પીએમની અમેરિકા મુલાકાત : મોદી અને બાઇડન શું આ મુદ્દે વાતચીત કરવાથી બચશે?

નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2021માં મોદી જ્યારે બાઇડનને પ્રથમ વખત અમેરિકામાં મળ્યા
    • લેેખક, જુગલ પુરોહિત
    • પદ, બીબીસી સંવાદદાતા

વડા પ્રધાન મોદી હાલ અમેરિકાની ત્રણ દિવસીય મુલાકાતે છે. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહોંચીને સૌથી પહેલા અમેરિકાના અનેક મોટા ઉદ્યોગપતિઓ અને પ્રખ્યાત વ્યક્તિઓ સાથે મુલાકાત કરી હતી.

આ સિવાય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલને આપેલા એક ઇન્ટરવ્યૂમાં અમેરિકા સાથે વધુ ગાઢ સંબંધો અને વૈશ્વિક સંસ્થાઓમાં જડમૂળ પરિવર્તનો માટે આહ્વાન કર્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા સાથે રક્ષા ક્ષેત્રમાં વધી રહેલા સહયોગને બંને દેશો વચ્ચે મજબૂત થઈ રહેલા સંબંધોનો આધારસ્તંભ ગણાવ્યો છે. એમણે કહ્યું છે કે ભારત અને અમેરિકાની ભાગીદારી કારોબાર, ટેક્નોલૉજી અને ઊર્જા ક્ષેત્રમાં પણ છે.

મોદી તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન અનેક મહત્ત્વના સોદા પણ કરી શકે છે. ભારતમાં જ જેટ ફાઈટર એન્જિન બનાવવાનો સોદો પણ કરી શકે છે. ભારત અમેરિકા પાસેથી ઊંચાઈ પર ઊડી શકે તેવા પ્રિડેટર ડ્રોન પણ ખરીદી શકે છે.

ભારત અને અમેરિકા વચ્ચે પાછલાં કેટલાક વર્ષોમાં ઘણી અગત્યની સમજૂતીઓ થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આવી બીજી પણ સમજૂતી થશે.

પરંતુ આપણે અહીં એ એક બાબતની વાત કરીશું જેના વિષયમાં બન્ને દેશ મૌન ધારણ કરવાનું પસંદ કરે છે.

GREY LINE

એ એક બાબત કઈ છે?

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પરમાણુ સબમરીનની પ્રતિકાત્મક તસવીર

મધ્ય ઍટલાન્ટિક મહાસાગરમાં પર્યટકો માટે વિશ્વના સૌથી લોકપ્રિય જહાજ ટાઈટેનિકના કાટમાળને જોવા માટે જે સબમરીન નીકળી હતી તે ગુમ થઈ ગઈ છે.

જે રીતે આ સબમરીન ગુમ છે એ જ રીતે ભારત અમેરિકા વચ્ચે વાતચીતમાં 'પરમાણુ સબમરીન'નો મુદ્દો હંમેશાં ગાયબ રહે છે.

પરમાણુ સબમરીન એક એવી સબમરીન છે જેમાં પરમાણુ રિએક્ટર હોય છે, અને આ રિએક્ટર આ સબમરીનના ઇંધણ અથવા ફ્યૂઅલની રીતે કામ કરે છે.

આ પ્રકારની સબમરીન પાણીની નીચે અને રડારથી બચીને જેટલી જરૂર હોય એટલો સમય રહી શકે છે. જ્યારે કોઈ અન્ય માધ્યમ નથી જે આ પ્રકારે કરી શકે.

એક તરફ જ્યાં અમેરિકાના નૌકાદળની વેબસાઇટ જેના ઉપર તેની અલગઅલગ સબમરીનની વાત કહેવામાં આવી છે. ત્યાં બીજી બાજુ ભારતની પોતાની સબમરીન વિશે વધુ જાણકારી સાર્વજનિક માધ્યમથી મળતી.

2017માં નૌકાદળના પ્રમુખે જણાવ્યું હતું કે સરકારે તેમને 6 પરમાણુ હુમલો કરી શકે તેવી સબમરીન બનાવવાની પરવાનગી આપી છે.

2018માં ભારતમાં વિકસેલી પરમાણુ સબમરીન આઈએનએસ અરિહંતે પોતાનું પહેલું પાણી નીચેનું અભિયાન, પરમાણુ હથિયાર સાથે પૂર્ણ કર્યું હતું.

કેટલાય દાયકાઓથી કામ કરવા છતાં ભારત પાસે ઘણી ઓછી પરમાણુ સબમરીન છે જ્યારે ચીન પાસે 12 છે, અલગઅલગ સંસ્થાનોનું માનીએ તો એડમિરલ રાજા મેનને જણાવ્યું કે અમેરિકા સાથે પરમાણુ સબમરીનને લઈને સાથ સહકાર વડા પ્રધાન મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન યાદીમાં સૌથી ઉપર હોવું જોઈએ.

GREY LINE

શું ભારત-અમરિકાએ આ પહેલાં આ વિષય પર વાત કરી છે?

નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત

ઇમેજ સ્રોત, Getty Images

ઍડ્મિરલ મેનનના કહેવા પ્રમાણે, “ભારતે પૂછ્યું હતું પરંતુ અમેરિકા આના ઉપર સહેમત નહોતું”

અમેરિકાને જ આ પૂછવું આટલં જરૂરી કેમ છે? ભારત આ માટે રશિયા કે ફ્રાન્સ અથવા તો પછી જાતે જ કેમ નથી બનાવી લેતું? આ સવાલ ઉપર ઍડ્મિરલ મેનન કહે છે કે, “ભારત પાસે આ તમામ વિકલ્પો તો છે જ. પરંતુ તકનીકના મામલામાં અમેરિકા સૌથી આગળ છે.”

ભારતના એક રાજદૂતે નામ છૂપાવવાની શરતે કહ્યું કે, “પરમાણુ સબમરીન એક ‘નો ગો’ એરિયા છે, જેના ઉપર બન્ને દેશ વાત નથી કરતા. અમેરિકા આ ટૅકનૉલૉજી તેના સૌથી નજીકના સાથી સાથે પણ સરળતાથી શેર નથી કરતું.”

GREY LINE

તો આગળ શું થવાની સંભાવના છે?

નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પોતાના ફાળો અને હથિયારોની દૃષ્ટિએ આવી સબમરીનના અલગઅલગ પ્રકાર હોય છે. જેમાં એક પ્રકાર છે પરમાણુ હથિયાર લઈ જનારી પરમાણુ પાવરવાળી સબમરીન જેમ કે આઈએનએસ અરિહંત.

બીજો પ્રકાર છે પરમાણુ પાવરથી હુમલો કરનારી સબમરીન જે પરમાણુ નહીં પરંતુ સામાન્ય હથિયારો લઈ જઈ શકે છે જેનાથી અન્ય જહાજ અને સબમરીનને નિશાન ઉપર લઈ શકાય છે.

ભારતે આજ સુધી આ પ્રકારની એક પણ સબમરીન વિકસિત નથી કરી. અને જાણકારો માને છે કે આ પ્રકારને લઈને ભારત અને અમેરિકાએ વાત કરવી જોઈએ.

ડૉ. યોગેશ જોશી પરમાણુ સબમરીન વિષય ઉપર સારી પકડ ધરાવે છે, તેમના મતે ભારત અમેરિકા પાસેથી પરમાણુ સબમરીનના વિષયમાં વાતચીતની આશા ન રાખી શકે, કારણ કે ભારત યુકે અને ઑસ્ટ્રેલિયાની જેમ અમેરિકાનું સાથી નથી. હાલમાં જ ‘ઑકસ’ સમજૂતીની હેઠળ, અમેરિકાએ ઑસ્ટ્રેલિયાને પોતાની પરમાણુ સબમરીન વેચવાની વાત કરી હતી.

પરંતુ સાથી ન હોવા છતાં એમેરિકાએ ભારતને પોતાનું લેટેસ્ટ હાર્ડવેર વેચ્યું છે, જેમાં સબમરીનને નિશાન બનાવનારા હથિયાર પણ છે, પહેલાં અમેરિકા ભારત અને રશિયાના પરમાણુ સબમરીન સહયોગને રોકતો હતો, પણ આજે તે એવું નથી કરતો. ભારતે આમાં સમજવું રહ્યું અને આ વિષયો ઉપર અમેરિકા સાથે વાત કરવી જોઈએ જે સરળતાથી અમલમાં નથી લાવી શકાય એમ.

જ્યાં સુધી પરમાણુ સબમરીનની વાત છે, ડૉ. જોશીના મતે, “ભારત અવરોધોથી મુક્ત પોતાની મરજીના રસ્તે ચાલ્યો છે, એ જ તો ભારત હંમેશાથી ઇચ્છતો હતો.”

GREY LINE

ભારત અને અમેરિકાના પહેલાંના સંબંધો કેવા હતા?

નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત

ઇમેજ સ્રોત, Getty Images

1947માં આઝાદી મળી ત્યારબાદ ભારતે અમેરિકા પાસે હથિયારને લઈને હાથ લંબાવ્યો.

દેશના પહેલાં વડા પ્રધાન જવાહરલાલ નેહરુના નેતૃત્વમાં સોવિયેત સંઘ વિરુદ્ધ શીતયુદ્ધ દરમિયાન અમેરિકાને પીઠબળ આપવાની ભારતે ના પાડી. વર્ષ 1961માં તેમણે ભારતને અસંગઠિત ચળવળ કે જે વિકાસી રહેલા દેશોનું એક તટસ્થ સમૂહ હતું તેમાં સામેલ કર્યું.

લંડનસ્થિત વિદેશી બાબતોના થિંક ટૅન્ક એવા ચેથેમ હાઉસના ડૉ. જેમી શે જણાવે છે કે, "બ્રિટિશ શાસનનો સામનો કર્યા બાદ હવે ભારત નહોતું ઇચ્છતું કે અમેરિકા જેવી અન્ય કોઈ પશ્ચિમી શક્તિ તેમના પર રાજ કરે.”

ભારત અમેરિકા પાસેથી હથિયાર ખરીદતું હતું, પરંતુ વર્ષ 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધ બાદ, અમેરિકાએ એક પણ હથિયાર મોકલવાની ના પાડી હતી. ભારત પછી રશિયા તરફ વળ્યું.

હાલના દિવસોમાં ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર સ્ટ્રેટજિક સ્ટડીઝ (આઈઆઈએસએસ) પ્રમાણે, ભારતનાં 90 ટકા હથિયારબંધ વાહનો, 69 ટકા કૉમ્બેટ ઍરક્રાફ્ટ અને 44 ટકા યુદ્ધજહાજો અને સબમરીન રશિયામાં બનેલાં છે.

હાલનાં વર્ષોમાં જોકે ભારતે અમેરિકા સાથે અમુક સુરક્ષા સમજૂતીઓ કરી છે અને અમેરિકામાં બનેલાં હથિયારોની ખરીદી વધારી છે.

જોકે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની વર્ષ 2020ના ભારત પ્રવાસ દરમિયાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફથી મૂકવામાં આવેલ ફ્રી ટ્રેડની સમજૂતી સાથે સહમત નહોતા થયા.

અને આ દરમિયાન ભારતે અન્ય મહત્ત્વની સત્તાઓ સાથે મિત્રતા જાળવી રાખી છે.

યુક્રેન પર આક્રમણ કરતા રશિયાની ટીકા કરવાની પણ ભારતે ના પાડી દીધી અને સતત રશિયા પાસેથી ઑઇલ ખરીદવાનું ચાલું રાખ્યું, જ્યારે પશ્ચિમી દેશોએ મૉસ્કો પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

ચીન સાથે પણ વેપાર ખૂબ ઝડપથી વિકસી રહ્યો છે અને ચીન ભારતના ટોચના વેપારી ભાગીદાર તરીકે અમેરિકા સાથે સ્પર્ધા કરે છે.

આઈઆઈએસએસમાં દક્ષિણ એશિયાના વિશ્લેષક વિરાજ સોલંકી કહે છે, "ભારત અલગઅલગ સત્તા સાથે અલગઅલગ મુદ્દાઓ માટે જોડાણ કરે છે, પરંતુ કોઈ પણ સાથે ગઠબંધન કરવાની ખાતરી નથી આપતું."

વર્ષ 2016માં ભારત અને અમેરિકા વચ્ચે સુરક્ષાને લગતી ચાર સમજૂતી થઈ હતી. વર્ષ 2000થી લઈને 2021 સુધીમાં ભારતે અમેરિકાના મૅન્યુફૅક્ચરર પાસેથી 21 અબજ ડૉલરના સૈન્યને લગતા હાર્ડવેર ખરીદ્યાં હતાં.

GREY LINE

વડા પ્રધાનના પહેલાંના અમેરિકા પ્રવાસમાં શું થયું હતું?

નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 2021માં નરેન્દ્ર મોદીએ અમેરિકાની મુલાકાત લીધી હતી જ્યારે પહેલી વાર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી.

આ બેઠક ખૂબ હળવાશપૂર્ણ વાતાવરણમાં થઈ હતી અને બંને દેશોએ પોતપોતાના વ્યૂહાત્મક મહત્ત્વને જાળવી રાખીને પોતાની ભાગીદારીને વધુ મજબૂત કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

ક્વૉડ દેશોની શિખર બેઠક પણ પહેલી જ વાર આમનેસામને એ સમયે વાત થઈ હતી.

એમાં ખાસ કરીને હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ભારત અને અમેરિકા, ઑસ્ટ્રેલિયા, જાપાને સાથે મળીને આ ક્ષેત્રમાં આવાગમનની સ્વતંત્રતાને સુનિશ્ચિત કરવા માટે એકબીજાના સહકારમાં રહીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો.

ત્યારબાદ ક્વૉડના નામે પ્રખ્યાત એવા અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રેલિયા સાથેના સમૂહમાં ભારત પણ જોડાયું.

2019માં જ્યારે મોદી અમેરિકા ગયેલા તો તે સમયે ડોનાલ્ડ ટ્રમ્પનો શાસનસમય હતો અને મોદી અને ટ્ર્મ્પ વચ્ચે ઘણા સારા સંબંધ હતા.

બંને એકબીજા સાથે સારી દોસ્તી નિભાવતા હતા. મોદી ટ્રમ્પના માનમાં વખાણનાં ફૂલ વેરતાં હતાં અને ટ્રમ્પ મોદીને 'મહાન દેશના મહાન નેતા' જેવા ઇલકાબથી નવાજતા હતા.

એ વખતે પણ સપ્ટેમ્બરના મહિનામાં જ ટેક્સાસના હ્યુસ્ટન શહેરમાં હાઉડી-મોદી કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મોદીની સાથે સાથે ટ્રમ્પે પણ ભાગ લીધો હતો અને ત્યાં કાર્યક્રમના સભાસ્થળે હાજર રહેલા 50 હજારથી પણ વધુ ભારતીય મૂળના લોકોનું દિલ ટ્રમ્પે પણ જીતી લીધું હતું.

RED LINE
RED LINE