી.

કોર્ટની દલીલોમાં ઉપયોગમાં લેવાતી ટર્મને બદલવાનો હેતુ લૈંગિક સંવેદનશીલતાને સુનિશ્ચિત કરવાનો છે. કહેવાય છે કે આ ટર્મના ઉપયોગથી ભેદભાવવાળા વ્યવહારને માન્યતા મળે છે.

સુપ્રીમ કોર્ટે આ શબ્દોને હટાવીને તેની જગ્યાએ કયા શબ્દોનો ઉપયોગ કરવો તેનું એક લિસ્ટ પણ જાહેર કર્યું છે.

કોર્ટે એ પણ કહ્યું કે સ્ટીરિયોટાઇપિંગ શું હોય છે અને કેમ તેને બદલીને નવા શબ્દોની જરૂર છે.

કોર્ટના નિર્ણયો, દલીલો, ચર્ચાઓ દરમિયાન આ શબ્દોનો ઉપયોગ જજ અને વકીલોએ કરવાનો રહેશે.

બીબીસી

ભારતના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે શું કહ્યું?

ભારત ન્યાય

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસીના સહયોગી પત્રકાર સુચિત્ર મોહંતી મુજબ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે કહ્યું, "આ ગાઇડબુકનો હેતુ કાયદાની ભાષા અને કોર્ટની સુનાવણી દરમિયાન જે લૈંગિક ભેદભાવવાળા શબ્દનો ઉપયોગ થતો રહ્યો છે, તેની ઓળખ કરવી અને તેના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાનો છે."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું, "આ હેંડબુકથી જેન્ડર સ્ટોરિયોટાઇપ પર પ્રતિબંધ લગાવવામાં ન્યાયાધીશને મદદ મળશે. સાથે જ નવા વૈકલ્પિક શબ્દો પણ ઉપલબ્ધ કરાયા છે."

મુખ્ય ન્યાયાધીશે કહ્યું, "લીગલ કૉમ્યુનિટી અને જજને સહકાર આપવા માટે તેને તૈયાર કરાઈ છે કે જેનાથી કાયદાકીય વિષયોમાં મહિલાઓને લઈને સ્ટીરિયોટાઇપને ખતમ કરી શકાય. આ હેન્ડબુક જજ અને વકીલો માટે છે."

આ હેન્ડબુકની પ્રસ્તાવનામાં જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે લખ્યું છે કે "શબ્દ એ માધ્યમ છે, જેના સહારે કાયદાના મૂલ્યનો સંચાર થાય છે. આ શબ્દોથી કાયદાના નિર્માતા અથવા ન્યાયાધીશના ઈરાદાને દેશ સુધી પહોંચાડાય છે. એક ન્યાયાધીશ જે ભાષાનો ઉપયોગ કરે છે તે ન માત્ર કાયદાની વ્યાખ્યાને જુએ છે. પરંતુ સમાજ મુદ્દે તેની ધારણા પણ દર્શાવે છે."

આ વર્ષે માર્ચમાં મહિલા દિવસ પર જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું હતું કે લૈંગિક ભેદભાવને પ્રોત્સાહન આપતા શબ્દોને હટાવવાને લઈને કામ ચાલી રહ્યું છે. વહેલી તકે એક ગાઇડલાઇન જાહેર કરાશે.

સુપ્રીમ કોર્ટે અત્યાર સુધીમાં કહ્યું છે કે આ હેન્ડબુક પર કામ કોરોના દરમિયાન શરૂ થયું હતું.

હેન્ડબુકના લૉન્ચિંગ વખતે જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું "તેનો હેતુ કોઈ નિર્ણય પર શંકા કે ટીકા કરવાનો નથી. પણ સ્ટીરિયોટાઇપિંગ, ખાસ કરીને મહિલાઓને માટે ઉપયોગમાં લેવાતા શબ્દોને લઈને જાગૃતતા ફેલાવવાની છે. હેન્ડબુક આ વાત પર મહત્ત્વ આપશે કે સ્ટીરિયોટાઇપ શું છે."

બીબીસી

સુપ્રીમ કોર્ટે કહ્યું - શું છે સ્ટીરિયોટાઇપિંગ?

સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, ANI

આ હેન્ડબુક સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર પણ અપલોડ કરાઈ છે.

આ હેન્ડબુકમાં એ પણ કહેવાયું છે કે સ્ટીરિયોટાઇપિંગ શું છે અને લૈંગિક અસમાનતાને લાવવામાં આ કેવી રીતે મહત્ત્વની ભૂમિકા નિભાવે છે.

આ હેન્ડબુકમાં ઉદાહરણ આપતા કહ્યું કે સ્ટીરિયોટાઇપિંગ એટલે- "કોઈ મહિલા એવાં કપડાં પહેરે, જેને પારંપરિક નથી માનવામાં આવતાં, તો એ પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધવા માગે છે. એવામાં જો કોઈ પુરુષ મહિલાની ઇચ્છા વિરુદ્ધ તેને અડે તો તેના માટે મહિલા જવાબદાર છે."

હેન્ડબુકમાં સ્ટીરિયોટાઇપિંગની સાથે વાસ્તવિકતા પણ બતાવાઈ છે.

હેન્ડબુકમાં લખાયું છે, "કોઈ મહિલાનો પહેરવેશ એ નથી જણાવતો કે તે કોઈને શારીરિક સંબંધ બનાવવા માટે ઈશારો કરી રહી છે. મહિલાઓ એટલી સક્ષમ છે કે તે એ વાત કરી શકે. વગર મરજીએ મહિલાને અડનારા પુરુષો એ ન કહી શકે કે ખાસ પ્રકારનાં કપડાં પહેરીને મહિલાએ તેને એવું કરવા માટે ઉશ્કેર્યો."

એક ઉદાહરણ આપતાં કહેવાયું છે કે એ કહેવું સ્ટીરિયોટાઇપિંગ છે કે એક પુરુષ સેક્સ વર્કરનો બળાત્કાર ન કરી શકે, કારણ કે એ શક્ય છે કે એક પુરુષ સેક્સ વર્કરનો બળાત્કાર કરે.

સુપ્રીમ કોર્ટે આ હેન્ડબુકમાં એવાં અનેક ઉદાહરણ આપેલાં છે.

સાથે જ નવી હેન્ડબુકમાં એલજીબીટીક્યુઆઈએ+ અધિકારોનું પણ ધ્યાન રખાયું છે.

બીબીસી

કયા શબ્દો પર પ્રતિબંધ લગાવાયો અને વિકલ્પમાં કયા શબ્દો લાવવામાં આવ્યા?

ભારત સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, SCI

આગળ વાંચો કે કયા શબ્દોના ઉપયોગ પર પ્રતિબંધ લગાવાયો અને વિકલ્પ તરીકે કયા શબ્દ અથવા વાક્યો દર્શાવાયાં.

  • ઍડલ્ટનેસ એટલે કે વ્યભિચાર : લગ્ન બાદ કોઈ પણ મહિલાનો કોઈની સાથે શારીરિક સંબંધ બાંધવો
  • અફૅર : લગ્નેતર સંબંધ
  • બાસ્ટર્ડ એટલે કે અનૌરસ : એવું બાળક જેના માતાપિતાએ લગ્ન ન કર્યાં હોય
  • બાયૉલૉજિકલ સેક્સ / બાયૉલૉજિકલ પુરુષ : જન્મસમયે જે લિંગ હોય
  • બૉર્ન એ ગર્લ-બૉય : જન્મસમયે છોકરો કે છોકરી
  • કરિયર વીમેન : વીમેન કે મહિલા
  • કાર્નલ ઇન્ટરકોર્સ : સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ
  • ચેસ્ટ વીમેન એટલે કે વર્જિન મહિલા : મહિલા
  • ચાઇલ્ડ પ્રોસ્ટિટ્યૂટ : બાળક, જેની તસ્કરી કરાઈ હોય
  • ડ્યૂટીફુલ વાઇફ, ગુડ વાઇફ : વાઇફ અથવા પત્ની
  • ઇઝી વર્ચ્યુ એટલે કે સરળતાથી ઉપલબ્ધ મહિલા : મહિલા
  • ઈવ ટીઝિંગ : સ્ટ્રીટ સેક્સ્યુઅલ હેરેસમૅન્ટ
  • ફગટ : વ્યક્તિ જેવી હોય એવી જ પ્રસ્તુત કરાય. જેમ કે - હોમોસેક્સ્યુઅલ અથવા બાયોસેક્સ્યુઅલ
  • ફૉલેન વીમેન એટલે કે ખરાબ ચરિત્રવાળી મહિલા : મહિલા
  • ફેમિનિન હાઇજીન પ્રોડક્ટસ : મેન્સ્ટ્રુલ પ્રોડક્ટ્સ
  • ફોર્સિબલ રેપ એટલે કે જબરદસ્તી રેપ : રેપ
  • હૈરલૉટ એટલે કે રૂપિયાના બદલે સેક્સ કરવા મજબૂર મહિલાઓ : મહિલા
  • હમૈફ્રડાઇટ એટલે કે દ્વિલિંગી : ઇન્ટરસેક્સ
  • હુકર એટલે કે વેશ્યા : સેક્સ વર્કર અથવા યૌનકર્મી
  • હાઉસવાઇફ : હોમમૅકર
  • ઇન્ડિયન વીમેન / વેસ્ટર્ન વીમેન : મહિલા
  • હૉર એટલે કે વેશ્યા : મહિલા
  • અનૈતિક મહિલા : મહિલા
  • ટ્રાન્સેક્સ્યુઅલ : ટ્રાન્સજેન્ડર
  • ટ્રાન્સવેસટાઇટ : ક્રૉસ ડ્રેસર
  • અનવેડ મધર એટલે કે લગ્ન વિના માતા : માતા
  • સ્લટ : મહિલા
  • સેક્સ ચેન્જ : સેક્સ રીઅસાઇન્મૅન્ટ અથવા જેન્ડર ટ્રાન્જિશન
  • સિડક્ટર્સ એટલે કે શારીરિક સંબંધ બાંધવા માટે લલચાવતી મહિલા : મહિલા
  • સ્પિનસટર : અવિવાહિત મહિલા
  • પ્રોવેક્ટિવ ક્લૉથિંગ, ડ્રેસ એટલે કે ભડકાઉ કપડાં : ક્લૉથિંગ અથવા ડ્રેસ
  • મિસ્ટ્રેસ : લગ્ન વિના કોઈ મહિલાના કોઈ પુરુષ સાથે રોમૅન્ટિક અથવા શારીરિક સંબંધ હોવા
  • મેરેજેબલ એજ એટલે કે લગ્નયોગ્ય ઉંમર : જેની કાયદાકીય દૃષ્ટિએ લગ્નયોગ્ય ઉંમર થઈ ગઈ હોય

તાજેતરમાં જ 15 ઑગસ્ટે પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે હવે સુપ્રીમ કોર્ટના ચુકાદાને સ્થાનિક ભાષાઓમાં ઉપલબ્ધ કરાવાઈ રહ્યા છે, જેના માટે હું સુપ્રીમ કોર્ટનો લાલ કિલ્લા પરથી આભાર માનું છું.

પીએમ મોદીએ જ્યારે આ વાત કહી ત્યારે જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે હાથ જોડીને પીએમની કહેલી વાતનું અભિવાદન ઝીલ્યું હતું.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી