ગોપાલ ઇટાલિયા વીસાવદરમાં ચૂંટણી જીત્યા બાદ આગામી અઢી વર્ષમાં શું કરશે?

વીડિયો કૅપ્શન, Gopal Italia Interview : ગોપાલ ઇટાલિયા વીસાવદરમાં ચૂંટણી જીત્યા બાદ આગામી અઢી વર્ષમાં શું કરશે?

ગત 19 જૂને યોજાયેલી વીસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 17 હજાર કરતાં વધુ મતોથી હરાવ્યા હતા.

નોંધનીય છે કે ડિસેમ્બર 2022માં પણ આ બેઠક પર આપના ઉમેદવાર ભૂપત ભાયાણીને જીત મળી હતી, પરંતુ તેમણે થોડા સમયમાં જ રાજીનામું આપતાં બેઠક ખાલી પડી હતી.

રાજકીય વિશ્લેષકો પ્રમાણે ભાજપે આ બેઠક પર જીત સુનિશ્ચિત કરવા માટે પૂરું જોર લગાવી દીધું હતું.

તેમ છતાં વીસાવદરની બેઠક ફરી એક વાર ભાજપના હાથમાંથી છટકી ગઈ હતી.

હવે વીસાવદરની બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં પોતાના અઢી વર્ષ જેટલા કાર્યકાળમાં બેઠકના ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે કે તેઓ આગામી અઢી વર્ષમાં શું કામ કરવાના છે?

જાણવા માટે જુઓ, બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.

બીબીસી ગુજરાતી, ગુજરાત, ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટી, ભાજપ

ઇમેજ સ્રોત, Arvind Yadav/Hindustan Times via Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન