You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પિતાએ દીકરીઓ સાથે પિરિયડ્સ વિશે વાત કેમ કરવી જોઈએ?
- લેેખક, યાસ્મિન રુફો
- પદ, બીબીસી ન્યૂઝ
હેલન 16 વર્ષનાં હતાં, ત્યારે તેમને પહેલી વખત પિરિયડ્સ આવ્યા, ત્યારે તેના પિતાએ મદદ કરી, કારણ કે તેઓ જ ઘરે હતા.
યુવાનો સાથે પિરિયડ્સ વિશે વાત કરવી મૂંઝવણભર્યું હોઈ શકે છે, એમાં પણ જો તમને જાતે તેનો અનુભવ ન થતો હોય તો આ સ્થિતિ વધુ વકરી જાય છે. જોકે, હેલન કહે છે કે તેના પિતાએ પહેલી વખત પિરિયડ્સ આવે ત્યારે શું થઈ શકે તેના વિશે મુક્તપણે વાતો કરી હતી એટલે સરળ રહ્યું.
હેલન કહે છે, "પિરિયડ્સ દરમિયાન કેવું લાગે અથવા તો ક્યારેક તે તમારા જીવનને કેવી રીતે અસર કરી શકે છે, તેના વિશે પિતા તમને જણાવી ન શકે, આમ છતાં તેઓ આ મુદ્દે સલાહ આપી શકે અને વાત કરી શકે છે."
આજે પણ ઘણા પિતા માટે પિરિયડ્સ વિશે ચર્ચા કરવી અસહજ કરી દેનારી હોઈ શકે છે અને મોટા ભાગે આ પરિસ્થિતિ સંભાળવી પડે છે.
હેલનના પિતા જૉન એડમ્સ જેવા પિતાઓની સંખ્યા વધી રહી છે, જેઓ આવા નિષિદ્ધ વિષયો વિશે સંતાનો સાથે ચર્ચા કરે છે.
જ્યારે બે દીકરીઓ નાની હતી, ત્યારે જૉન સ્ટે-ઍટ-હોમ પેરન્ટ હતા. આજે આ બંને દીકરીઓ 16 અને 12 વર્ષની છે. જૉનનું કહેવું છે કે તેમણે કેટલાક વાલીઓની સાથે વાત કરી, તો તેઓ પણ બાળકો સાથે પિરિયડ્સ વિશે ચર્ચા કરવામાં અસહજતા અનુભવતા હતા.
જૉન કહે છે, "તેઓ રાહ જોઈ રહ્યા હતા કે આના વિશે શાળામાં શીખવવામાં આવશે, પરંતુ મને નથી લાગતું કે આના વિશે ચર્ચા કરવી એ માત્ર શિક્ષકનું કામ છે."
જૉને તેમની બંને દીકરીઓ સાથે પિરિયડ્સ સમયે કેવું થશે, કેટલું દર્દ થઈ શકે તથા અલગ-અલગ સૅનિટરી પ્રોડક્ટ્સ વિશે ચર્ચા કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી રેડિયો 5 લાઇવના 'ધ ટાઇમ ઑફ મંથ' કાર્યક્રમમાં ચર્ચા કરતી વેળાએ જૉને કહ્યું, "પુરુષો કોઈ ગફલત કરી શકે છે, પરંતુ તેઓ કોઈ પણ જાતના ભારણ વિના ચર્ચા કરે છે અને તેઓ બધી બાબતો અંગે વ્યવહારુ વાત કરી શકે છે."
જૉન હવે શિક્ષણક્ષેત્રે કામ કરે છે. તેઓ સ્વીકારે છે કે તેઓ આ બાબતમાં નિષ્ણાત નથી, પરંતુ તેમણે પોતાનાં પત્ની અને માતાની સાથે આના વિશે વાત કરી હતી. આ સિવાય તેમણે પુસ્તકો અને ઑનલાઇન માધ્યમથી માર્ગદર્શન મેળવ્યું હતું.
પિતાએ પૅડનો ડેમો આપ્યો
જૉનના મતે પિરિયડ્સ આરોગ્યનો વિષય છે અને સંકોચની બાબત નથી. પિતાએ તેમની દીકરીઓ સાથે માસિકચક્ર વિશે વાત કરવી જોઈએ કે નહીં, તેના વિશે હજુ પણ અલગ-અલગ મત પ્રવર્તે છે.
ત્યારે જૉન કહે છે, "તમારા સંતાનો પાસે રહેવું અને તેઓ વાત કરી શકે તે જરૂરી છે."
