એ દેશો જ્યાં જવા માટે ભારતીયોને નહીં પડે વિઝાની જરૂર

ઇમેજ સ્રોત, Getty Images
મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમે જાહેરાત કરી છે કે, ભારતીય નાગરિકો તારીખ એક ડિસેમ્બરથી વિઝા વગર મલેશિયા આવી શકે છે અને 30 દિવસ સુધી રહી શકે છે.
અનવર ઇબ્રાહિમે રવિવારે પીપલ્સ જસ્ટિસ પાર્ટી કૉંગ્રેસને સંબોધિત કરતી વખતે આ જાહેરાત કરી હતી.
જોકે, મલેશિયાના વડા પ્રધાને એ નથી જણાવ્યું કે ભારતીયો માટે વિઝામુક્ત પ્રવેશ સુવિધા કેટલા સમય સુધી રહેશે.
ભારતની સાથે અનવરે ચીનના નાગરિકોને પણ વિઝા ફ્રી ઍન્ટ્રીની સુવિધા આપવાની જાહેરાત કરી છે. ચીન અને ભારત મલેશિયાના ચોથા અને પાંચમા સૌથી મોટા વેપારી ભાગીદારો છે.
મલેશિયાની સરકારના ડેટા અનુસાર આ વર્ષે જાન્યુઆરીથી જૂન મહિના વચ્ચે ભારતમાંથી 2.83 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા હતા. 2019માં સમાન સમયગાળા દરમિયાન ભારતમાંથી 3.54 લાખ પ્રવાસીઓ મલેશિયા આવ્યા હતા.
થાઇલૅન્ડ અને શ્રીલંકાએ પણ પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ભારતીયોને વિઝા ફ્રી ઍન્ટ્રીની સુવિધા આપી છે.
ભારતે વર્ષ 1957માં મલેશિયા (તત્કાલીન મલાયા) સાથે રાજદ્વારી સંબંધો સ્થાપ્યા હતા.
મલેશિયામાં ભારતીય મૂળના લોકોની સંખ્યા લગભગ 27 લાખ 50 હજાર છે. જે ત્યાંની વસ્તીના લગભગ નવ ટકા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મલેશિયામાં કેટલા ભારતીયો રહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતીય મૂળના 90 ટકા લોકો તામિલ ભાષી છે. બાકીના લોકો તેલુગુ, મલયાલમ, પંજાબી, બંગાળી, ગુજરાતી, મરાઠી અને અન્ય ભાષાઓ બોલે છે.
મલેશિયામાં લગભગ 1 લાખ 30 હજાર ભારતીય માઇગ્રન્ટ્સ કામ કરે છે.
જે દેશોમાંથી સૌથી વધુ પ્રવાસીઓ મલેશિયા આવે છે તેમાં ભારત છઠ્ઠા સ્થાને છે. 2018માં છ લાખથી વધુ પ્રવાસીઓ ત્યાં આવ્યા હતા.
એ જ રીતે જે દેશોમાંથી સૌથી વધુ પ્રવાસીઓ ભારતમાં આવે છે તેમાં મલેશિયા પણ છઠ્ઠા સ્થાને છે. તે જ વર્ષે લગભગ 3.25 લાખ મલેશિયન પ્રવાસીઓ ભારતમાં આવ્યા હતા.
ભારતના વડા પ્રધાન મનમોહન સિંહે 2018માં મલેશિયાની મુલાકાત દરમિયાન પ્રવાસનના એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
ભારત અને મલેશિયા વચ્ચેના વેપાર સંબંધો પણ સારા છે. મલેશિયા ભારતનું 13મું સૌથી મોટું વેપારી ભાગીદાર છે.
2018-19માં બંને વચ્ચે 17.24 અબજ ડૉલરનો વેપાર થયો હતો. જેમાં ભારતે 6.43 અબજ ડૉલરની નિકાસ અને 10.81 અબજ ડૉલરની આયાત કરી હતી.
ભારત મલેશિયામાં ખનિજ તેલ, એલ્યુમિનિયમ, માંસ, લોખંડ અને સ્ટીલ, તાંબુ, રસાયણો, પરમાણુ રિએક્ટર, બૉઇલર અને મશીન સાધનોની નિકાસ કરે છે.
મલેશિયાથી તે ખનિજ તેલ, ઇલેક્ટ્રિકલ મશીનો અને સાધનો, પશુ ચરબી અને વનસ્પતિ ચરબી, લાકડું વગેરેની આયાત કરે છે.
હવે ભારતીય નાગરિકોને 19 દેશોમાં પ્રવેશવા માટે વિઝાની જરૂર નથી. જો તમારી પાસે પાસપોર્ટ છે તો, તમે વિઝા વગર આ 19 દેશોમાં જઈ શકો છો.
થાઇલૅન્ડમાં પણ વિઝા વગર ઍન્ટ્રી

આ સિવાય વિદેશ મંત્રાલયની વેબસાઇટ અનુસાર 26 દેશોમાં ભારતીયો માટે વિઝા ઑન અરાઇવલની સુવિધા ઉપલબ્ધ છે.
25 દેશો માટે ઈ-વિઝા મેળવવો પડશે અને 11 દેશોમાં પ્રવેશ માટે વિઝા ઓન અરાઈવલ અથવા ઈ-વિઝા પસંદ કરી શકાય છે.
ગયા મહિને થાઇલૅન્ડે પણ જાહેરાત કરી હતી કે ભારત અને તાઇવાનના પ્રવાસીઓ છ મહિના સુધી વિઝા વિના ત્યાં આવી શકે છે. આ યોજના આ વર્ષે 10 નવેમ્બરથી 10 મે, 2024 સુધી ચાલુ રહેશે.
થાઇલૅન્ડના વડા પ્રધાન શ્રેથા થવિસિને કહ્યું હતું કે, "અમે ભારતીયો અને તાઇવાનીઓને વિઝા ફ્રી ઍન્ટ્રી આપીશું કારણ કે ત્યાંથી ઘણા લોકો આપણા દેશમાં આવે છે."
તેવી જ રીતે શ્રીલંકાની કૅબિનેટે ભારત, ચીન, રશિયા, મલેશિયા, જાપાન, ઇન્ડોનેશિયા અને થાઇલૅન્ડના નાગરિકોને 31 માર્ચ-2024 સુધી પાઇલટ પ્રોજેક્ટ હેઠળ મફત વિઝા આપવાની મંજૂરી આપી છે.
વિયેતનામ પણ ભારત અને ચીનના નાગરિકોને વિઝા મુક્ત પ્રવેશની મંજૂરી આપવાનું વિચારી રહ્યું છે.
હાલમાં, જર્મની, ફ્રાન્સ, સ્વીડન, ઇટાલી, સ્પૅન, ડેનમાર્ક અને ફિનલૅન્ડના નાગરિકો ત્યાં વિઝા ફ્રી ઍન્ટ્રી મેળવી શકે છે.
બાકીના દેશો માટે તે 90 દિવસના સમયગાળા માટે ઈ-વિઝા આપે છે.
વિઝા ઑન અરાઇવલ સુવિધા

ઇમેજ સ્રોત, Getty Images
આ દેશોમાં ભારતીયો માટે વિઝા ઓન અરાઇવલની સુવિધા છે. એટલે કે અહીં પહોંચ્યા પછી ઍરપૉર્ટ પર વિઝા મળી જાય છે.
- અંગોલા
- બોલિવિયા
- કાપો વર્દે
- કેમરૂન યુનિયન રિપબ્લિક
- કૂક ટાપુઓ
- ફિજી
- ગિની બિસાઉ
- ઇન્ડોનેશિયા
- ઈરાન
- જમૈકા
- જોર્ડન
- કિરીબાતી
- લાઓસ
- માડાગાસ્કર
- મૉરિટાનિયા
- નાઇજીરીયા
- કતાર
- માર્શલ ટાપુઓનું પ્રજાસત્તાક
- રિયુનિયન ટાપુ
- રવાન્ડા
- સેશેલ્સ
- સોમાલિયા
- ટ્યુનિશિયા
- તુવાલુ
- વનુઆતુ
- ઝિમ્બાબ્વે
આ દેશોમાં ભારતીયો માટે ઈ-વિઝા સેવા

ઇમેજ સ્રોત, LULU LUO/BBC
- આર્જેન્ટિના
- આર્મેનિયા
- અઝરબૈજાન
- બહેરીન
- બેનિન
- કોલંબિયા
- જીબૌતી
- જ્યોર્જિયા
- કઝાકસ્તાન
- કિર્ગિસ્તાન રિપબ્લિક
- લેસોથો
- મોલ્ડોવા
- ન્યૂઝીલૅન્ડ
- ઓમાન
- પાપુઆ ન્યુ ગિની
- રશિયા
- સિંગાપોર
- દક્ષિણ કોરિયા
- તાઇવાન
- તુર્કી
- યુગાન્ડા
- ઉઝબેકિસ્તાન
- ઝામ્બિયા












