‘અમારા જ લોકો અમારું શોષણ કરે છે’, કૅનેડામાં રહેતાં ભારતીય વિદ્યાર્થીઓને બે દેશો વચ્ચેના તણાવ સાથે બીજી ચિંતાઓ શું છે?

ઇમેજ સ્રોત, MOHSIN ABBAS/BBC
- લેેખક, મોહસીન અબ્બાસ
- પદ, બીબીસી ગુજરાતી માટે, કૅનેડાથી
ભારત-કૅનેડા વચ્ચેનો તણાવ હજુ શાંત નથી થયો. જેથી કૅનેડામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ ઘણી ચિંતામાં છે. વિદ્યાર્થીઓ બંને સરકારોને આગ્રહ કરી રહ્યા છે કે તેઓ સાથે મળીને કામ કરે.
આમાંથી ઘણા વિદ્યાર્થીઓ કૅનેડા આવવાના તેમના નિર્ણય પર જ સવાલ ઊભો કરી રહ્યાં છે કે તેઓ કેમ કૅનેડા આવ્યા? ખાસ કરીને જ્યારે ભારત સરકારે કૅનેડાના નાગરિકો માટે ભારતના વિઝાની સેવા સસ્પેન્ડ કરી દીધી છે તેવા સમયે આ પ્રશ્ન તેમને વધુ સતાવી રહ્યો છે.
અત્રે નોંધવું કે કૅનેડાની સંસદમાં કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ એક કૅનેડિયન નાગરિકની હત્યાના મામલે ભારતીય એજન્સીની ભૂમિકા હોવાના આરોપો જાહેરમાં લગાવ્યા બાદ આખો વિવાદ શરૂ થયો છે.
હરદીપ સિંઘ નિજ્જર 45 વર્ષીય કૅનેડિયન નાગરિક હતા. તેઓ ખાલિસ્તાની સમર્થક હતા અને ભારતમાં વૉન્ટેડ હતા. સરે ટાઉનમાં ગુરુદ્વારા બહાર ગોળી મારીને તેમની હત્યા કરી દેવાઈ હતી.
બ્રૅમ્પ્ટન અને મિસિસૌગામાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ રહે છે. ઘણા ભારતીયો કિચનર અને વૉટરલૂમાં ગ્રેટર ટોરોન્ટોમાં રહે છે.
મોટાભાગના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારતીયો છે. તેનું પ્રમાણ 40 ટકા છે. વિદ્યાર્થીઓ સરેરાશ 1થી 2 વર્ષના વિવિધ કોર્સમાં પ્રવેશ લેતા હોય છે.
બીબીસીએ બ્રૅમ્પ્ટન, મિસિસૌગા, કિચનેર અને વૉટરલૂ તથા કૅમ્બ્રિજમાં ઘણા વિદ્યાર્થીઓ સાથે વાત કરી. દરમિયાન જોવા મળ્યું કે તેમાંથી મોટાભાગના ગભરાયેલા અને ચિંતામાં છે.
કૅનેડામાં સ્પર્ધા વધી રહી છે અને તકો ઘટી રહી છે. વળી આ રાજદ્વારી સંકટ તેમના માટે વધુ તણાવ લઈ આવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

વિદ્યાર્થીઓમાં શું ચિંતા છે?

ઇમેજ સ્રોત, MOHSIN ABBAS/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઘણા વિદ્યાર્થીઓ પંજાબના છે. તેઓ વાતચીત નહોતા કરી રહ્યાં કેમ કે તેમને ચિંતા હતી કે તેઓ કઈ ટિપ્પણી કરશે તો તેમના વિઝા સંબંધિત ભવિષ્યને નુકસાન થઈ શકે છે.
હરનિતકૌર (નામ બદલ્યું છે), એક ગ્લોબલ હૉસ્પિટલ મૅનેજમૅન્ટનો કોર્સ કરી રહ્યાં છે. વૉટરલૂમાં આવેલી કૉનસ્ટોગા કૉલેજમાં તેઓ ભણી રહ્યાં છે. તેમણે તેમની ચિંતા બીબીસી સામે વ્યક્ત કરી.
25 વર્ષીય હરનિતકૌર કહે છે, “હું જ્યારે ભારત હતી અને અપેક્ષા હતી એના કરતાં અહીં સ્થિતિ એકદમ વિપરિત છે. અહીં સપ્લાય કરતાં ડિમાન્ડ ઘણી ઓછી છે. કૅનેડાની સરકારે દરેકને સારી તકો પૂરી પાડવા માટે ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવતા વિઝાની સંખ્યા મર્યાદિત કરી દેવી જોઈએ.”
સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સપ્તાહમાં 20 કલાક કામ કરવાની છૂટ હોય છે. મહામારી દરમિયાન કૅનેડાની સરકારે આ કલાકો વધારીને 40 કલાક કરી દીધા હતા. જોકે કેટલાક વિદ્યાર્થીઓ આ કલાકથી પણ વધુ કામ કરતા હોય છે.
તાજેતરમાં ઓટ્ટાવામાં ઇન્ડિયન હાઈ કમિશને જાહેર કરેલી માર્ગદર્શિકામાં પણ પાર્ટટાઇમ કામ મળવા મુદ્દેની મુશ્કેલી વિશે ઉલ્લેખ છે.
હરનિતકૌર પંજાબમાં શિક્ષિકા હતાં. હવે અહીં તેઓ એક રેસ્ટોરાંમાં કામ કરે છે અને તેમની આવક લઘુત્તમ વેતન કરતાં પણ ઓછી છે.
તેમને આરોપ છે કે મોટાભાગે ભારતીય વિદ્યાર્થીઓનું તેમના ઍમ્પ્લોયર દ્વારા શોષણ થતું હોય છે.
કેટલાક વિદ્યાર્થીઓને ચિંતા છે કે ભારતે કૅનેડાના નાગરિકો માટે વિઝા સેવા સસ્પેન્ડ કરી હોવાથી કૅનેડામાં રહેતા ભારતીયો પર તેની વિપરિત અસર આવી શકે છે.

કિફાયતી હાઉસિંગની સમસ્યા

ઇમેજ સ્રોત, MOHSIN ABBAS/BBC
શૅરિદાન કૉલેજ જે બ્રૅમ્પ્ટનમાં આવેલી છે તેના એક વિદ્યાર્થી મેહતાબ ગ્રેવાલ કહે છે, “આ ઘણી જટિલ સ્થિતિ છે. જો ટ્રાવેલ કરવા પર રોક આવી છે, તો આનાથી સૌથી વધુ અસર પંજાબના ઇન્ડો-કૅનેડિયન લોકોને થાય છે. નહીં કે ડિપ્લૉમેટને.”
પશ્ચિમી ટોરોન્ટોમાં લગભગ 150 પંજાબી રહે છે.
ચાલી રહેલા તણાવ વિશે ગ્રેવાલ કહે છે, “આના લીધે મારા સંબંધીઓ અને અન્ય ઘણા સમુદાયો ચિંતામાં સરી પડ્યા છે.”
તેમના કૅનેડાના સંબંધીઓએ પહેલાંથી જ ભારત માટે ટિકિટો બુક કરી રાખી હતી કેમકે ડિસેમ્બરમાં તેમણે લગ્નમાં હાજરી આપવાની હતી, પરંતુ બ્રૅમ્પ્ટોનની વિઝા ઑફિસમાંથી કોઈ જવાબ નથી મળ્યો કે તેમના વિઝા મંજૂર થઈ જશે કે નહીં.
ગ્રેવાલ તેમના સંબંધીઓ સાથે રહે છે કેમ કે તેમને કિફાયતી ઘર નથી મળી રહ્યું.
કૅનેડામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ માટે કિફાયતી ભાડાનું ઘર મળવું પણ પડકારજનક છે. ભારતીય હાઈ કમિશને જાહેર કરેલી માર્ગદર્શિકામાં મોંઘા મકાનોની વાત પણ કરવામાં આવી હતી.
ઘણી વાર વિદ્યાર્થીઓએ ખરાબ સ્થિતિમાં રહેવું પડે છે.
એક અન્ય યુવા વિદ્યાર્થી પર્મિશ સિંઘ પંજાબના માનસામાંથી કૅનેડા આવ્યા છે. તેઓ શૅરિદાન કૉલેજ – મિસિસૌગામાં બિઝનેસ સ્ટડિઝનો અભ્યાસ કરે છે.
19 વર્ષના પર્મિશ કહે છે, “મકાન માલિકો નવા વિદ્યાર્થીઓનો લાભ ઉઠાવે છે. અમે નવા હોઈએ છીએ એટલે જાણકારી ઓછી હોય છે. હું એક ઍપાર્ટમેન્ટમાં રહું છું, જે ખૂબ ગીચ છે તેમાં રસોડું કે રુમ પણ નથી. તેમાં માત્ર બાથરુમ છે અને અમે 6 લોકો તેનો ઉપયોગ કરીએ છીએ. તેમાં આફ્રિકા અને નેપાળના લોકો પણ સામેલ છે.”
જય વર્માનું નસીબ સારું રહ્યું. તેઓ કૅનેડા આવ્યા અને તરત જ તેમને કામ મળી ગયું. પણ ભારત-કૅનેડા વચ્ચેના તણાવથી તેઓ ચિંતામાં છે.
તેઓ કહે છે, “બધા જ વિદ્યાર્થીઓ તેમનાં માતાપિતાને પદવીદાન સમારોહ માટે બોલાવવા માગે છે. જો ભારતીયો માટેના વિઝા પણ સ્થગિત થઈ જશે તો ઘણા વિદ્યાર્થીઓનાં સપનાં તૂટી જશે. જે વિદ્યાર્થીઓ પીઆરની રાહ જોઈ રહ્યા છે, તેઓ અત્યંત તણાવમાં છે. હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી.”

પણ આશા જીવંત છે

ઇમેજ સ્રોત, MOHSIN ABBAS/BBC
વિદ્યાર્થીઓએ ગીચ ઍપાર્ટમેન્ટમાં રહેવું છે પડે છે એ સ્થિતિને લીધે વર્મા પણ દુખ વ્યક્ત કરે છે.
તેઓ ઉમેરે છે, “મને નથી લાગતું કે કોઈ પણ માઇગ્રન્ટ વિદ્યાર્થીઓને મદદ કરી રહ્યું છે અને તેનું કારણ એ છે કે તેઓ વોટ નથી આપી શકતા. ભારત-કૅનેડાના સંબંધોમાં તણાવથી સૌથી વધુ અસર ભારતીયોને થશે.”
જોકે, કેટલીક કૅનેડિયન કૉલેજ જેવી કે કોનસ્ટોગા નવા વિદ્યાર્થીઓને સમાવવા માટે તેની માળખાગત સુવિધાઓનું વિસ્તરણ કરી રહી છે.
સાઉથ એશિયન લિંકના સ્થાપક અને સીઈઓ શાઝીયા નાઝીરને આશા છે કે બંને દેશો વચ્ચેના સંબંધો જલ્દી જ સારા થઈ જશે.
ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં ગ્રામ્ય વસાહતોમાં સ્થાયી થવા માટે તે વિદ્યાર્થીઓને મદદ કરતી સંસ્થા છે.
શાઝીયા કહે છે, “જે વિદ્યાર્થીઓ સપ્ટેમ્બરમાં નવા ઍડમિશનમાં આવ્યા છે તેમને ઘણી સ્પષ્ટતાની જરૂર હોય છે. અને આગામી સપ્ટેમ્બરમાં પણ ઘણા વિદ્યાર્થીઓ આવશે. કૅનેડા શાંતિવાળો દેશ છે. અમને આશા છે બધું સારું થઈ જશે. જોકે વંશીય ભેદભાવ અને હુમલાની અમને થોડી ચિંતા છે.”
ઝુબીન થોમસ ભોપાલમાં જન્મ્યા હતા. તેઓ 3 વર્ષ પહેલાં કૅનેડા આવ્યા હતા. હવે તેઓ પીઆરની રાહ જોઈ રહ્યા છે. ઝુબીન 5 ભારતીય વિદ્યાર્થીઓ સાથે રહી રહ્યા છે.
તેઓ કહે છે, “અમારા માટે આ સ્થિતિ ઘણી તણાવયુક્ત છે. મને નથી ખબર ભવિષ્યમાં શું થશે. આ રાજદ્વારી તણાવ ઘણો સમસ્યારૂપ છે. સારું છે કે હજું વંશીય ભેદભાવની ઘટનાઓ શરૂ નથી થઈ.”














