પૃથ્વીની જેમ જ હવે બીજા ગ્રહ પર મળ્યું જીવન, પરંતુ ત્યાં માણસ રહી શકશે?

ઇમેજ સ્રોત, Cambridge University
- લેેખક, પલ્લબ ઘોષ
- પદ, વિજ્ઞાન સંવાદદાતા
વૈજ્ઞાનિકોને આ ધરતીથી દૂર જીવનના સંકેત મળ્યા છે. જોકે આ પુરાવા ખાસ મજબૂત નથી પણ એક તારાની આસપાસ ચક્કર લગાવી રહેલા ગ્રહમાં જીવન હોવાના સંકેત મળ્યા છે.
કેમ્બ્રિજના વૈજ્ઞાનિકોની ટીમ K2-18B ગ્રહના વાતાવરણનો અભ્યાસ કરી રહી હતી. આ ટીમે કેટલાક અણુઓ શોધી કાઢ્યા છે જે પૃથ્વી પર જોવા મળે છે અને જે માત્ર સાધારણ સૂક્ષ્મ જીવોથી જ ઉત્પન્ન થાય છે.
આ બીજી વારની ઘટના છે કે જ્યારે જીવન સાથે જોડાયેલું કોઈ રસાયણ કોઈ ગ્રહના વાતાવરણમાંથી મળી આવ્યું હોય.
આ વખતે કોઈ ગ્રહ પર રહી શકવાની સંભાવનાને વધુ વેગ મળ્યો છે. આ અણુઓ નાસાની જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા શોધવામાં આવ્યા છે.
જોકે ટીમે એ વાત પર ખાસ ભાર મુક્યો છે કે આ નિષ્કર્ષની પુષ્ટિ માટે હજુ વધારે પ્રમાણભૂત ડેટાની જરૂર છે.
આ રિસર્ચનું નેતૃત્વ કરી રહેલા પ્રોફેસર નિક્કૂ મધુસૂદને કેમ્બ્રિજ યુનિવર્સિટીના ઇન્સ્ટિટયૂટ ઑફ ઍસ્ટ્રોનૉમીની લેબમાં બીબીસી સાથે વાતચીત કરી હતી.
પ્રોફેસર મઘુસૂદને આશા વ્યક્ત કરી હતી કે જલ્દી જ એવા મજબૂત પુરાવા મળશે કે જેને કારણે આ અંગે આખરી નિષ્કર્ષ મેળવી શકાય.
એમણે કહ્યું, 'ત્યાં જીવન હોવાના અત્યાર સુધીના સૌથી મજબૂત પુરાવા છે. હું માનું છું કે અમે એક કે બે વર્ષની અંદર જીવન હોવાની શક્યતા અંગે વધુ સારી રીતે પુષ્ટી કરી શકીશું'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જીવનની સંભાવના કેટલી છે?

ઇમેજ સ્રોત, NASA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
K2-18B પૃથ્વીના આકારથી અઢી ગણો મોટો છે. અને અહીંથી 700 ટ્રિલિયન માઇલ દૂર છે.
જેમ્સ વેબ સ્પેસ ટેલીસ્કોપ એટલું શક્તિશાળી છે કે તે સૂરજની રોશનીથી આ ગ્રહની રાસાયણિક સંરચનાનું વિશ્લેષણ કરી શકે છે. આ ગ્રહ એની પરિક્રમા કરે છે.
કેમ્બ્રિજના વૈજ્ઞાનિકોએ પોતાના અભ્યાસમાં તારણ કાઢ્યું છે કે આ વાતાવરણના બે અણુઓમાંથી એકમાં એવું કેમિકલ સિગ્નેચર છે કે જીવન સાથે જોડાયેલ છે. આ છે ડિમિથાઇલ સલ્ફાઇડ અને ડિમિથાઇલ ડિસલ્ફાઇડ.
