બિપરજોય વાવાઝોડું: 50 વર્ષ પહેલાં ત્રાટકેલું એ વાવાઝોડું, જેણે 'લાખો લોકો'નો ભોગ લીધો

વાવાઝોડાની તસવીર

હાલ ગુજરાતમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા ઉષ્ણકટિબંધીય વાવાઝોડા બિપરજોયની ચર્ચા છે. સાવચેતીના ભાગરૂપે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 15મી જૂનના રોજ વાવાઝોડું કચ્છના જખૌ નજીક લૅન્ડફૉલ થવાની આગાહી છે.

બિપરજોય અરબી સમુદ્રમાં યોજાયેલું ટ્રૉપિકલ સાયક્લોન છે. આવાં વાવાઝોડાં બંગાળની ખાડીમાં પણ સર્જાતાં હોય છે.

ટ્રૉપિકલ સાયક્લોન એટલે કે ઉષ્ણકટિબંધીય ચક્રવાતના ઇતિહાસની વાત કરીએ તો વર્ષ 1970માં આવેલું વાવાઝોડું ઘણું ભયાનક હતું. વર્ષ 1970ના નવેમ્બરમાં હાલના બાંગ્લાદેશ (એ સમયનું પૂર્વ પાકિસ્તાન) માં ત્રાટક્યું હતું.

આ ટ્રૉપિકલ સાયક્લોન ભૂતકાળમાં બંગાળની ખાડીમાં સર્જાયેલા વિનાશક વાવાઝોડાની યાદ અપાવે છે. એ વાવાઝોડાને લીધે ભયાનક પૂર પણ આવ્યું હતું. અહીં નોંધનીય છે કે બંગાળની ખાડીમાં ઘણી વાર ઉષ્ણકટિબંધીય વાવાઝોડા સર્જાય છે.

વર્ષ 1970માં આવેલા વાવાઝોડાને ‘ધ ગ્રેટ ભોલા’ નામ અપાયું હતું અને અહેવાલ મુજબ તેમાં અંદાજે ‘ત્રણથી પાંચ લાખ લોકોનાં’ મૃત્યુ થયાં હતાં.

ગ્રે લાઇન

એ સમયે શું બન્યું હતું?

વાવાઝોડાની તસવીર

નેશનલ ઑશનિક ઍન્ડ એટમોસ્ફિયરિક ઍડમિનિસ્ટ્રેશનના વાવાઝોડા સંબંધિત વિભાગ અનુસાર 1970ના વર્ષમાં નવેમ્બર મહિનામાં તત્કાલીન પાકિસ્તાન હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી હતી પરંતુ ઘણા લોકોએ આશ્રય ન લીધો અને ઘણાને નજીકમાં આશ્રય ન મળી શક્યો અથવા તેઓ નિર્ધારિત સ્થળે પહોંચી નહોતા શક્યા.

વાવાઝોડાની તીવ્રતાને લીધે સર્જાયેલા ભારે પવનો અને બચાવકામગીરીની અપૂરતી વ્યવસ્થા હોવાથી ભારે સંખ્યામાં મૃત્યુ થયાં હતાં.

ઉષ્ણકટિબંધીય વાવાડાના ઇતિહાસમાં આ સૌથી ભયંકર વાવાઝોડું છે. યુનિવર્સિટી ઑફ રોડી ટાપુ અનુસાર તાઝુમુદ્દીન શહેરની કુલ 1.67 લાખની વસ્તીમાંથી 45 ટકા વસતિ ‘મોતનો શિકાર’ બની ગઈ હતી.

જોકે બાંગ્લાદેશ હવામાન વિભાગ અનુસાર હાલના બાંગ્લાદેશમાં વિનાશ વેરનારું ઇતિહાસનું આ એક માત્ર ચક્રવાત નથી. વર્ષ 1876થી 10 ટ્રૉપિકલ સાયક્લોનને લીધે પાંચ હજાર અથવા એનાથી વધુ મોત થયાં છે. એમાંથી ચાર વાવાઝોડાંમાં દસ હજારથી વધુ લોકોના જીવ લીધા હતા. 1991માં વાવાઝોડા ગોર્કીએ 1.40 લાખ લોકોનો ભોગ લીધો હતો.

ગ્રે લાઇન

વાવાઝોડું ભોલા

વીડિયો કૅપ્શન, Cyclone Biparjoy Live: બિપરજોયને લીધે દ્વારકામાં શું સ્થિતિ છે?
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બંગાળની ખાડીમાં દક્ષિણ મધ્યમાં ડિપ્રેશન સર્જાયું હતું અને બાદમાં તે વાવાઝોડામાં ફેરવાયું. વાવાઝોડાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયાં હતાં અને ભરતી હોવાને લીધે નુકસાન વધુ થયું હતું.

જે બાદ સંયુક્ત રાષ્ટ્રે આવા વાવાઝોડાથી ભવિષ્યમાં લોકોને કઈ રીતે બચાવી શકાય એ અંગેના ઠરાવો પસાર કર્યા હતા.

