You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઝેરી મશરૂમ ખવડાવીને ત્રણ હત્યાઓ : કોર્ટે 'મશરૂમ મર્ડર કેસમાં' મહિલાને દોષિત ઠેરવી, શું છે સમગ્ર મામલો?
એક ઑસ્ટ્રેલિયન મહિલાને ઝેરી મશરૂમનો ઉપયોગ કરીને ત્રણ હત્યા અને એક હત્યાના પ્રયાસ માટે દોષિત ઠેરવવામાં આવી છે.
દોષિત મહિલાનું નામ એરિન પેટરસન છે. એરિનનો દાવો છે કે તે નિર્દોષ છે અને તે માત્ર અકસ્માતે ઘટેલી ઘટના છે.
આ કેસમાં બચાવ પક્ષ અને સરકાર વચ્ચે ઉગ્ર દલીલો થઈ, જેમાં વિવિધ પુરાવાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. અંતે, કોર્ટે મહિલાને દોષિત ઠેરવી.
સુનાવણી દરમિયાન, આ કેસમાં નાટકીય વળાંકો આવ્યા હતા.
વકીલોના મતે, એરિને તેના સંબંધીઓને મારવા માટે ઉપયોગમાં લેવાતા ઝેરી મશરૂમની ચોક્કસ માત્રા નાના રસોડાના સ્કેલ પર માપી હતી.
ચોથી વ્યક્તિ માંડ માંડ બચી
50 વર્ષીય એરિન પેટરસને જુલાઈ 2023માં વિક્ટોરિયામાં પોતાના ઘરે ત્રણ લોકોની હત્યા કર્યાનો અને અન્ય એકની હત્યાના પ્રયાસ કરવાના આરોપથી ઇનકાર કર્યો છે. એરિને કહ્યું કે, આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી.
એરિન પેટરસનના મોબાઇલમાંથી કેટલીક તસવીર મળી આવી છે. જેમાં તેઓ જંગલી મશરૂમ તોલતી દેખાઈ રહી છે. આ તસવીરને આધારે અભિયોજકો દાવો કરી રહ્યા છે કે મહિલાએ મહેમાનોને મારવા માટે આવશ્યક માત્રામાં મશરૂમનું માપ લીધું હતું.
એરિને કોર્ટને કહ્યું હતું કે, "મેં કદાચ સંબંધિત ફોટા લીધા હશે, પણ મને નહોતું લાગતું કે ખબર નહોતી કે તેમાં રહેલા મશરૂમ ઝેરી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એરિન પેટરસનના સસરા અને સાસુ, ડૉન અને ગેઇલ પેટરસન (બંને 70 વર્ષ), અને ગેઇલનાં બહેન, હીથર વિલ્કિન્સન (66 વર્ષ), ખોરાક ખાધાના થોડા દિવસો પછી બીમાર પડ્યા. બાદમાં તેમનું અવસાન થયું.
હીથરના પતિ, સ્થાનિક પાદરી ઇયાન વિલ્કિન્સનને પણ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સારવારના એક અઠવાડિયામાં તેમને કોમામાંથી બહાર લાવવામાં આવ્યા હતા.
'મોબાઇલમાં ફોટા મળ્યા'
છ અઠવાડિયાં પહેલાં શરૂ થયેલી સુનાવણીમાં 50થી વધુ સાક્ષીઓ અને ફરિયાદીઓ આ કેસો ભાગ હતા.
આ હાઇ-પ્રોફાઇલ ટ્રાયલમાં બચાવ પક્ષમાં જુબાની આપનાર પ્રથમ સાક્ષી તરીકે પેટરસનનો સમાવેશ થતો હતો.
પૂછપરછ દરમિયાન પેટરસને ઝેરી મશરૂમ એકઠા કર્યાની કબૂલાત કરી હતી, જે તેણે અગાઉ પોલીસ અને આરોગ્ય અધિકારીઓ સમક્ષ નકારી હતી.
એપ્રિલ 2023ના અંતમાં એરિન પેટરસનના ફોનમાંથી લેવામાં આવેલા મશરૂમ ગણતી વખતેના ફોટા પણ મળી આવ્યા હતા. તે કોર્ટમાં બતાવવામાં આવ્યા હતા.
એરિન પહેલેથી જ સ્વીકારી ચૂકી છે કે 'તે' લંચ પછીના દિવસોમાં, તેણી વારંવાર તેનો ફોન સાફ કરતી હતી, તેમાંથી બધો ઇલેક્ટ્રોનિક ડેટા ડિલીટ કરતી હતી.
તેણે કહ્યું કે તેને ડર હતો કે જો પોલીસને આવા ફોટા મળશે, તો તેઓ મહેમાનોના મૃત્યુ માટે તેને દોષી ઠેરવશે.
મશરૂમ ઍક્સપર્ટે અગાઉ એક નિવેદનમાં કહ્યું હતું કે ફોટોમાં જોવા મળતા મશરૂમ "ડેથ કેપ્સ જેવા જ છે."
'એરિન પેટરસનનો ઇનકાર'
એટર્ની ડૉ. નેનેટ રૉજર્સે આરોપ લગાવ્યો છે કે પેટરસને થોડા દિવસો પહેલાં જાણી જોઈને મશરૂમ એકત્રિત કર્યા હતા.
એરિન પેટરસને છોડ અને પ્રાણીઓની યાદી બનાવતી ઇનેચરાલિસ્ટ નામની વેબસાઇટ પર એક પોસ્ટ જોઈ.
ડૉ. રૉજર્સે આવો આરોપ લગાવ્યો કે, "દસ દિવસ પછી, 28 એપ્રિલના રોજ એરિન લોચ વિસ્તારમાં ગઈ અને ઝેરી મશરૂમ એકઠા કર્યા".
એરિન કહે છે કે તેને તે દિવસે શહેરમાં જવાનું યાદ નથી. તેણે ડેથ કેપ મશરૂમ શોધવા કે eNaturalist પોસ્ટ જોવા માટે ત્યાં જવાનો પણ ઇનકાર કર્યો હતો.
ડૉ. રોજર્સે એરિનને પૂછ્યું"તમે ઘાતક માત્રા બનાવવા માટે આ મશરૂમનું વજન કરી રહ્યાં હતાં."
જોકે એરિને આ વાતનો ઇનકાર કર્યો હતો.
'બાળકોને શાકભાજીના પોષકતત્ત્વો મળે એ માટે મશરૂમ પાવડર'
બે બાળકોનાં માતા એરિન પેટરસને કોર્ટને જણાવ્યું હતું કે તે સ્પાઘેટ્ટી, બ્રાઉની અને સ્ટ્યૂ સહિત વિવિધ વાનગીઓ બનાવવા માટે સૂકા મશરૂમ પાવડરનો ઉપયોગ કરતી હતી.
ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે હત્યાના દિવસે રાત્રિભોજન માટે તે એક પ્રકારની પ્રથા હતી.
પરંતુ પેટરસને તેનો ઇનકાર કર્યો.
પેટરસને કહ્યું કે, "તે સાચું નથી. તે મશરૂમ પાવડરનો ઉપયોગ કરવાનો હેતુ ફક્ત બાળકોને શક્ય તેટલી વધુ માત્રામાં શાકભાજીના પોષકતત્ત્વો મળે એ હતો."
વકીલોએ વારંવાર તેમને અલગ-અલગ રીતે પૂછ્યું કે શું તેમણે ડેથ કેપ મશરૂમ્સને ખોરાક માટે તૈયાર કરવા માટે જાણી જોઈને ફૂડ ડિહાઇડ્રેટરનો ઉપયોગ કર્યો હતો.
સુનાવણી દરમિયાન બતાવેલા સીસીટીવી ફૂટેજમાં પેટરસન ઉપકરણ (ફૂડ ડિહાઇડ્રેટર) કચરાપેટીમાં ફેંકતી પણ દેખાય છે.
"એટલા માટે જ તમે (હૉસ્પિટલમાંથી) રજા મળ્યાના બીજા દિવસે પુરાવાનો નાશ કરવા માટે ઉતાવળમાં બહાર નીકળી ગયાં," ડૉ. રોજર્સે કહ્યું.
"ના," પેટરસને તે સમયે જવાબ આપ્યો હતો.
''હું ડરી ગઈ હતી પરંતુ મારે આમ નહોતું કરવું જોઈતું''
એના વકીલોએ એને પુછ્યું કે એરિનને પોલીસ સામે વારંવાર ખોટું કેમ બોલી કે તે મશરૂમ એકઠા કરતી નથી અને તેની પાસે ફૂડ ડિહાઇડ્રેટર નથી?
એરિને અદાલતને કહ્યું, "આ મૂર્ખતાપૂર્ણ પરંતુ તત્કાલ પ્રતિક્રિયા હતી. એટલે હું એક પછી એક જૂઠ્ઠાણું બોલતી રહી."
એરિને કહ્યું કે, "હું ડરી ગઈ હતી પરંતુ મારે આમ નહોતું કરવું જોઈતું."
એરિન પેટરસનને એકવાર ફરી દાવો કર્યો કે તેણે જાણીબૂઝીને પોતાના ભોજનમાં ઝેરીલા મશરૂમ ભેળવ્યા ન હતા.
તેણે કહ્યું કે 'વેલિંગ્ટન બીફ' માં વપરાતા મશરૂમ્સમાં આકસ્મિક રીતે એકત્રિત કરાયેલા, સૂકા મશરૂમનો સમાવેશ થઈ શકે છે.
તેણે કહ્યું કે તેને સ્ટોરમાંથી ખરીદેલા મશરૂમ સાથે કન્ટેનરમાં રાખવામાં આવ્યા હતા.
એરિન પેટરસનને અન્ય સાક્ષીઓની જુબાની પર પણ પૂછપરછ કરવામાં આવી હતી. તેણે કહ્યું કે તેણે મહેમાનોને સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દાઓ, ખાસ કરીને કૅન્સર નિદાન અંગે ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યું હતું.
એરિને એમ પણ કહ્યું કે તેને સમજાયું કે ભલે તેને કૅન્સર હોવાનું સીધું કહેવામાં આવ્યું ન હતું, તેણે તેના સંબંધીઓને આ રીતે ભ્રમિત ન કરવા જોઈએ.
પરંતુ, તેણે એમ પણ કહ્યું કે આમ કરવાથી ચિંતા વ્યક્ત કરનારા સંબંધીઓ તરફથી પ્રેમ અને કાળજીની લાગણી દર્શાવી.
આના પર રૉજર્સે કહ્યું, "તમે ક્યારેય વિચાર્યું ન હતું કે આ ખોટો દાવો પ્રકાશમાં આવશે અને તમને તેના માટે જવાબદાર ઠેરવવામાં આવશે. કારણ કે તમે વિચાર્યું કે મહેમાનો મરી જશે."
પરંતુ "તે સાચું નથી," પેટરસને કહ્યું.
શુક્રવારે તેની ઊલટતપાસ ફરી શરૂ થશે. શરૂઆતમાં ટ્રાયલ છ અઠવાડિયાં સુધી ચાલવાની અપેક્ષા હતી, પરંતુ ન્યાયાધીશે કહ્યું કે તે હવે ઓછામાં ઓછાં બે અઠવાડિયાં સુધી ચાલશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન