મહામારી બાદ અમેરિકાનું ન્યૂયૉર્ક કેમ 'ખાલી થઈ રહ્યું' છે?

ઇમેજ સ્રોત, HELOISA VILLELA
- લેેખક, હેલોઇસા વિલ્લેલા
- પદ, ન્યૂયૉર્કથી બીબીસી માટે

- મહામારી બાદથી અમેરિકાના ન્યૂયૉર્કમાંથી રહેવાસીઓ અન્યત્રે રહેવા જઈ રહ્યા છે
- શહેરના એક સમયના મોંઘા, લોકોથી ઊભરાતા વિસ્તારોમાં દુકાનો અને ઑફિસો ખાલી જોવા મળી રહી છે
- પરંતુ આવું કેમ થઈ રહ્યું છે? શું સત્તાધીશો આ સમસ્યાના નિવારણ માટે કંઈક કરી રહ્યા છે ખરા?

કોરોના વાઇરસ પૃથ્વી પર ત્રાટક્યો તે પહેલાંથી જિઓવાના અલમેડાનું સ્વપ્ન બૅકયાર્ડવાળું એક ઘર અને ઘરે જ ઑફિસ બની શકે તેટલું મોટું ઘર રાખવાનું હતું.
વર્ષ 2015માં તેઓ બ્રાઝિલના બેલો હોરિઝોન્તેથી અમેરિકાના ન્યૂયૉર્કમાં સ્થાયી થયાં. તેમજ જ્યારે મહામારીને કારણે તેમણે ઘરે જ સેલ્ફ આઇસોલેશનમાં જવું પડ્યું ત્યારે તેઓ બ્રૂકલીનમાં હતાં.
તેઓ એ ઘર વિશે અને ત્યાંના તેમના અનુભવો અંગે વાત કરતાં કહે છે કે, “જ્યારે હું ઑફિસ જતી, ત્યારે મને મારા કામના સ્થળે જતાં એક કલાકનો સમય લાગતો.”
પરંતુ ઘરેથી જ મિટિંગ અને કામમાં જોડાવાની તકે આ બ્રાઝિલિયન મહિલાની જિંદગી બદલી નાખી.
તેમણે ઓછા ખર્ચે વધુ જગ્યાવાળા મકાનમાં રહેવાનો પોતાના પ્રોજેક્ટ નિશ્વિત સમય કરતાં બે વર્ષ પહેલાં જ પાર પાડી દીધો.
આજે તેઓ તેમના પતિ સાથે ન્યૂજર્સીમાં રહે છે. ન્યૂજર્સીએ ન્યૂયૉર્કની પાસે આવેલું અમેરિકાનું રાજ્ય છે. જ્યાં તેમનું 11 માસનું બાળક જલદી જ તેમણે તાજેતરમાં જ ખરીદેલ ઘરના ઘાસિયા પટાંગણમાં રમતું દેખાશે.

ઇમેજ સ્રોત, HELOISA VILLELA

મહામારીના કારણે થતું સ્થળાંતર
અમેરિકાના મૅનહેટન રાજ્યમાંથી સૌથી વધુ લોકો અન્ય રાજ્યોમાં ઘરો અને ઍપાર્ટમૅન્ટની શોધ કરી રહ્યા છે. માર્ચ 2020માં એ સંખ્યા બે લાખ થઈ ચૂકી હતી.
ન્યૂયૉર્કની અન્ય બે કાઉન્ટી, ક્વીન્સ અને બ્રૂકલીનમાંથી પણ ઘણા રહેવાસીઓ અન્યત્રે જઈ રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ક્વીન્સમાંથી 51 હજાર અને બ્રૂકલીનમાંથી 88 હજાર લોકો સ્થળાંતર કરી ચૂક્યા છે.