ઉષ્ણકટિબંધીય વાવાઝોડાં માનવજાત સામે અને જાનમાલ સામે સૌથી મોટું જોખમ સર્જે છે. તેમાં ભારે પવનો, પૂર, વંટોળ અને વીજળી પડવા સહિતનાં જોખમો હોય છે. આ તમામ જોખમો જ્યારે એક સાથે ત્રાટકે છે ત્યારે મોટા પાયે જાનહાનિ થાય છે.

આજથી લગભગ 53 વર્ષ પહેલાં આવેલા ભોલા વાવાઝોડાએ ભયંકર તારાજી સર્જી હતી. એ દર્શાવે છે કે જો શક્તિશાળી વાવાઝોડું આવે તો એ કેટલી હદે નુકસાન કરી શકે છે.

ભોલા વાવાઝોડું એટલું શક્તિશાળી હતું કે બાંગ્લાદેશના કાંઠે 33 ફૂટ ઊંચાં મોજાં ઊઠ્યાં હતાં.

બાંગ્લાદેશનો ઘણો ભાગ સમુદ્ર સ્તરથી નીચે આવેલો હોવાથી આ વિસ્તારો ખૂબ સંવેદનશીલ છે. વળી દેશનો દરિયાકાંઠો પણ પ્રમાણમાં વ્યાપક છે.

એવું પણ કહેવાય છે કે, આ વાવાઝોડાથી ભારતમાં પણ અસર થઈ હતી. ભારતના કાંઠાવિસ્તારોમાં ભારે વરસાદ થતા જનજીવન ખોરવાયું હતું.

એટલું જ નહીં અહેવાલ મુજબ લગભગ 500 ટન વજન અને 50 મુસાફરો સહિતનું એક જહાજ જે કલકત્તા (કોલકાતા)થી કુવૈત જઈ રહેલું જહાજ આ વાવાઝોડાનો ભોગ બન્યું હતું.

ગ્રે લાઇન

પાછલાં અમુક વર્ષોમાં આવેલાં વાવાઝોડાં

તૌકતે વાવાઝોડાનું લૅન્ડફોલ શરૂ થયું એ પહેલાંથી જ દીવમાં પવન ફૂંકાઈ રહ્યો હતો, જેના કારણે તારાજી થઈ હતી

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 2021માં અરબી સમુદ્રમાં તૌકતે વાવાઝોડું સર્જાયું હતું. જેણે સૌરાષ્ટ્ર પંથકમાં ઘણું નુકસાન કર્યું હતું. તેનો લૅન્ડફૉલ ગુજરાતના ઉનામાં થયો હતો.

આ પૂર્વે ગુજરાત તરફે 29 ઑક્ટોબર 2019માં ક્યાર નામનું વાવાઝોડું આગળ વધ્યું હતું. અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશનને કારણે ઉદ્ભવેલું ક્યાર વાવાઝોડું પાછલાં 12 વર્ષનું સૌથી તીવ્ર સાયક્લોન ગણાયું હતું.

29 અને 30 ઑક્ટોબરે ‘ક્યાર’ રાજ્યના દરિયા કાંઠે ત્રાટકે એવી ભીતિ હતી. જોકે, પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં સર્જાયેલું આ વાવાઝોડું અંતિમ ઘડીએ સમયે ઓમાન તરફ ફંટાઈ ગયું હતું. બાદમાં ઓમાન સુધી પહોંચતાં પહેલાં જ વાવાઝોડું દરિયામાં સમાઈ ગયું હતું.

એ ઉપરાંત 13મી જૂન 2019ના દિવસે ‘વાયુ’ નામના વાવાઝોડાએ ચિંતા સર્જી હતી. 12 જૂનની મધ્ય રાત્રીએ કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે વાયુ 120થી 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્રાટકવાની આગાહી હતી. પણ વેરાવળના કાંઠા સુધી પહોંચ્યા પછી એ અરબી સમુદ્રમાં પાછું ફંટાઈ ગયું હતું.

વળી એ પહેલાંનાં વાવાઝોડાંની વાત કરીએ તો 17 મે 2018ના દિવસે દરિયામાં સાગર નામના વાવાઝોડાએ આકાર લીધો હતો પણ તે પછી યમન તરફ ફંટાયું હતું.

ઉપરાંત 31 ઑક્ટોબર 2015ના રોજ અરબી સમુદ્રમાં ચપાલા ચક્રાવાત આવ્યું અને ઓમાન તરફે ફંટાયું હતું. 10 જૂન-2015માં પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં અશોબા નામનું વાવાઝોડું અતિ તીવ્ર બન્યું અને ઓમાન તરફ ફંટાઈ ગયું હતું.

વર્ષ 2014માં અરબ સાગરમાં નિલોફર નામના વાવાઝોડાએ આકાર લીધો જોકે એ ગુજરાત તરફ વધી રહ્યું હતું પરંતુ ગુજરાત પહોંચતાં પહેલાં જ સમુદ્રમાં જ સમી ગયું હતું.

બીબીસી ગુજરાતી

કેમ ગુજરાતના દરિયાકાંઠે વધુ વાવાઝોડાં?