પૃથ્વી પર આ બંને ગૅસ મરીન ફાઇટોપ્લૅન્કટોન અને બૅકટેરિયાથી પેદા થાય છે.
પ્રોફેસર મુધુસૂદને જણાવ્યું કે અમને જે માત્રામાં ગૅસ મળ્યો છે એ પૃથ્વી પર મૌજૂદ ગૅસથી હજારગણો વધારે છે જે અહીં જીવન હોવાની સંભાવનાને વધુ મજબૂત કરે છે. આ ગ્રહ પર માનવ જીવન વિકસી શકે છે.
પ્રોફેસર મધુસૂદન કહે છે, 'જો આપણે K2-18Bમાં જીવન હોવાની પુષ્ટી થાય તો આકાશગંગામાં જીવન હોવાના મતને પણ સમર્થન મળે છે.
જોકે પ્રોફેસર મધુસૂદનની ટીમ હજુ પણ આ નિષ્કર્ષને સંપૂર્ણ માનતા નથી.
પહેલી વાત તો એ કે જે હાલમાં સંકેત મળ્યા છે એ એટલા મજબૂત નથી કે એને એક વૈજ્ઞાનિક ખોજની માન્યતા આપી શકાય.
આ માટે સંશોધકોએ 99.99 ટકા ખાતરીપૂર્વક કહી શકવા જોઈએ કે એમનું તારણ સાચું છે અને આ માત્ર અનાયાસે કરવામાં આવેલો અભ્યાસ નથી.
વૈજ્ઞાનિકોની ભાષામાં વૈજ્ઞાનિક શોધનાં પરિણામો ફાઇવ સિગ્મા સુધીનાં હોય છે.
નવા ગ્રહ પર મળેલા સંકેતો ત્રણ સિગ્મા સુધી જાય છે. એટલે કે સટીકતાને મામલે 99.7 ટકા સુધી. પરિણામની રીતે આ વાત ઘણી આશાસ્પદ છે.
જોકે વૈજ્ઞાનિકોની ટીમને આશ્વાસન માટે હજુ વધુ મજબૂત સંકેતોની જરૂરિયાત છે. 18 મહીના પહેલાં ટીમને વન સિગ્મા રિઝલ્ટ મળ્યું હતું જે સટીકતાને મામલે 68 ટકા હતું. એ સમયે આ પરિણામને લઈને ઘણી શંકાઓ હતી.
આંકડાઓમાં કેટલો વિશ્વાસ રાખી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
ઍડિનબરા યુનિવર્સિટીનાં પ્રોફેસર અને સ્કૉટલેન્ડનાં ઍસ્ટ્રોનૉમર રૉયલ કૈથરિન હેમેન્સ કહે છે કે કેમ્બ્રિજની ટીમે ભલે ફાઇવ સિગ્મા રિઝલ્ટ મેળવ્યું હોય પણ આના પરથી એ ગ્રહ પર જીવન હોવાનું માની ન શકાય.
હેમેન્સ આ રિસર્ચ ટીમનો ભાગ નથી.
એમણે બીબીસી ન્યૂઝને જણાવ્યું કે, "ભલે આ ગ્રહ પર જીવનને લઈને નક્કર પુરાવાઓ ન મળ્યા હોય પણ સવાલ એ છે કે આખરે આ ગૅસની ઉત્પત્તિ ક્યાંથી થઈ રહી છે?"
એમણે કહ્યું, "ધરતી ઉપર સમુદ્રમાં સુક્ષ્મજીવોથી ગૅસ પેદા થાય છે. પણ પાક્કા પાયે એમ ન કહી શકાય કે કોઈ એલિયન ગ્રહ પર ગૅસોની ઉત્પત્તિ જૈવિક છે. આ બ્રહ્માંડમાં હજારો વિચિત્ર ચીજવસ્તુઓ છે. આપણને એ ખ્યાલ નથી કે આ ગ્રહ પર કેવી જૈવિક ગતિવિધીઓ થાય છે કે જેનાથી અણુ પેદા થાય છે."
કેમ્બ્રિજની ટીમ આ વિચારથી સહમત છે. વૈજ્ઞાનિક કેટલાય સમૂહોમાં વહેંચાઈને અભ્યાસ કરી રહ્યા છે કે શું લૅબમાં નિર્જીવ માધ્યમોથી ડિમિથાઇલ સલ્ફાઇડ અને ડિમિથાઇલ ડિસલ્ફાઇડ બનાવી શકાય છે કે કેમ.
બીજી રિસર્ચ ટીમે K2-18Bથી મળેલા ડેટાને આધારે કેટલાક વિકલ્પો સૂચવ્યા છે. પણ આ એ જૈવિક નથી. વૈજ્ઞાનિકો વચ્ચે ડિમિથાઇલ સલ્ફાઇડ અને ડિમિથાઇલ ડિસલ્ફાઇડની હાજરી અંગે આ ગ્રહની સંરચના પર ઘણી ચર્ચાઓ થઈ રહી છે.
ઘણા રિસર્ચરોનો નિષ્કર્ષ છે કે આ ગ્રહમાં એક સમુદ્ર છે અને અહીં એમોનિયા નથી. કારણ કે અમોનિયા સમુદ્રમાંથી અવશોષિત કરવામાં આવ્યા છે.
પણ કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર ઓલિવર શૉર્ટલે કહ્યું કે આ સ્થિતિની વ્યાખ્યા ઓગળેલા પથ્થરોના સમુદ્ર તરીકે જ થઈ શકે છે.
એમણે કહ્યું, "બીજા તારાઓની પરિક્રમા કરવાવાળા ગ્રહો અંગે જે પણ ખબર છે એ આ રોશનીના નાના હિસ્સામાંથી આવે છે. જે એના વાતાવરણ સાથે અથડાય છે. પણે આ સંકેત હજુ અવિશ્વસનીય છે અને તેને અવગણવા જોઈએ."

એમણે કહ્યું, "K2-18Bની સંરચના અંગે હજુ વૈજ્ઞાનિકોમાં મતમતાંતર છે."
નાસાના એમસ રિસર્ચ સેન્ટરના ડૉ. નિકોલર વોગેન કહે છે કે એમની પાસે આ ડેટાની બીજી પણ એક વ્યાખ્યા છે. એમણે જે રિસર્ચ પ્રકાશિત કરી છે એ બતાવે છે કે K2-18B એક મિની ગૅસ જોઇન્ટ છે.
આ બંને વૈકલ્પિક વ્યાખ્યાને ઘણા વૈજ્ઞાનિકોએ પડકારી છે. એમનો તર્ક એ છે કે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપમાંથી મળેલા ડેટાથી આ વ્યાખ્યા મેળ ખાતી નથી.
પ્રોફેસર મધુસૂદન માને છે કે જો એમને વિજ્ઞાનના સૌથી મોટા સવાલોમાંથી એકનો જવાબ આપવાનો હોય તો એમણે વિજ્ઞાનના ઘણા પહાડો ચડવા પડશે. પણ એમનું માનવું છે કે એમની ટીમ સાચા રસ્તે છે.
તેઓ કહે છે, "આજથી દાયકાઓ બાદ સમયના એ બિંદુને પાછા વળીને જોઈ શકીએ છીએ અને કહી શકીએ છીએ કે આ એ સમય હતો કે જ્યારે પૃથ્વીથી ઇતર જીવનવાળો ગ્રહ આપણી પહોંચમાં હતો."
"બ્રહ્માંડમાં આપણા સિવાય કોઈ છે કે નહીં, કદાચ આ સવાલનો જવાબ દેવા માટે આપણે લાયક થઈ જઈએ."
આ રિસર્ચ ઍસ્ટ્રોફિઝિકલ જર્નલના લેટર્સમાં પ્રકાશિત થયેલી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