રિમોટ વર્કિંગની અસર

ઇમેજ સ્રોત, HELOISA VILLELA
પાર્ટનરશિપ ફૉર ન્યૂયૉર્ક સિટી ઑર્ગેનાઇઝેશનના એક સર્વે અનુસાર અઠવાડિયાના અમુક દિવસો દરમિયાન રિમોટ વર્કિંગ (ઘરેથી કે અન્ય કોઈ સ્થળેથી કામ) ચાલુ રહેશે.
ઑક્ટોબર 2021ના ડેટા અનુસાર શહેરમાં કામ કરતાં 54 ટકા લોકો ઘરેથી કામ કર્યું હતું.
ઑફિસે કામ કરતાં લોકોમાંથી માત્ર આઠ ટકા જ ઑફિસ દરરોજ જતા હતા.


ઇમેજ સ્રોત, HELOISA VILLELA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એપ્રિલ 2022માં 28 ટકા લોકો રિમોટલી કામ કરી રહ્યા હતા. પરંતુ હાઇબ્રિડ મૉડલ (મિશ્ર પ્રકારે ઑફિસ અને ઘરેથી કામ કરવાનું મૉડલ) પ્રચલિત બનતા હવે દરરોજ ઑફિસ જતા લોકોની સંખ્યા આઠ ટકા થઈ ગઈ.
સપ્ટેમ્બરમાં છેલ્લા સર્વે અનુસાર 16 ટકા લોકોએ ઘરે જ રહીને કામ કર્યું.
હવે આ વર્ષના અંતમાં ન્યૂયૉર્ક રાજ્ય સરકાર અને સિટી કાઉન્સિલે છ મહિના સુધી બિઝનેસ અને ટૅક્સ ચોરી મુદ્દે બનાવાયેલા કમિશનનું કામકાજ ખતમ થઈ ગયું હોવાની જાહેરાત કરી હતી.
પાંચમા અને છઠ્ઠા એવન્યુમાં 57મી સ્ટ્રીટ પર જવાથી પણ શું થઈ રહ્યું છે તે સમજાઈ જશે.
આ વિસ્તારમાં એક સમયે સૌથી વધુ સ્ક્વેર ફૂટ ભાડું વસૂલતાં કૉમર્શિયલ સ્થળો હતાં, પરંતુ હવે અહીં ઘણાં સ્થળો એવાં છે જે હવે ‘ભાડે આપવા માટે ઉપલબ્ધ’ છે.
કમિશને આ તમામ સ્થળોને કૉમર્શિયલમાંથી રહેઠાણોમાં બદલવાની સલાહ આપી છે. પ્રોફેસર ન્યૂવેરબર્ગ માને છે કે આ વિચાર સારો અને સસ્તો છે.
તેઓ કહે છે કે, “તમે પ્રથમ માળે સ્ટોર રાખી શકો પરંતુ ઉપરના માળે આવેલ ઑફિસોનો હેતુફેર કરી શકાય જેનાથી કૉમર્શિયલ માગ પેદા થશે.”
લોકોની અવરજવર જે અંતે કાફેમાં જઈને થંભે છે, જ્યાં તેઓ કશુંક પીણું કે ખાવા માટે ખરીદે છે તેઓ આસપાસના સ્ટોર પર પણ રોકાશે જેનાથી નાના અને મધ્યમ કદના ધંધા સચવાઈ રહેશે.