દેવભૂમિ દ્વારકાના ગોમતી ઘાટ પર દરિયાઈ ઊંચાં મોજાં

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, દેવભૂમિ દ્વારકાના ગોમતી ઘાટ પર દરિયાઈ ઊંચાં મોજાં

નિષ્ણાતોનું માનવું છે કે પાછલાં અમુક વર્ષોથી અરબ સાગરમાં વાવાઝોડાંના નિર્માણની ઍક્ટિવિટીમાં અસામાન્ય વધારો થયો છે.

તેમાં પણ ખાસ કરીને પશ્ચિમ કાંઠે આવેલાં રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્ર પર વાવાઝોડાં સ્વરૂપે કુદરત કોપાયમાન થવાનો સિલસિલો પાછલાં અમુક વર્ષોથી સતત વધારા પર હોવાનું જોવા મળી રહ્યું છે.

ફાઇનાન્સિયલ એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર પહેલાં ભારતના દરિયા કાંઠાના વિસ્તારોમાં સર્જાતાં વાવાઝોડાં પૈકી દરેક પાંચમાંથી ચાર વાવાઝોડાં બંગાળની ખાડીમાં સર્જાતાં હતાં. જોકે, પાછલાં અમુક વર્ષોમાં આ વલણ બદલાયું છે.

હવે અરબ સાગરમાં વાવાઝોડાં સર્જાવાની ઍક્ટિવિટીમાં વધારો જોવા મળ્યો છે.

જે સ્પષ્ટપણે ગુજરાતના દરિયા કાંઠાને વાવાઝોડાની વધુ શક્યતાવાળા ઝોનમાં મૂકી દે છે.

માત્ર વાવાઝોડાં સર્જાવાના કિસ્સા જ નહીં પરંતુ ગુજરાતના દરિયા કાંઠાની આસપાસ સર્જાતાં વાવાઝોડાંની તીવ્રતામાં પણ વધારો થયો હોવાનું જણાવાય છે.

પહેલાં એવું માનવામાં આવતું કે બંગાળની ખાડીનો પ્રદેશ અરબ સાગર કરતાં વધુ ગરમ હોવાના કારણે અરબ સાગરની સરખામણીએ બંગાળની ખાડીમાં વધુ વાવાઝોડાં સર્જાય છે.

આ બાબતને ગુજરાત સહિત પશ્ચિમ કાંઠાનાં રાજ્યો રાહતની બાબત ગણતાં હતાં. પરંતુ પાછલાં કેટલાંક વર્ષોથી આ વલણમાં ફેરફાર થયો છે.

અને ગુજરાતને પણ પશ્ચિમ બંગાળ અને ઓડિશા જેવાં પૂર્વ કાંઠે આવેલાં રાજ્યો, જ્યાં અવારનવાર વાવાઝોડાં તબાહીનાં નિમિત્ત બનતાં હોય છે, તેવી ચિંતાજનક શ્રેણીમાં મૂકે છે.

ફાઇનાન્સિયલ એક્સપ્રેસના અહેવાલ અનુસાર હવામાનશાસ્ત્રીઓ આ બદલાવ માટે અરબ સાગર ક્ષેત્રના તાપમાનમાં થયેલા ફેરફારને કારણભૂત માને છે.

આ ક્ષેત્રના તાપમાનના વધારા માટે તેઓ ગ્લોબલ વૉર્મિંગની સમસ્યા તરફ આંગળી ચીંધે છે.

ગ્રે લાઇન

ભારતનો ઉત્તરપશ્ચિમ કિનારો અને વાવાઝોડાં

ઊપર વહી રહેલા પવનો શક્તિશાળી હોય અને નીચે ઓછી શક્તિ ધરાવતા પવનો હોય ત્યારે વાવાઝોડું નમી જાય છે

ઇમેજ સ્રોત, Getty Images

એવું નથી કે બંગાળની ખાડીમાં સર્જાતાં ઉષ્ણકટિબંધીય વાવાઝોડાંના ઇતિહાસ મામલે બાંગ્લાદેશ જ વધુ અસરગ્રસ્ત રહ્યું છે.

ભારતના ઉત્તરપશ્ચિમ કાંઠે પણ આવાં વાવાઝોડાંના જોખમ સર્જાતાં આવ્યાં છે અને વાવાઝોડાં ત્રાટકતાં રહ્યાં છે. વેધર અંડરગ્રાઉન્ડના રિપોર્ટ પ્રમાણે બંગાળની ખાડીમાં સર્જાયેલાં અતિશય તીવ્ર વાવાઝોડાંના લીધે ભારતમાં પણ ‘મોત નીપજ્યાં હતાં.’

1999માં ઓડિશામાં વાવાઝોડું આવ્યું હતું. એ ખૂબ વિનાશક હતું. 1999ના ઑક્ટોબરમાં 29મી તારીખે આ વાવાઝોડું 155 કિલોમિટરની ઝડપના પવનો સાથે ત્રાટક્યું હતું. આ વાવાઝોડામાં 9,658 લોકોનાં મોત થયાં હતાં.

રેડ લાઇન
રેડ લાઇન