એ ગુજરાતી યુગલ જેઓ હૉસ્પિટલ બહાર દર્દીઓને મફતમાં ભોજન આપે છે

સુરેન્દ્રનગરની સી.યુ.શાહ ટીબી હૉસ્પિટલ ખાતે દર્દીઓ અને તેમના પરિવારજનો માટે એક પરિવાર દ્વારા સવાર-સાંજ મફતમાં ભોજન પીરસવામાં આવે છે.

લાભુભાઈ ડાબી એક શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે અને છેલ્લાં સાત વર્ષથી અહીં જરૂરિયાતમંદોને મફતમાં ભોજન પીરસે છે.

લાભુભાઈ પહેલાં ઘરે જ ભોજન બનાવતા હતા. પાંચ ટિફિનથી શરૂ કરેલા આ સેવાકાર્યમાં હાલમાં 100થી વધુ લોકો માટે ભોજન બનાવવામાં આવે છે.

હાલમાં તેઓ નજીક આવેલી શ્રીરામ ભોજનાલય પાસે ભોજન બનાવડાવે છે. આ તમામ ખર્ચ લાભુભાઈ જાતે જ ભોગવે છે.

લાભુભાઈનું કહેવું છે કે જરૂરિયાતમંદની સેવા કરવી અને ભૂખ્યાનું પેટ ભરવું એ જ સાચી માનવતા છે.