રૉય વિધુર છે, તેમનાં પત્ની કૅન્સરને કારણે મૃત્યુ પામ્યાં હતાં. એ પછી તેમણે દીકરીને એકલા હાથે ઊછેરી હતી એટલે આના વિશે વાત કર્યા વગર છૂટકો જ ન હતો.
રૉયની દીકરી નવ વર્ષની હતી, ત્યારથી તેમણે પિરિયડ્સ વિશે ચર્ચા કરવાનું શરૂ કરી દીધું હતું તથા આ માટે કેટલાંક પુસ્તકો આપ્યાં હતાં અને શું થઈ શકે, તેના વિશે માનસિક રીતે તૈયાર કર્યાં હતાં.
રૉય કહે છે, "પહેલાં તો તેના ચહેરા પરથી રંગ ઊડી ગયો, પરંતુ અમે ખુલીને ચર્ચા કરી."
એ પછી રૉયે તેમની દીકરીને સૅનિટરી પૅડ બતાવ્યું અને તેને પેન્ટ્સમાં કેવી રીતે ચોંટાડવું, તે બતાવ્યું. આ સાથે જ સૂચન કર્યું કે તે ટેસ્ટ ડ્રાઇવ પણ લે.
રૉય કહે છે, "જ્યારે તમને ખબર ન હોય કે શું બની રહ્યું છે, ત્યારે પરિસ્થિતિ ડરામણી બની જતી હોય છે."
'મને પહેલી વખત પિરિયડ આવ્યા ત્યારે...'

'મારો દીકરો ટેમ્પૂન જોઈ ગયો'
નિઘત આરિફ જનરલ પ્રૅક્ટિશનર છે અને મહિલા આરોગ્ય વિશેષજ્ઞ છે. એક વખત તેમના દીકરાએ બાથરૂમમાં નિઘતનાં ટૅમ્પૂન જોઈ લીધાં.
નિઘત કહે છે, "મેં કહ્યું કે મમ્મીને લોહી નીકળે એટલે તે વાપરે છે."
શરૂઆતમાં તો આ વાત સાંભળીને દીકરો ચિંતિત થઈ ગયો, પરંતુ નિઘતે સમજાવ્યું કે તે સામાન્ય છે અને મહિલાઓને દર મહિને આવે છે.
હાનાનું કહેવું છે કે પરિસ્થિતિ ઝડપભેર બદલાઈ રહી છે. હાના કહે છે કે તેઓ પોતાના પિતાના વલણમાં પણ ફેરફાર જોઈ રહ્યાં છે. તેઓ હાના સાથે પિરિયડ્સ વિશે ચર્ચા કરવાનું ટાળતા.
હાના કહે છે, "જો તેમની પૌત્રી-દોહિત્રીઓને કંઈક જરૂર પડશે અથવા તો ચર્ચા કરવા માંગશે, તો મને લાગે છે કે તેઓ વધુ ખુલ્લીને વાત કરશે."
ઑફિસમાં ચર્ચાની શરૂઆત
ગાયનેકોલોજિસ્ટ ક્રિસ્ટિન ઇકેચી નેશનલ હેલ્થ સર્વિસ માટે કામ કરે છે અને કહે છે કે ઉંમરલાયક સંતાનો સાથે વાત કરવાની બાબતમાં ઘણી વખત બેવડું વલણ જોવા મળે છે.
"અનેક સિંગલ મધર તેમના દીકરાઓને ઉછેરે છે, પરંતુ આપણે ક્યારેય તેમને નથી કહેતી કે તેઓ પોતાના દીકરાઓ સાથે યુવાવસ્થા અને સલામત સેક્સ વિશે વાત ન કરી શકે."
"તો પછી આથી ઊલટું શા માટે હજુ પણ થઈ રહ્યું છે?"
ઘરમાં ખુલ્લીને ચર્ચા થાય તો તેની વ્યાપક અસરો થતી હોય છે. ડૉ. ઇકેચી કહે છે કે જાણકાર પિતા સારા સહકર્મી અને લીડર બની શકે છે.
આને કારણે ઑફિસમાં પિરિયડ્સ વિશેની ચર્ચા થઈ શકે છે અને આ બાબતે ભાગીદારી વધશે.
તેણી કહે છે, "આનાથી ઉપર તે પિતા અને પુત્રી વચ્ચે ઘનિષ્ઠતા વધારવાનો સારો રસ્તો છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન