કૅનેડા, યુકે અને ઑસ્ટ્રેલિયામાં ખાલિસ્તાન આંદોલને કેવી રીતે પ્રભુત્વ જમાવ્યું અને ભારત સાથે સંબંધો પર કેવી અસર કરે છે?

ઇમેજ સ્રોત, Empics
- લેેખક, અરવિંદ છાબડા
- પદ, બીબીસી સંવાદદાતા
ખાલિસ્તાન મુદ્દો ભારત માટે પરેશાની સર્જનારો જ રહ્યો છે. વિદેશમાં એના સમર્થકોના પ્રદર્શનો તેનો પુરાવો આપે છે. આ દેશોમાં શીખોની વસ્તી પણ નોંધપાત્ર છે.
ભારત-કૅનેડા વચ્ચે ખાલિસ્તાની સમર્થક નેતાઓની હત્યાના મુદ્દે સંબંધોમાં તણાવ છે. બીજી બાજુ ઑસ્ટ્રેલિયા, યુકેમાં પણ રહેતા શીખ અપ્રવાસીઓની સંખ્યા નોંધપાત્ર છે. આ દેશોમાં ભારતીય હાઈ કમિશન બહાર વિરોધ પ્રદર્શનો થતાં આવ્યાં છે. હાલ પણ પ્રદર્શનો થઈ રહ્યાં છે અને વળી તેની સામે ભારત સમર્થિત પ્રદર્શનો પણ થઈ રહ્યાં છે. આનાથી ઘણાંને ચિંતા છે કે આ બધાનને લીધે ભારત સાથે આ દેશોના સંબંધોમાં કેવી અસર થઈ શકે છે.
એસઓએસ યુનિવર્સિટી – લંડનના પ્રોફેસર અવિનાશ પાલિવાલ કહે છે, "વર્ષોથી પશ્ચિમી દેશો સાથે ખાલિસ્તાન ચળવળનો મુદ્દો ભારત માટે પરેશાનીવાળો રહ્યો છે."
"2020-21માં દિલ્હીમાં કિસાન આંદોલન પછી એમાં વધુ તીવ્રતા આવી ગઈ. હાલ કૅનેડાએ જે આરોપો લગાવ્યા છે એનાથી દ્વિપક્ષીય સંબંધોમાં વધુ ગાઢ સંકટ સર્જાયું છે."

કૅનેડા

ઇમેજ સ્રોત, Getty Images
કૅનેડામાં સૌથી વધુ ભારતીય અપ્રવાસી-મૂળ ભારતીય લોકની વસ્તી છે.
કુલ 7.8 લાખ શીખ છે જે કુલ વસ્તીના 2 ટકા છે. 2022-23માં કૅનેડા સાથે 4,109 મિલિયન ડૉલર્સનો વેપાર થયો જે ગત નાણાકીય વર્ષ કરતાં નવ ટકા વઘ્યો. આ આંકડા ભારત સરકારના છે.
કૅનેડામાં ભારતના વિદ્યાર્થીઓ
2018 પછી કૅનેડામાં સૌથી વધુ ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા રહી. 2022માં તે સંખ્યા 3.20 લાખ હતી જે 50 ટકાનો વધારો સૂચવે છે. હાઉસ કૉમન્સ જે 2021માં ચૂંટાયું હતું તેમાં 17 ભારતીય મૂળના સાંસદો છે અને કૅનેડાની નવી ડૅમૉક્રેટિક પાર્ટીના વડા જગમીતસિંહ છે.
અનિતા આનંદ અન્ય ત્રણ ભારતીય મૂળના સાંસદો સાથે ગત સરકારમાં મંત્રી હતા. વર્તમાન સરકારમાં પણ તેમને જાળવી રખાયા અને રક્ષા મંત્રાલયમાં સજ્જન અને કમલ ખેરા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૅનેડાના પત્રકાર શમીલ કહે છે, "કૅનેડામાં ઇન્ડો-કૅનેડિયન સમુદાય ઘણો સક્રિય ગણવામાં આવે છે. બધા જ પક્ષો તેમને મહત્ત્વ આપે છે. તેઓ રાજકીય રીતે ખૂબ જ સક્રિય છે."
કૅનેડામાં ખાલિસ્તાની સમર્થકોની પ્રવૃત્તિઓ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કૅનેડામાં 1980 પછી ખાલિસ્તાન સંબંધિત પ્રદર્શનોને વેગ મળ્યો છે.
ખલીલ કહે છે, "પંજાબમાં પ્રોખાલિસ્તાની અમૃતપાલ સામે પોલીસની કાર્યવાહી બાદ પણ પ્રદર્શનો થયાં હતાં. હવે નિજ્જરની હત્યા બાદ લોકો ભેગા થયા અને એની સામે ભારત સમર્થક લોકો પણ ભેગા થયા આમ બંને વચ્ચે અથડામણ થઈ. એક ખાલિસ્તાની સમર્થક પ્રદર્શનકારીની ધરપકડ થઈ."
ટોરોન્ટોની ઇવેન્ટમાં કિલ ઇન્ડિયા અને ભારતીય રાજદ્વારી અધિકારીઓ માટે કિલર્સ લખેલા પોસ્ટરો પણ જોવાં મળ્યાં જેથી ભારત સરકારે કૅનેડાના રાજદ્વારી અધિકારીને સમન્સ પાઠવ્યું.
જી20માં મોદી અને ટ્રુડો મળ્યા હતા. ખાલિસ્તાન વિશેના સવાલમાં ટ્રુડોએ કહ્યું હતું કે કૅનેડા વાણી સ્વાતંત્ર્ય અને વિરોધ પ્રદર્શન કરવાના અધિકારોને ખૂબ જ માન આપે છે. એનું રક્ષણ પણ કરશે.
જ્યારે ભારતે આ વિશે કહ્યું હતું કે, કૅનેડામાં ભારત વિરોધી તત્ત્વો વિશેની ચિંતા કૅનેડા સમક્ષ જણાવી દેવાઈ છે. જેમાં ભારતના રાજદ્વારી અધિકારીઓ, ભારતીયો અને ભારતની રાજદ્વારી મિલકતોને નુસકાન તથા હિંસાની ઘટનાનો ઉલ્લેખ પણ કરાયો છે. તેમાં ભારતીય સમુદાયના ધાર્મિક સ્થળોને નુકસાન કરવાની વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
કૅનેડા સાથેના દ્વિપક્ષીય સંબંધો

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીની ઇન્સ્ટિટ્યૂટ ફૉર કૉન્ફ્લિક્ટ મૅનેજમેન્ટના ઍક્ઝિક્યૂટિવ ડિરેક્ટર અજય સાહની કહે છે, "સંબંધો પહેલાં કરતાં વધુ ખરાબ થઈ ગયા છે. કૅનેડામાં ખાલિસ્તાની ઝુંબેશને વેગ મળ્યો છે કેમ કે ટ્રુડોની સરકાર લઘુમતીમાં છે અને તેમને જગમીતસિંહની પાર્ટીનો ટેકો છે. જે ખુદ એક શીખ આગેવાન છે. ભારત જ્યારે હિંદુ રાષ્ટ્રની વાત કહે છે, ત્યારે સામેથી વાત આવે છે કે તમે હિંદુ રાષ્ટ્ર લઈ લો અમને અમારું ખાલિસ્તાન આપી દો."
પૂર્વ રાજદૂત અનિલ ત્રિગુણાયત કહે છે કે, નજીકના ભવિષ્યમાં બંને દેશોના સંબંધોમાં સુધારો આવી જાય એવું લાગતું નથી કેમ કે 40 વર્ષોથી ભારત ખાલિસ્તાની તત્ત્વોની યાદી આપીને કાર્યવાહીની માગ કરતું આવ્યું છે અને કોઈ કાર્યવાહી કૅનેડા દ્વારા થઈ નથી.
તેઓ ઉમેરે છે, "જો કૅનેડાએ સંબંધો જાળવવા જ હોત તો તેણે જાહેરમાં આરોપો કરીને ભારતના રાજદ્વારી અધિકારીઓને નિલંબિત ન કર્યા હોત."