સારું ટાઇમ મૅનેજમૅન્ટ

ઇમેજ સ્રોત, HELOISA VILLELA
હુઆરેઝ બોચીએ હજુ ન્યૂયૉર્ક છોડ્યું નથી, પરંતુ તેઓ તેમનાં પત્ની સાથે અન્ય શહેરમાં જવાની વાત વિશે ગંભીરતાથી વિચારી રહ્યા છે.
મહામારીની શરૂઆતમાં તેમણે ઘરે રહીને કામ કરવું પડ્યું હતું પરંતુ તે પછીથી તેઓ ઑફિસે ગયા નથી. અને તેઓ હવે આવી જ રીતે કામ કરવા માગે છે.
પોતાનું ટાઇમ મૅનૅજ કરવાની સ્વતંત્રતાને કારણે તેઓ સવારે જૉગિંગ કરવા જાય છે તેમ છતાં સવારે આઠ વાગ્યે કામ ચાલુ કરી શકે છે.
હવે તેઓ જ્યારે ઑફિસે જતાં તે સમયે અવારનવાર જે જગ્યાઓએ જતા ત્યાં ભાગ્યે જ જાય છે. હવે તેઓ મોટા ભાગે બ્રૂકલીનમાં રહે છે.

લોકોને ફરીથી આકર્ષો

ઇમેજ સ્રોત, Getty Images
આ ચલણના કારણે સબવેની કમાણી ઘટી. દુકાનો અને રેસ્ટોરાંને પણ અસર થઈ પરંતુ ન્યૂવેરબર્ગના મતે ન્યૂયૉર્કનું ભવિષ્ય અન્ય ઉપાય અજમાવા પર આધારિત છે.
જે લોકો શહેર છોડીને ગયા તેમને પાછા લાવવા અને જે શહેરની વસતી આવક અને રસ સંદર્ભે વધુ વિવિધતાવાળી હોય તે સુનિશ્ચિત કરવાની સલાહ તેઓ આપે છે.
તેઓ કહે છે કે, “કોઈ પણ શહેર ફાઇનાન્સ, ટેકનૉલૉજીના પ્રૉફેશનલો અને વકીલો પર ચાલી શકતું નથી.”
ફરીથી એક વાઇબ્રન્ટ શહેર બનવા માટે શહેરમાં કલાકારો, હોટલ-રેસ્ટોરાંના કામદારો, મનોરંજન જગતના કામદારો માટે પણ ત્યાં રહેવાનું શક્ય હોય તે જરૂરી છે.
પ્રોફેસર યાદ કરે છે કે, “મહામારી પહેલાં ન્યૂયૉર્કમાં દર વર્ષે છ કરોડ લોકો પ્રવાસન હેતુ માટે આવતા. બ્રોડવે, થિયેટરો કે રેસ્ટોરાં વગર તેઓ પાછા નહીં ફરે.”
તેમજ કાઉન્સિલના ઍકાઉન્ટને પણ મદદની જરૂર છે.
પ્રોફેસર આ વાત સમજાવતાં કહે છે કે વર્ષ 2024ની શરૂઆતમાં ન્યૂયૉર્કને દર વર્ષે દસ બિલિયન ડૉલરની ખાધ જશે.
આ પ્રકારના નુકસાનની ભરપાઈ માટે શહેરે રેવન્યૂ વધારીને ખર્ચ ઘટાડવા જેવાં પગલાં લેવાં પડશે, જેનો અર્થ થાય છે વધુ ટૅક્સ અને ઓછી સુવિધાઓ.
આ પરિસ્થિતિને કારણે ફરીથી વર્ષ 1970ની પરિસ્થિતિનું પુનરાવર્તન થાય તેવી શક્યતા છે. આવી જ પરિસ્થિતિમાંથી ડેટ્રોઇટ હજુ સુધી બહાર આવી શક્યું નથી.
તેથી પ્રોફેસર ન્યૂવેરબર્ગ સલાહ આપે છે કે : જેટલી ઝડપથી શહેર ઝોનિંગ બદલવા માટે મત આપશે અને જેટલી ઝડપથી કૉમર્શિયલ બિલ્ડિંગોને વસાહતી બિલ્ડિંગોમાં ફેરવાશે, તેટલી જ વધુ ઝડપથી ટૅક્સ કલેક્શન વધશે. આ વાત ટ્રાન્સપૉર્ટેશન, ઍજ્યુકેશન અને સુરક્ષાની સેવાઓ મેન્ટન થઈ શકશે.