યુકે

ઇમેજ સ્રોત, Getty Images
યુકેમાં 5.24 લાખ શીખ વસ્તી છે જે કુલ વસ્તીના 1 ટકા છે. 2022-2023માં બંને વચ્ચે 11406 મિલિયન ડૉલર્સનો વેપાર થયો હતો જે અગાઉનાં વર્ષ કરતાં નવ ટકા વધારે હતો.
ભારતીય અપ્રવાસી

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2020ના ભારતીય હાઇકમિશનના રિપોર્ટ અનુસાર યુકેમાં 15 લાખ ભારતીય અપ્રવાસીઓ છે. અને આવા 65000 લોકો કંપનીઓ ધરાવે છે. રિપોર્ટ અનુસાર, "અમે રિસર્ચ કરેલી 654 કંપનીઓનું કુલ વાર્ષિક ટર્નઓવર 36.84 પાઉન્ડથી વધુ છે અને તે એક બિલિયન પાઉન્ડથી વધુનો કર ચૂકવે છે."
1892-95માં લિબરલ ડૅમોક્રેટ એવા દાદાભાઈ નવરોજી પહેલા ભારતીયમૂળના સાંસદ હતા ત્યારથી જ ભારતીય અપ્રવાસીઓ ત્યાંની રાજનીતિમાં સક્રિય છે. 2020માં હાઉસ ઑફ કૉમન્સમાં 15 સભ્યો ભારતીય મૂળના હતા, જ્યારે હાઉસ ઑફ લૉર્ડ્ઝમાં 23 સભ્યો હતા. વર્તમાન ઋષિ સૂનક પણ ભારતીય મૂળના છે.
ખાલિસ્તાન સંબંધિત પ્રવૃત્તિઓ
કૅનેડાની જેમ યુકેમાં પણ તાજેતરમાં ખાલિસ્તાની સમર્થક નેતાનું પણ મોત થયું હતું. અવતારસિંહ ખાંડા ખાલિસ્તાન લિબરેશન ફૉર્સના વડા હતા તેમનું રહસ્યમય સંજોગોમાં બર્મિંઘમમાં મોત થયું હતું. ઘણાને ઝેર અપાયાની શંકા છે.
લંડનમાં તાજેતરના મહિનામાં મોટા પ્રદર્શનો થયાં. ખાસ 19મી માર્ચે. પંજાબ પોલીસે ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ સામે કાર્યવાહી કર્યાં બાદ એ થયા હતા. લંડનમાં ભારતીય હાઇકમિશન બહાર પણ પ્રદર્શન થયાં જેમાં એક વ્યક્તિ ભારતનો ધ્વજ નીચે ખેંચતી જોવા મળી હતી.
યુકેએ કૅનેડાની ઘટના પર પ્રતિક્રિયા પણ આપી છે. વિદેશમંત્રી જેમ્સ ક્લેવરીએ ટ્વિટ કર્યું હતું, "દરેક દેશે સંપ્રુભતા અને દરેક દેશના કાયદાનું સન્માન કરવું જોઈએ. કૅનેડાની સંસદમાં ઉઠાવાયેલા આરોપો વિશે અમે કૅનેડા સાથે સતત સંપર્કમાં છીએ. કૅનેડાની તપાસ ચાલુ છે અને દોષિતોને સજા આપવામાં આવશે."
દ્વિપક્ષીય સંબંધો

ઇમેજ સ્રોત, Getty Images
જોકે ઋષિ સુનક સર્વોચ્ચ પદે હોવાથી બંને દેશો વચ્ચેના સંબંધો બગડે એવી શક્યતા નહિવત્ હોવાનું નિષ્ણાતો માને છે. પૂર્વ રાજદૂત અનિલ ત્રિગુણાયત કહે છે, “ઋષિ સુનકે જી20 સમિટ દરમિયાન ભારતને ખાતરી આપી કે તેમના દેશમાં ગેરકાયદે ગતિવિધિઓ નહીં થવા દેવામાં આવે."
અજય સાહની કહે છે, "સંબંધો હકારાત્મક છે અને હજુ સારા થવાની સંભાવના છે કેમ કે ભારતને કોઈ ખાસ કોઈ અપેક્ષાઓ નથી."
“આ સરકારને વિદેશી કે પશ્ચિમી સરકારો પાસેથી કોઈ અસાધારણ અપેક્ષા નથી. તેઓ દરેક વ્યક્તિ જે ભારતને પરેશાન કરતું હોય તેને પકડીને પ્રત્યર્પણ કરે એવી અપેક્ષા નથી. ખાસ મુશ્કેલી સર્જતા લોકો સામે નક્કર પગલાં લેવાય એટલી જ અપેક્ષા છે."
જોકે, કેટલાક નિષ્ણાતને ચિંતા છે કે નવી ઘટનાઓની અસર વિપરીત થઈ શકે છે.
શમીલ કહે છે, "ભારત-કૅનેડાના સંબંધોનો તણાવ યુકે તથા પશ્ચિમી દેશોને કઈ રીતે અસર કરે છે એ જોવું રહ્યું. પરંતુ સામાન્ય નાગરિકોને અસર કરનારી વાત ચિંતાજનક છે."
"જેમ કે કૅનેડામાં લોકો દુવિધામાં છે કે તેમણે તેમના ભારત જવાના ટ્રાવેલ પ્લાનનું શું કરવું. એ જ રીતે કૅનેડા આવનારા ભારતીયોની સ્થિતિ પણ એવી જ છે. આમ આ સ્થિતિ લોકો માટે સારી નથી."

ઑસ્ટ્રેલિયા

ઇમેજ સ્રોત, Getty Images
2021ની વસ્તી ગણતરી મુજબ અહીં 6.73 લાખ ભારતી અપ્રવાસી કે ભારતી મૂળના લોકોની વસ્તી છે.
જેમાંથી 2.39 લાખ શીખોની વસ્તી છે. અહીં હિંદી અને પંજાબી ભાષા બોલતા લોકોનું પ્રમાણ ઘણું છે.
પંજાબની એ પેટા સમૂહમાં બીજા સ્થાને છે. 92 હજારથી વધુ લોકો પંજાબી ભાષા બોલે છે અને પોતાને પંજાબીઓના વંશજ ગણાવે છે.
મેલબર્નના સ્થાનિક પત્રકાર રુચિકા તલવાર કહે છે, "અહીં રાજકારણ સહિત દરેક ક્ષેત્રમાં પંજાબીઓનું પ્રભુત્વ વધી રહ્યું છે. તે મેડિસન અને આઈટી ક્ષેત્રમાં પણ છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર તથા સંસદમાં પણ તેમનું પ્રતિનિધિત્વ નોંધપાત્ર છે. તેમાંના મોટાભાગના ભારતમાં જન્મેલા છે."
"જોકે, યુકે અને કૅનેડામાં જે રીતે સંખ્યા વધુ છે રાજકીય સંક્રિયતામાં એવું અહીં નથી. લિસા સિંહ તસ્માનિયાના સેનેટર બન્યાં, ડેનિયલ મૂખે સંસદમાં ચૂંટાયા તેમને ખજાનચી બનાવાયા અને તેઓ ભગવત ગીતા થકી શપથ લેનાર પહેલી વ્યક્તિ બન્યા."
વેપારની વાત કરીએ તો, 2022-23માં કૅનેડા સાથે 6951 મિલિયન ડૉલર્સનો વેપાર થયો હતો. ભારત સરકારના આંકડા મુજબ એના અગાઉના વર્ષ કરતા એ 16 ટકા વધારે છે.
ખાલિસ્તાની પ્રવૃત્તિઓ

ઇમેજ સ્રોત, Getty Images
રૂચિકા તલવાર કહે છે કે આ વર્ષે જ સિડની, મેલબર્ન અને બ્રિસ્બેનમાં શીખ ફોર જસ્ટિસ સંસ્થાએ એક જનમતસંગ્રહ યોજ્યો હતો. વળી મોદી આવ્યા હતા ત્યારે તેમણે ઑસ્ટ્રેલિયાની સરકારને ખાલિસ્તાની ઝુંબેશના મુદ્દે ચિંતા રજૂ કરી હતી. અને ઑસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બાનીઝે તેમને ખાતરી પણ આપી હતી કે ભારતના હિતોને નુકસાન નહીં થવા દેવામાં આવે.
"ઑસ્ટ્રેલિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા પેની વોંગના હવાલાથી સ્થાનિક મીડિયામાં લખવામાં આવ્યું હતું કે ભારત-કૅનેડા વિવાદથી ઑસ્ટ્રેલિયા માહિતગાર છે અને કૅનેડાના આરોપો ચિંતાજનક છે."
"પણ ભારત ઑસ્ટ્રેલિયાના સંબંધો પણ ગાઢ છે. ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ પણ અહીં મોટી સંખ્યામાં આવે છે. આથી વિવાદના ઉકેલની દિશામાં જવાનું લક્ષ્ય ઇન્ડિ-પેસિફિક નીતિનો આધાર છે."
આ વર્ષે જુલાઈમાં એક ભારતીય વિદ્યાર્થીની લોખંડના સળિયા વડે ખાલિસ્તાની સમર્થકોએ મારપીટ કરી હતી. ટ્રિબ્યૂને સમાચારની નોંધ લીધી હતી.
સિડનીમાં ખાલિસ્તાન ઝિંદાબાદના સૂત્રો પોકારવામાં આવ્યા હતા. આ સૂત્રો સાથે તેઓ વિદ્યાર્થી પર તૂટી પડ્યા હતા.
વિદ્યાર્થીએ નામ ન જણાવવાની શરતે કહ્યું હતું કે, "સવારે 5 વાગ્યાની આસપાસ કામ પર જતો હતો ત્યારે ગાડીમાં બેઠો પછી ખાલિસ્તાની સમર્થકોએ મને ઘેરીને સળિયા વડે માર્યો હતો."
વળી ઑસ્ટ્રેલિયામાં હિંદુ મંદિરો પર ખાલિસ્તાની સૂત્રો લખવાના મામલા પણ સમુદાયો વચ્ચે તણાવનું કારણ બન્યા હતા. વર્ષની શરૂઆતમાં આવું થયું હતું. ભારતે ઑસ્ટ્રેલિયાની સરકારને આને રોકવા પણ આગ્રહ કર્યો હતો. પોલીસે માર્ચમાં બ્રિસ્બેન મંદિરમાં બનેલી ઘટનાની તપાસની દસ્તાવેજો પણ જાહેર કર્યાં હતાં.
જોકે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિનું નિવેદન હતું કે, "મંદિરમાં હિંદુ વિરોધી લખાણ લખવામાં આવ્યું ત્યારે કૅમેરા બંધ કરી દેવાયા હોવાથી આવી ઘટનાઓ બંને સમુદાયો વચ્ચે તણાવ સર્જી શકે છે."
આ નિવેદન સંસ્થાના જનરલ સેક્રેટરી ગુરુચરણસિંહ ગ્રેવાલે આપ્યું હતું. તેમનો દાવો હતો કે કેટલીક હિંદુ વ્યક્તિઓએ જ આ કામ કર્યું હતું.
ઑસ્ટ્રેલિયા સાથેના દ્વિપક્ષીય સંબંધો કેવા છે?
અજય સાહની કહે છે, "આવી ઘટનાઓ બને છે અને વિવાદ થાય છે પણ દેશના સંબંધો વણસી જાય એ હદે એ અસર નથી કરી શકતું. મને નથી લાગતું કે ખાલિસ્તાનનો મુદ્દો બંને માટે એટલો ગંભીર બની ગયો છે કે હવે સંબંધો ખરાબ થઈ જાય."
અનિલ ત્રિગુણાયત ઉમેરે છે કે ઑસ્ટ્રેલિયા સાથે વેપાર સહિતના સંબંધો ચાલુ જ રહેશે. 2008માં સ્થિતિ સારી નહોતી જ્યારે મંદિરોમાં ઘટના બની હતી. પણ પછી ઑસ્ટ્રેલિયાએ સ્થિતિ સંભાળી લીધી હતી.














